'જો વર્લ્ડ કપ જીતવો હોય તો ધવનને ટીમમાં લો', ઈન્ડિયા માટે પાકિસ્તાનથી આવી સલાહ

PC: navbharattimes.indiatimes.com

ક્રિકેટનો સૌથી મોટો મહાકુંભ એટલે કે ODI વર્લ્ડ કપ આ વર્ષે 5 ઓક્ટોબરથી ભારતમાં રમાવાનો છે. BCCIએ હજુ 2023 ODI વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી નથી. હકીકતમાં, વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમમાં હાલના સમયમાં ઘણા પ્રયોગો થઈ રહ્યા છે. આ દરમિયાન ભારતને સરહદ પાર એટલે કે આપણા પાડોસી દેશ પાકિસ્તાન તરફથી એક ખાસ સલાહ મળી છે. પાકિસ્તાનના પૂર્વ ઓપનર સલમાન બટ્ટે સલાહ આપતા કહ્યું કે, જો ભારતે ક્રિકેટનો વિશ્વ કપ જીતવો હોય તો, શિખર ધવનને ટીમમાં સામેલ કરવો જોઈએ. સલમાન બટ્ટે તેના આવું કહેવાના કારણ પર પણ વિગતવાર જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, શિખર ધવનનું બેટ ICC ઈવેન્ટ્સમાં એકદમ જોરદાર રીતે બોલે છે. શિખર ધવને છેલ્લી ચાર ICC ODI ઇવેન્ટની 20 મેચોમાં છ સદી ફટકારી છે. આ દરમિયાન તેની બેટિંગ એવરેજ 65ની રહી છે.

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન સલમાન બટ્ટે આગામી ODI વર્લ્ડ કપ 2023 માટે ભારતના અનુભવી ઓપનર શિખર ધવનનું સમર્થન કર્યું છે. પોતાની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલા એક વીડિયોમાં સલમાન બટ્ટે કહ્યું કે, ભારતને શિખર ધવન જેવા અનુભવી ઓપનરની જરૂર પડશે.

સલમાન બટ્ટ, જે પોતે પાકિસ્તાન તરફથી ઓપનિંગ બેટ્સમેન છે, તેણે વધુમાં કહ્યું કે, દિલ્હીના આ ક્રિકેટરે ICCની આવી મહત્વપૂર્ણ ઈવેન્ટમાં ભારત માટે ઓપનિંગ કરવું જોઈએ. અહીં તમને જણાવી દઈએ કે, ધવન 2013 અને 2017 ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. આ સિવાય શિખર ધવને 2015 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ રન પણ બનાવ્યા હતા.

પાકિસ્તાનના પૂર્વ ઓપનર સલમાન બટ્ટે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, 'તેમને (ભારતને) ટોચના ક્રમમાં શિખર ધવનની જરૂર પડશે.'મને ડાબા હાથનો એવો કોઈ બેટ્સમેન નથી જોવામાં આવતો કે જે, તેની જેવું શરુ ઓપનિંગ કરી શકે, ક્યાં તો શિખર ધવન અને શુભમન ઓપનિંગ કરી શકે છે, અને રોહિત એક નંબર નીચે આવી શકે છે, અથવા રોહિત શર્મા શિખર ધવન સાથે ઓપનિંગ કરી શકે છે.'

અહીં તમને જણાવી દઈએ કે, એશિયા કપ માટે પણ શિખર ધવનને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો નથી. જ્યારે, એશિયા કપ માટે ભારતીય ટીમની ટૂંક સમયમાં જાહેરાત થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં એ જોવાનું રહેશે કે શું શિખર ધવન એશિયા કપ માટે ભારતીય ટીમનો ભાગ બની શકે છે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp