ઇફ્તિખાર અહમદે એક ઓવરમાં ફટકારી 6 સિક્સ, જુઓ વીડિયો

PC: PCB

પાકિસ્તાની ખેલાડી ઈફ્તિખાર અહમદે T20 ક્રિકેટમાં ધમાલ મચાવી દીધી છે. પાકિસ્તાનમાં રમાયેલી એક પ્રદર્શની મેચમાં ઇફ્તિખાર અહમદે વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરી અને બોલર વહાબ રિયાઝના 6 બૉલ પર 6 સિક્સ લગાવવાની કમાલ કરી દેખાડી છે.

આ પ્રદર્શની મેચ ક્વેટા ગ્લેડિએટર્સ અને પેશાવર જાલ્મી વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ક્વેટા ગ્લેડિએટર્સ તરફથી ઈફ્તિખાર અહમદે બેટિંગ કરી, ઇફ્તિખાર અહમદે મેચમાં વિસ્ફોટક ઇનિંગ રમતા 50 બૉલમાં 94 રનની ઇનિંગ રમી હતી.

ઇફ્તિખાર અહમદની વિસ્ફોટક ઇનિંગની મદદથી ક્વેટા ગ્લેડિએટર્સની ટીમ સીમિત T20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 184 રન બનાવવામાં સફળ રહી હતી. સોશિયલ મીડિયા પર ઇફ્તિખાર અહમદ દ્વારા લાવવામાં આવેલા 6 બૉલ પર 6 સિક્સ લગાવવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પેશાવર જાલ્મી તરફથી વહાબ રિયાઝ ઇનિંગની છેલ્લી ઓવર કરવા માટે આવ્યો હતો, પરંતુ આ પ્રદર્શની મેચમાં તેની સાથે કંઈક એવું થવાનું હતું, જેની તેણે કલ્પના પણ કરી નહીં હોય.

પાકિસ્તાન ક્રિકેટ ટીમના સાથી ખેલાડી ઇફ્તિખાર અહમદે તેની વિરુદ્ધ આક્રમક અંદાજ અપનાવ્યો અને 6 બૉલમાં 6 સિક્સ લગાવીને ક્રિકેટ ફેન્સને ઝૂમવા માટે મજબૂર કરી દીધા. ભલે તે એક પ્રદર્શની મેચ હતી, પરંતુ ઈફ્તિખાર અહમદ દ્વારા લગાવવામાં આવેલા 6 સિક્સે તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે.

ક્રિકેટમાં સિક્સ લગાવવાવનો રોમાંચ હંમેશાં ફેન્સના માથે ચડીને બોલે છે. પછી જે પણ બેટ્સમેન હોય તે, જો એવું કારનામું કરવામાં સફળ રહે છે તો ચારેય તરફ તેની ચર્ચા થવા લાગી જાય છે. હવે પાકિસ્તાની ક્રિકેટ ટીમના સાથી ખેલાડી ઈફ્તિખાર અહમદે પ્રદર્શની મેચમાં 6 બૉલમાં 6 સિક્સ લગાવીને ધમાલ મચાવી દીધી છે.

1 ઓવરમાં 6 સિક્સ લગાવનારા બેટ્સમેન

ગેરી સોબર્સ (ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં)

રવિ શાસ્ત્રી (ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં)

હર્ષલ ગિબ્સ (વન-ડેમાં)

યુવરાજ સિંહ (T20 ઇન્ટરનેશનલમાં)

જૉર્ડન ક્લાર્ક (2nd XI મેચમાં)

કાયરન પોલાર્ડ (T20 ઇન્ટરનેશનલ મેચમાં)

મિસબાહ ઉલ હક (હોંગકોંગ T20 Blitz)

હજારતુલ્લાહ જાજઈ (T20)

થિસારા પરેરા (લિસ્ટ A ક્રિકેટ)

રવીન્દ્ર જાડેજા (ઇન્ટર ડિસ્ટ્રિક્ટ T20 ટૂર્નામેન્ટ)

જસકરન મલ્હોત્રા (વન-ડેમાં)

લિયો કર્ટર (T20)

એલેક્સ હેલ્સ (નેટવેસ્ટ T20 બ્લાસ્ટ)

ઈફ્તિખાર અહમદ (પ્રદર્શની મેચ).

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp