મેદાનની વચ્ચે પાકિસ્તાની અમ્પાયર ગુસ્સે થયા, ખેલાડીએ પકડ્યો પગ, જુઓ વીડિયો

PC: circleofcricket.com

ન્યૂઝીલેન્ડે બીજી વનડેમાં પાકિસ્તાનને 79 રને હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડની જીતનો હીરો ડેવોન કોનવે રહ્યો હતો જેણે 101 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ જીત સાથે કિવી ટીમે ત્રણ મેચની શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે. શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ 13 જાન્યુઆરીએ કરાચીમાં રમાશે. મેચ દરમિયાન અમ્પાયર અલીમ દાર ચર્ચામાં રહ્યા હતા, જેમણે ઈજાગ્રસ્ત થતાં ગુસ્સામાં પાકિસ્તાની ખેલાડીનું સ્વેટર જમીન પર ફેંકી દીધું હતું.

આ આખી ઘટના ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની 36મી ઓવરમાં બની હતી, જેને હરિસ રૌફ બોલ કરી હતી. તે ઓવરમાં, ગ્લેન ફિલિપ્સે ડીપ સ્ક્વેર લેગ તરફ બોલ ફ્લિક કર્યો અને સિંગલ માટે દોડ્યો. ત્યારે જ તે વિસ્તારમાં હાજર વસીમ જુનિયરે બોલ કેચ કરીને નોન-સ્ટ્રાઈકર એન્ડ તરફ ફેંક્યો. થ્રો સીધો ગયો અને અલીમ દારને તેના જમણા પગની ઘૂંટી પર વાગ્યો. તે સમયે દારનું સંપૂર્ણ ધ્યાન પીચ પર રન કરવાનો પ્રયાસ કરી રહેલા બેટ્સમેનો પર હતું. બોલ વાગ્યા બાદ અલીમ ડાર ખૂબ જ ગુસ્સામાં દેખાઈ રહ્યા હતાં અને તેણે બોલર હરિસ રઉફનું સ્વેટર ફેંકી દીધું હતું.

અલીમ ડારના સ્વેટર ફેંક્યા બાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને હરિસ રઉફ હસતા જોવા મળ્યા હતા. બાદમાં ફાસ્ટ બોલર નસીમ શાહ ડારના પગને પકડીને તેના પર હાથ ફેરવતો જોવા મળ્યો હતો જેથી કરીને દુખાવો ઓછો થઈ શકે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડનો આખો દાવ 49.5 ઓવરમાં 261 રનમાં સમેટાઈ ગયો હતો. ડેવોન કોનવેએ 92 બોલમાં 13 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 101 રન બનાવ્યા હતા. આ સાથે જ કેપ્ટન કેન વિલિયમસને 85 રનની ઇનિંગ રમી હતી. વિલિયમસન અને કોનવેએ બીજી વિકેટ માટે 181 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી બાદ ન્યૂઝીલેન્ડની હાલત વધુ ખરાબ થઈ ગઈ અને તેણે 78 રનમાં છેલ્લી નવ વિકેટ ગુમાવી દીધી.

262 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની બેટિંગ પણ ફ્લોપ રહી હતી અને સમગ્ર ટીમ 43 ઓવરમાં 182 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી ફક્ત કેપ્ટન બાબર આઝમે 79 રનની સારી ઇનિંગ રમી હતી. જ્યારે મોહમ્મદ રિઝવાને 28 અને આગા સલમાને 25 રનનું યોગદાન આપ્યું હતું. ન્યુઝીલેન્ડ તરફથી ઈશ સોઢી અને ટિમ સાઉથીએ બે-બે વિકેટ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp