ભારત-અફઘાનિસ્તાન વન-ડે સીરિઝ બાબતે મહત્ત્વની જાણકારી આવી સામે, જાણો ક્યારે રમાશે

PC: sportsunfold.com

આ વર્ષે ભારતીય ટીમે ભારતમાં 2023નો વન-ડે વર્લ્ડ કપ રમવાનો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) બાદ તેની તૈયારી પણ શરૂ થઈ જશે. તેને ધ્યાનમાં રાખતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) જૂનમાં અફઘાનિસ્તાનને 3 વન-ડે મેચોની સીરિઝ રમવા માટે ભારત બોલાવશે. વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા આ સીરિઝમાં કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ સીનિયર ખેલાડીઓ આરામ આપીને યુવા ખેલાડીઓને અજમાવી શકાય છે.

આ સીરિઝ ફ્યૂચર પ્રગ્રામ ટૂરનો હિસ્સો નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ 11 જૂનના રોજ સમાપ્ત થશે (જો વરસાદના કારણે દિવસ ન બગડે તો, 12 જૂન રિઝર્વ ડે છે). વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ બાદ અને વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ અગાઉ આ સીરિઝ રમાવાની લગભગ નક્કી છે. 23 જૂનથી સીરિઝની શરૂઆત થઈ શકે છે. 7 જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયન ટીમ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ રમાશે. આ મેચ બાદ ભારતીય ટીમ જૂન મહિનામાં જ અફઘાનિસ્તાન સાથે 3 મેચોની વન-ડે સીરિઝ રમશે.

BCCIના એક જાણકારે વાત કરતા જણાવ્યું કે, ‘ભારત અને અફઘાનિસ્તાન વચ વન-ડે સીરિઝની તારીખોને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છેઃ. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સીરિઝ 23 જૂનથી થશે અને સીરિઝની અંતિમ વન-ડે મેચ 30 જૂનના રોજ રમાશે.’ BCCI જાણકાર મુજબ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સમાપ્ત થયા બાદ BCCIએ આ સીરિઝનું શેડ્યૂલ કરવાનું હતું. સાથે જ તેમણે જણાવ્યું કે, આ સીરિઝ માટે ટીમના સીનિયર ખેલાડીઓને આરામ આપી શકાય છે.

વર્લ્ડ કપ 2023ને ધ્યાનમાં રાખતા કેટલાક નવા ચહેરા આ સીરિઝમાં અજમાવી શકાય છે. જૂન મહિનામાં થનારી આ સીરિઝ માટે ભારતીય ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને દિગ્ગજ વિરાટ કોહલીને આરામ આપી શકાય છે. વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા કેટલાક નવા ચહેરાઓને આ સીરિઝમાં અજમાવી શકાય છે. જો કે, અત્યારે આ સીરિઝ માટે BCCI તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ જો જૂનમાં જ આ સીરિઝ રમાશે તો આગામી થોડા દિવસમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp