ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટ પહેલા જાણો દિલ્હી સ્ટેડિયમમાં ભારતનો હાર-જીત રકોર્ડ

PC: twitter.com

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે BGT એટલે કે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ દિલ્હીમાં રમાશે. આ આઠમી વાર હશે જ્યારે દિલ્હીમાં બંને ટીમ એકબીજાની સામે હશે. ભારતીય ટીમ છેલ્લાં 36 વર્ષથી ટેસ્ટમાં આ મેદાન પર અજેય રહી છે. આ દરમિયાન ટીમે અહીં રમાયેલી 12માંથી 10 મેચો પોતાના નામે કરી છે જ્યારે, માત્ર 2 મેચ ડ્રો રહી છે. છેલ્લીવાર ભારતને આ મેદાન પર હાર વેસ્ટઈન્ડિઝ સામે 1987માં મળી હતી. જોકે, તે ટીમમાં ગાર્ડન ગ્રીનિઝ, વિવ રિચર્ડ્સ, મેલ્કમ માર્શલ જેવા સ્ટાર્સ હતા. તે સમયે સચિને ડેબ્યૂ નહોતું કર્યું, કોહલીનો જન્મ પણ નહોતો થયો અને રોહિત માત્ર 7 મહિનાનો હતો.

ટીમ ઈન્ડિયા અહીં ઓસ્ટ્રેલિયા સહિત પાકિસ્તાન, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, સાઉથ આફ્રિકાને હરાવી ચુકી છે. ઓસ્ટ્રેલિયાને અહીં છેલ્લી જીત 64 વર્ષ પહેલા 1959માં મળી હતી અને ત્યારબાદથી ટીમ 6માંથી 3 મેચ હારી ચુકી છે. દિલ્હી અને ચેન્નાઈ ભારતના એ મેદાનોમાંથી છે જ્યાં 5 કરતા વધુ મેચ રમીને ઓસ્ટ્રેલિયાની જીતની ટકાવારી સૌથી ખરાબ છે.

દિલ્હી ટેસ્ટ ભારત માટે જીતવી જરૂરી છે કારણ કે, જો ભારત જીતે છે તો ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 બની જશે. સાથે જ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કરી લેશે. આ ટેસ્ટમાં જીત ભારતને ત્રણેય ફોર્મેટમાં નંબર 1 બનાવી દેશે. દિલ્હીના આ મેદાન પર ઓસ્ટ્રેલિયા છેલ્લીવાર 2013માં ટેસ્ટ રમવા આવ્યું હતું. તે દરમિયાન ભારત અહીં 6 વિકેટથી જીત્યું હતું. આશરે 10 વર્ષ બાદ બંને ટીમ આ મેદાન પર સામસામે હશે.

અરૂણ જેટલી સ્ટેડિયમમાં ભારત છેલ્લીવાર 1987માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ હાર્યું હતું. ત્યારબાદ આ મેદાન પર 12 ટેસ્ટ મેચ રમાઈ, જેમાંથી 2 ડ્રો થઈ અને 10 જીતી. છેલ્લી ટેસ્ટ ભારતે શ્રીલંકા વિરુદ્ધ 2017માં રમી હતી જે ડ્રો રહી હતી.

દિલ્હીનું આ મેદાન વિરાટ કોહલી, ગૌતમ ગંભીર, વીરેન્દ્ર સેહવાગ, ઈશાંત શર્મા અને આશીષ નેહરા જેવા દિગ્ગજોનું હોમ ગ્રાઉન્ડ છે પરંતુ, અહીં સૌથી વધુ રન સચિન તેંદુલકરે બનાવ્યા છે. સચિને અહીં 10 મેચ અને 19 ઈનિંગ્સમાં 759 રન સ્કોર કર્યા છે. તેમજ, બોલિંગમાં અનિલ કુંબલેના નામે અહીં સૌથી વધુ (58) વિકેટ છે.

પિચની વાત કરીએ તો શરૂઆતી દિવસોમાં તે બેટિંગ માટે સારી રહેશે. જેમ-જેમ મેચ આગળ વધશે, સ્પિનર પછી પોતાનો જાદુ બતાવશે. અરૂણ જેટલી સ્ટેડિયમના આ ટ્રેક પર ઘણો ઓછો બાઉન્સ છે અને બેટ્સમેન માટે આ ટ્રેક મુશ્કેલ સાબિત થશે. આ મેદાન પર પહેલી ઈનિંગની સરેરાશ 342 રન છે, જ્યારે ચોથી ઈનિંગનો સરેરાશ સ્કોર 165 રન રહ્યો છે.

અરૂણ જેટલી સ્ટેડિયમ પોતાના જૂના નામ ફિરોઝ શાહ કોટલા ગ્રાઉન્ડ નામથી વધુ લોકપ્રિય છે. અહીં પહેલી ટેસ્ટ 10 નવેમ્બર, 1948ના રોજ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમવામાં આવી હતી. આ મેચ ડ્રો રહી હતી. વેસ્ટ ઈન્ડિઝ ભારત ભારતમાં 5 મેચોની સીરિઝ રમવા આવ્યું હતું. સ્ટેડિયમની ક્ષમતા 40000 કરતા વધુ દર્શકોની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp