ઉમરાન મલિકના તિલક ન લગાવવાના વિવાદ બાદ સામે આ તસવીર, ટીકાકારોને મળ્યો જવાબ

PC: twitter.com/VibhuBhola

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની ટેસ્ટ સીરિઝ 9 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. સીરિઝ શરૂ થવાના બરાબર પહેલા ભારતના બે સ્ટાર ખેલાડી મોહમ્મદ સિરાજ અને ઉમરાન માલિકનું નામ વિવાદોમાં આવ્યું હતું. શનિવારે (4 ફેબ્રુઆરીના રોજ) સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં બંને ખેલાડી હોટલમાં તિલક લગાવવાની ના પાડી રહ્યા છે. ત્યારબાદ બંનેને ઘણા લોકોએ ટ્રોલ કર્યા તો કેટલાક લોકોએ સમર્થન કર્યું. આ દરમિયાન સોશિયલ મીડિયા પર હવે એક તસવીર વાયરલ થઇ રહી છે.

આ તસવીરમાં ઉમરાન મલિક હોટલમાં તિલક લગાવતો નજરે પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ભારતીય ટીમના ફેન્સે આ તસવીરને શેર કરવાની શરૂઆત કરી દીધી છે. તેમણે ઉમરાન માલિકની નિંદા કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. શનિવારે જે વીડિયો વાયરલ થયો હતો તેમાં મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક સિવાય બેટિંગ કોચ વિક્રમ રાઠોડે પણ તિલક લગાવવાની ના પડી દીધી હતી. એ સિવાય ટીમના કેટલાક અન્ય સભ્યોએ પણ એમ કર્યું હતું.

શું છે આખો મામલો?

ભારતીય ટીમનો એક વીડિયો સોશિયા મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં ટીમના બધા સભ્ય હોટલની અંદર જતા દેખાઇ રહ્યા છે. આ દરમિયાન હોટલ સ્ટાફ તિલક લગાવીને ટીમના સભ્યોનું સ્વાગત કરી રહ્યા છે, પરંતુ ભારતીય ટીમના કેટલાક સભ્ય તિલક લગાવવાની ના પાડી દે છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ, વિક્રમ રાઠોર અને હરિ પ્રસાદ મોહન તિલક લગાવવાની ના પાડી દે છે. જો કે, ટીમના બાકી સભ્ય તિકલ લગાવે છે અને કેટલાક સભ્ય ચશ્મા ઉતારીને પણ તિલક લગાવે છે.

યોગી દેવનાથ નામના યુઝરે લખ્યું કે, મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક તિલક લગાવતા નથી કેમ કે તેઓ એ સ્તર પર પહોંચ્યા બાદ પણ પોતાના ધર્મ પ્રત્યે કટ્ટર છે. તો હવે ક્રિકેટ ફેન્સ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરીને ટીકાકારોને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. એક યુઝર તસવીર શેર કરતા લખે છે કે આ તસવીર તેમના માટે છે જેમના પેટમાં કાલથી દુઃખાવો છે. તો રજત ગુપ્તા નામના યુઝરે લખ્યું કે, આને શેર નહીં કરો બસ #UmranMalik #Siraj.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp