ભારતીય મહિલા ટીમની અગ્નિપરીક્ષા, ઓસ્ટ્રેલિયાએ આપ્યો આટલા રનનો ટાર્ગેટ

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઈ રહેલી T20 વર્લ્ડ કપ ફાયનલમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા છે અને ભારતને વર્લ્ડ કપ ફાયનલ જીતવા માટે 185 રનનો ટાર્ગેટ આપ્યો છે. 85 હજાર કરતા વધુ દર્શકો આ મેચને જોવા માટે સ્ટેડિયમમાં પહોંચ્યા છે. ઓસ્ટ્રેલિયા તરફથી એલિયા હીલી અને તેની જોડીદાર બેથ મૂનની ઓપનિંગ જોડીએ તોફાની બેટિંગ કરી ટીમને ઊંચા સ્કોર સુધી પહોંચાડી હતી. જણાવી દઈએ કે, ભારતે પોતાના પ્લેઈંગ ઈલેવનમાં કોઈ બદલાવ કર્યો નથી.

ઓસ્ટ્રેલિયાની ટીમે બેટિંગની ધમાકેદાર શરૂઆત કરી હતી. ઓસ્ટ્રેલિયન ઓપનર એલિસા હીલીએ દમદાર શરૂઆત કરતા પોતાની ટીમ માટે પહેલી વિકેટ માટે 115 રનની ભાગીદારી કરી હતી. હીલીએ 39 બોલમાં  75 રનની શાનદાર ઈનિંગ રમી હતી, આ ઈનિંગમાં તેણે 7 ચોગ્ગા અને 5 છગ્ગા માર્યા હતા. 12મી ઓવરમાં રાધા યાદવની બોલ પર વેદા કૃષ્ણામૂર્તિના હાથે કેચ આઉટ થતા ભારતને મોટી સફળતા મળી હતી. 11મી ઓવરમાં હીલીએ શિખા પાંડેની બોલ પર એકસાથે 3 છગ્ગા માર્યા હતા.

મેચની 17મી ઓવરમાં દીપ્તિ શર્માને એશ્લે ગાર્ડનર અને મેગ લેનિંગની વિકેટ લેવામાં સફળતા મળી હતી. જ્યારે 19મી ઓવરમાં પૂનમ યાદવે રાશેલ હેંસને બોલ્ડ કરી હતી.

ભારતીય ટીમ પહેલીવાર T20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં ફાયનલમાં પહોંચી છે અને ખિતાબ મેળવવા માટે તેનો સામનો એક એવી ટીમ સાથે છે, જે ચારવાર ચેમ્પિયન રહી ચુકી છે. ભારતીય ટીમ આ પહેલા સુધી ત્રણ વાર 2009, 2010 અને 2018માં સેમીફાયનલમાં પહોંચી હતી.

ભારતીય ટીમ

શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્સ, તાનિયા ભાટિયા, હરમનપ્રીત કૌર (કેપ્ટન), વેદા કૃષ્ણામૂર્તિ, રાજેશ્વરી ગાયકવાડ, દીપ્તિ શર્મા, શિખા પાંડે, પૂનમ યાદવ, રાધા યાદવ.

About The Author

Related Posts

Top News

35 કરોડની ઓફર અને 15 MLAના રાજીનામા..., વિજય સરકાર તોડી પાડવાના કાવતરાનું રહસ્ય ખુલ્યું! 3 પકડાયા

તામિલનાડુના રાજકારણમાં અત્યારે સૌથી મોટા સમાચાર એ છે કે, અભિનેતામાંથી રાજકારણી બનેલા CM વિજયની આગેવાની હેઠળના TVK ધારાસભ્યએ દાવો...
National 
35 કરોડની ઓફર અને 15 MLAના રાજીનામા...,  વિજય સરકાર તોડી પાડવાના કાવતરાનું રહસ્ય ખુલ્યું! 3 પકડાયા

વૈભવ સૂર્યવંશીને કોઈપણ ભોગે ઈંગ્લેન્ડ સામેની T20I મેચમાં રમાડવો જ જોઈએ: સુનિલ ગાવસ્કર

આયર્લેન્ડ સામે ભારતીય ટીમના પ્રદર્શનથી ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કર બિલકુલ ખુશ નથી. આ બે મેચોની શ્રેણીમાં યજમાન આયર્લેન્ડે ભારતને ...
Sports 
વૈભવ સૂર્યવંશીને કોઈપણ ભોગે ઈંગ્લેન્ડ સામેની T20I મેચમાં રમાડવો જ જોઈએ: સુનિલ ગાવસ્કર

જો ખેડૂતો શાંતિપૂર્વક આંદોલન કરે તો તમારી સરકાર સાંભળતી નથી, તો હવે ખેડૂતોએ શું કરવું?

વીજળીના થાંભલા મુદ્દે ચાલી રહેલા આંદોલન વચ્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ CM ભૂપેન્દ્ર પટેલને લેટર લખીને ખેડૂતોના પ્રશ્નોનો...
Politics 
જો ખેડૂતો શાંતિપૂર્વક આંદોલન કરે તો તમારી સરકાર સાંભળતી નથી, તો હવે ખેડૂતોએ શું કરવું?

'શરીરમાંથી મગજ, હૃદય, ફેફસા બધા અંગ ગાયબ,' વેનેઝુએલામાં મૃત્યુ પામેલા રાકેશ અંગ ક્યાં ગયા?

મે 2026માં, જ્યારે વેનેઝુએલાથી સમાચાર આવ્યા કે 33 વર્ષીય ભારતીય નાવિક રાકેશ ચૌહાણનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે...
National 
'શરીરમાંથી મગજ, હૃદય, ફેફસા બધા અંગ ગાયબ,' વેનેઝુએલામાં મૃત્યુ પામેલા રાકેશ અંગ ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.