બીજી T20માં આવી હોય શકે છે ભારતની પ્લેઇંગ XI, આ ખેલાડીની થઈ શકે છે એન્ટ્રી

PC: BCCI

વન-ડે સીરિઝમાં 3-0થી ક્લીન સ્વીપ થયા બાદ ન્યૂઝીલેન્ડે T20 ક્રિકેટમાં શાનદાર શરૂઆત કરી છે. રાંચીમાં રમાયેલી પહેલી T20માં જીત હાંસલ કરીને ન્યૂઝીલેન્ડે 1-0ની લીડ બનાવી લીધી છે. પહેલી T20 મેચમાં વૉશિંગટન સુંદરને છોડીને ભારતીય ટીમના બોલરો અને બેટ્સમેનોનું પ્રદર્શન ખરાબ રહ્યું. બીજી મેચ લખનૌમાં રમાવાની છે. હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી ટીમ કેટલાક બદલાવ કરી શકે છે. ભારતીય ટીમના ટોપ ઓર્ડરની વાત કરીએ તો ઇશાન કિશન, શુભમન ગિલ અને રાહુલ ત્રિપાઠીનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી.

ઇશાન કિશને શ્રીલંકા વિરુદ્ધ 3 મેચોમાં 40 રન બનાવ્યા હતા અને રાંચીમાં તે માત્ર 4 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. શુભમન ગિલ અને રાહુલ ત્રિપાઠીએ શ્રીલંકા વિરુદ્ધની સીરિઝમાં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ બંને અત્યાર સુધી સંઘર્ષ કરતા નજરે પડ્યા છે. લખનૌમાં રમાનારી બીજી T20 મેચમાં પૃથ્વી શૉને ચાંસ મળી શકે છે. રાહુલ ત્રિપાઠીને ડ્રોપ કરી શકાય છે. જો પૃથ્વી શૉને ચાંસ મળે છે, તો તે 18 મહિના બાદ ભારતીય ટીમમાં રમતો નજરે પડશે. તેણે શ્રીલંકા વિરુદ્ધ જુલાઇ 2021માં પોતાની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ રમી હતી.

તે T20માં તેની ડેબ્યૂ મેચ હતી. વિકેટકીપિંગના કારણે ઇશાન કિશનને ડ્રોપ કરવો મુશ્કેલ છે. શુભમન ગિલને લઈને હાર્દિક પંડ્યા પહેલા જ કહી ચૂક્યો છે કે, તેને જરૂરી ચાંસ આપવામાં આવશે. ભારતીય ટીમમાં બીજો બદલાવ બોલિંગમાં થઈ શકે છે. અર્શદીપની જગ્યાએ મુકેશ કુમારને ચાંસ મળી શકે છે. ઘરેલુ ક્રિકેટમાં બંગાળ માટે શાનદાર પ્રદર્શન કરનાર આ ખેલાડીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023) પહેલા ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સ (DC)એ 5.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અર્શદીપ સિંહ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પહેલી T20માં લાઇન લેન્થ હાંસલ કરવામાં ઝઝૂમતો નજરે પડ્યો. નો બૉલવાળી સમસ્યા હજુ દૂર થઈ શકી નથી. તેણે 20મી ઓવરમાં 27 રન આપ્યા, જે ભારતીય ટીમ માટે મોંઘા સાબિત થયા.

બીજી T20 મેચ માટે ભારતીય ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન:

ઇશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી. પૃથ્વી શૉ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વૉશિંગટન સુંદર, દીપક હુડા, શિવમ માવી, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ/મુકેશ કુમાર, ઉમરાન મલિક.

બીજી T20 મેચ માટે ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન:

ફિન એલન, ડેવોન કોનવે (વિકેટકીપર), માર્ક ચેપમેન, ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, મિચેલ સેન્ટર (કેપ્ટન), માઇકલ બ્રેસવેલ, જેકબ ડફી, ઇશ સોઢી, લોકી ફોર્ગ્યૂસન, બ્લેયર ટિકનર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp