બહારના દેશમાં પણ પાકિસ્તાન સાથે ટેસ્ટ રમાડવા તૈયાર નથી BCCI

PC: cricfit.com

ઓસ્ટ્રેલિયાના ભારત- પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચ રમાડવાના અરમાનો પર ભારતીય ક્રિક્રેટ કંટ્રોલ બોર્ડે પાણી ફેરવી દીધું છે. જાણવા મળેલી માહિતી મુજબ BCCIએ સ્પષ્ટ જવાબ આપી દીધો છે કે આ સંભવ નથી. જે દેશને પાકિસ્તાન સાથે મેચ રમવાની ઇચ્છા હોય તો તેઓ રમાડે અમારું કોઇ આયોજન નથી.

Board of Control for Cricket in India ( BCCI)ના એક સૂત્રએ ખુલાસો કર્યો છે કે બોર્ડે મેલબોર્નમાં યોજાનારી ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચનો અસ્વીકાર કર્યો છે. ભારતીય ક્રિક્રેટ કંટ્રોલ બોર્ડ ના એક સૂત્રએ ANIને જણાવ્યું કે, ભવિષ્યમાં અથવા કોઈપણ દેશમાં ભારત અને પાકિસ્તાનની ટેસ્ટ સીરિઝ માટે આવી કોઈ યોજના નથી, જો કોઈને આવી ઈચ્છા હોય, તો તે તેમના સુધી સિમિત રાખે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા બોર્ડે ટેસ્ટ મેચોના આયોજનમાં રસ દાખવ્યો છે. મેલબોર્ન ક્રિકેટ ક્લબ (MCC)ના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટુઅર્ટ ફોક્સે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) પાસેથી મેલબોર્નમાં ટેસ્ટનું આયોજન કરવા અંગે પૂછપરછ કર્યા બાદ આ રિપોર્ટ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને મોકલ્યો હતો.

ESPNcricinfoના કહેવા મુજબ, MCC ચીફ એક્ઝિક્યુટિવ સ્ટુઅર્ટ ફોક્સે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટના ચોથા દિવસે SEN રેડિયો પર વાત કરી હતી. તે દરમિયાન જણાવ્યું હતું કે ક્લબ તેમજ વિક્ટોરિયન સરકારે ભારત અને પાકિસ્તાન ટેસ્ટની યજમાની અંગે CA સાથે પૂછપરછ કરી હતી.

નોંધનીય છે કે કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચ રમ્યાને ઘણો સમય થઈ ગયો છે. બંને દેશોએ 2007થી ટેસ્ટ ક્રિકેટ રમી નથી. ઓક્ટોબરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ 2022 ની મેચની સફળતા બાદ, મેલબોર્ન ક્રિકેટ ક્લબ અને વિક્ટોરિયન સરકારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) ને ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચની શ્રેણીની યજમાની અંગે અનૌપચારિક પૂછપરછ કરી છે.

વર્ષ 2023 અને 2027 વચ્ચે ફ્યુચર ટૂર પ્રોગ્રામ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું ન હતું. પાકિસ્તાન આવતા વર્ષે એશિયા કપની યજમાની કરવાનું છે અને ODI વર્લ્ડ કપ ભારતમાં યોજાશે. હાલમાં આ બંને ટૂર્નામેન્ટને લઈને બંને દેશના બોર્ડ વચ્ચે વિવાદ  છેડાયેલો છે.

 ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા સમયથી રાજકીય સંબંધો વણસેલા છે અને પાકિસ્તાન હંમેશાં ભારત પર કાદવ ઉછાળતું રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp