બોલિંગ કોચે જણાવ્યું મોહમ્મદ શમીને કેમ દરેક પ્લેઇંગ XIમા નથી મળી રહી જગ્યા

PC: insidesport.in

એશિયા કપ 2023માં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ધમાકેદાર અંદાજમાં ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતે સુપર-4ની પહેલી મેચમાં પાકિસ્તાનને 228 રનોથી હરાવી દીધી હતી. ત્યારબાદ શ્રીલંકાને 41 રનોથી હરાવી. એશિયા કપ 2023માં અત્યાર સુધી મોહમ્મદ શમીએ માત્ર એક જ મેચ રમી છે. તેને પાકિસ્તાન અને શ્રીલંકા વિરુદ્ધ અવસર મળ્યો નહોતો. મોહમ્મદ શમીને સતત પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો કેમ નથી? તેને લઈને ભારતના બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રેએ મોટું નિવેદન આપ્યું છે.

ભારતીય ટીમના બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રેએ કહ્યું કે, જસપ્રીત બુમરાહની વાપસીથી તેની ફાસ્ટ બોલિંગ મજબૂત થઈ છે અને આગામી મહિનાના વર્લ્ડ કપ અગાઉ તે પૂરી રીતે ફિટ 4 ફાસ્ટ બોલર હોવા ટીમ માટે શાનદાર છે. જસપ્રીત બૂમરાહે હાલના આયરલેન્ડના પ્રવાસ પર લાંબા સમય બાદ ઇજાથી વાપસી કરી અને પછી હાલના એશિયા કપ દરમિયાન પણ પોતાની બોલિંગથી પ્રભાવિત કર્યા. પારસ મ્હામ્બ્રેએ બાંગ્લાદેશ વિરુદ્ધ થનારી ભારતની અંતિમ સુપર-4 મેચ અગાઉ કહ્યું કે, અમને નેશનલ ક્રિકેટ અકાદમી (NCA)થી જ જસપ્રીત બુમરાહની પ્રગતિ દેખાઈ રહી છે અને તેના રિપોર્ટથી ખુશ છીએ.

બોલિંગ કોચે કહ્યું કે, હવે અમારી પાસે 4 શાનદાર બોલર છે અને એવા  વિકલ્પ હોવા હંમેશાં જ સારું હોય છે. એવી સમસ્યા હોવું સારું છે. ભારતની પહેલી પસંદને ફાસ્ટ બોલિંગ આક્રમણ બૂમરાહ, મોહમ્મદ સિરાજ અને હાર્દિક પંડ્યાનું છે. જેમાં ટીમ મેનેજમેન્ટને મોહમ્મદ શમીને બેન્ચ પર બેસાડવા માટે મજબૂર થવું પડી રહ્યું છે. શમી જેવા બોલરને બહાર રાખવું એટલું સરળ નથી. તેની પાસે જેટલો અનુભવ છે અને તેણે દેશ માટે જે પ્રદર્શન કર્યા છે, તે શાનદાર છે. આ પ્રકારના ખેલાડીને બહાર કરવું ક્યારેય સરળ હોતું નથી. એ મુશ્કેલ હોય છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, અમે જે નિર્ણય લઈએ છીએ, ખેલાડી તેની બાબતે જાણે છે. તેઓ જાણે છે કે આ ટીમના ફાયદા માટે છે. પારસ મ્હામ્બ્રે એ જોઈને ખૂબ ખુશ છે કે હાર્દિક પંડ્યાએ હાલના સમયમાં એક બોલર તરીકે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. તેમણે કહ્યું કે, હાર્દિક જે પ્રકારે આગળ વધી રહ્યો છે, હું તેનાથી ખૂબ ખુશ છું. અમે તેની બોલિંગ જોઈ રહ્યા છીએ અને સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે તે ફિટ રહે. એક વખત જ્યારે 140 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી બોલિંગ કરે છે તો તે અલગ પ્રકારનો બોલર હોય છે. ટીમના પહેલુંથી જોઈએ તો અમારી પાસે એક વિકેટ લેનારો બોલર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp