ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચમાં ભારતીય ટીમથી થઇ મોટી ભૂલ, ICCએ લગાવ્યો દંડ

PC: BCCI

ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 3 મેચોની વન-ડે સીરિઝમાં જીતથી શરૂઆત કરી છે. પહેલી મેચ 18 જાન્યુઆરીના રોજ હૈદરાબાદમાં રમાઇ હતી, જેમાં ભારતીય ટીમે 12 રનોથી રોમાંચક અંદાજમાં જીત હાંસલ કરી. આ મેચમાં શુભમન ગિલે 208 રનોની બેવડી સદીવાળી ઇનિંગ રમી હતી. જો કે, આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માથી એક મોટી ભૂલ થઇ ગઇ. તે સ્લો રેટવાળી ભૂલ રહી એટલે કે ભારતીય ટીમે નિર્ધારિત સમય મુજબ 3 ઓવર ન કરી.

આ જ કારણ રહ્યું કે, હવે આ મેચને લઇને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ભારતીય ટીમ પર દંડ લગાવ્યો છે. સ્લો ઓવર રેટના નિયમ હેઠળ હવે ભારતીય ટીમને મેચ ફીસનો 60 ટકા દંડ આપવો પડશે. ICCની આચાર સંહિતાના અનુચ્છેદ 2.22 હેઠળ ટીમના ખેલાડીઓને દરેક ઓવર માટે 20 ટકા દંડ આપવો પડે છે. જો કે ટીમે 3 ઓવર નિર્ધારિત સમયમાં કરી નહોતી. એવામાં આ દંડ 60 ટકા થઇ જાય છે. અમીરાત ICC એલિટ પેનલના મેચ રેફરી જવગલ શ્રીનાથે જ જણાવ્યું કે ભારતીય ટીમે 3 ઓવર સમય મુજબ કરી નથી.

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. તો તેમાં કોઇ પ્રકારની કોઇ સુનાવણીની જરૂરિયાત નહીં હોય. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પહેલી વન-ડે મેચ ખૂબ જ રોમાંચક રહી. જેમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે સીમિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 349 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 208 રનની શાનદાર ઇનિંગ રમી. તેની બેવડી સદી સિવાય કોઇ ભારતીય બેટ્સમેન 50 રન સુધી પણ ન પહોંચી શક્યા. રોહિત શર્માએ 34 અને સૂર્યકુમાર યાદવે 31 રનોની ઇનિંગ રમી.

ન્યૂઝીલેન્ડ માટે બોલિંગ કરતા શિપલે અને ડેરીલ મિચેલે 2-2, જ્યારે લોકી ફોર્ગ્યૂશન, ટિકનર અને મિચેલ સેન્ટરે 1-1 વિકેટ લીધી હતી. 350 રનોના ટારગેટનો પીછો કરતા ન્યૂઝીલેન્ડની ટીમ 49.2 ઓવરમાં 337 રનો પર સમેટાઇ ગઇ. માઇકલ બ્રેસવેલે 140 રનોની ઇનિંગ રમી, પરંતુ તે પોતાની ન્યૂઝીલેન્ડની ટીમને જીત અપાવી ન શક્યો. ભારત માટે બોલિંગ કરતા મોહમ્મદ સિરાજે 4, કુલદીપ યાદવ અને શાર્દૂલ ઠાકુરે 2-2 જ્યારે મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યાને 1-1 વિકેટ મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp