શું ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે ટેસ્ટ સીરિઝ? આ દેશે મેજબાનીની આપી ઓફર

PC: khabarchhe.com

ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો આ વર્ષે T20 વર્લ્ડ કપમાં સામસામે થઈ હતી. બંને ટીમો વચ્ચે આ મેચ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. એ મેચને જોવા માટે રેકોર્ડ સંખ્યામાં દર્શકો સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. એ મેચની અપાર સફળતા જોઈને મેલબર્ન ક્રિકેટ કલબ (MCC) બંને ટીમો વચ્ચે ટેસ્ટ મેચોની મેજબાની કરવા બાબતે વિચારી રહી છે. MCCનું મેનેજમેન્ટ જોનારા MCC અને વિક્ટોરિયાની સરકારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચોની મેજબાનીને લઈને હાલમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) સાથે વાતચીત કરી છે.

MCCના મુખ્ય કાર્યકારી અધિકારી સ્ટુઅર્ટ ફોકસે ઓક્ટોબરમાં અહીં રમાયેલી T20 વર્લ્ડ કપની મેચની જબરદસ્ત સફળતાને જોતા ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચના આયોજનમાં રસ દેખાડ્યો છે. આ બંને દેશો વચ્ચે રમાયેલી આ મેચમાં 90 હજાર કરતા વધુ દર્શક ઉપસ્થિત હતા. ફોકસે SEN રેડિયોને કહ્યું કે, નિશ્ચિત રૂપે MCGમાં સતત 3 ટેસ્ટ મેચોની આયોજન શાનદાર હશે. દરેક વખત સ્ટેડિયમ ખચાખચ ભરેલું હશે. અમે તેની બાબતે જાણકારી લીધી છે. અમે આ બાબતે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે વાત કરી છે.

તેમણે કહ્યું કે, હું જાણું છું કે (વિક્ટોરિયા) સરકારે પણ એમ કર્યું છે. હું જાણું છું કે, વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે તે ખૂબ જટિલ છે એટલે મારું માનવું છે કે સંભવતઃ તે ખૂબ મોટો પડકાર છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ બાબતે ICC સાથે વાત કરવી જોઈએ. મને આશા છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ બાબતે ICC સાથે વાત કરતું રહેશે અને તેના પર ભાર આપતું રહેશે. જ્યારે તમે આખી દુનિયામાં ઘણા સ્ટેડિયમોને ખાલી જુઓ છો તો એવામાં મને લાગે છે કે ખચાખચ ભરેલુ સ્ટેડિયમ અને ત્યાંનો માહોલ રમત માટે સારો હશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ટેસ્ટ સીરિઝ છેલ્લી વખત વર્ષ 2007માં રમાઈ હતી, ત્યારબાદ તેનો સામનો ICC કે એશિયન ક્રિકેટ પરિષદ (ACC) ટૂર્નામેન્ટમાં જ થયો છે. પાકિસ્તાનને વર્લ્ડ ચેમ્પિયનશિપના આગામી ચક્રમાં MCG પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોક્સિંગ ડે ટેસ્ટ રમવાની છે. ફોકસને આશા છે કે 3 ટેસ્ટ મેચોની સીરિઝની આ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની મેચની જેમ જ સ્ટેડિયામ ખચાખચ ભરેલું હશે.

જે પ્રકારે માહોલ ભારત અને પાકિસ્તાનની એ મેચમાં હતો, મેં એવો માહોલ MCGમાં પહેલા ક્યારેય જોયો નહોતો. દરેક બૉલ બાદ અવાજ ઉઠાવો અભૂતપૂર્વ હતો. લોકોએ પોતાના પરિવાર અને બાળકો સાથે તેનો પૂરો લુપ્ત ઉઠાવ્યો હતો. રાજનૈતિક કારણોથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા વર્ષોથી દ્વિપક્ષીય સીરિઝ બંધ છે. બંને ટીમો વચ્ચે છેલ્લી વખત વર્ષ 2012માં દ્વિપક્ષીય સીરિઝ રમી હતી. ત્યારે 3 T20 અને 3 મેચોની વન-ડે સીરિઝ રમાઈ હતી. ત્યારબાદ બંને ટીમો ક્યારેય દ્વિપક્ષીય સીરિઝ રમી નથી. જો કે, આ દરમિયાન તેઓ જરૂર ICC ટૂર્નામેન્ટમાં સામસામે રમે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp