વન-ડે સીરિઝમાં વ્હાઇટ વોશ મળ્યા બાદ નિરાશ શ્રીલંકન કેપ્ટને જુઓ શું કહ્યું

PC: BCCI

રવિવારે રમાયેલી વન-ડે સીરિઝની ત્રીજી મેચમાં ભારતીય ટીમે શ્રીલંકન ટીમને 317 રનના મોટા અંતરથી હરાવી દીધી હતી. આ પ્રકારે ભારતીય ટીમે 3 વન-ડે મેચોની સીરિઝ 3-0થી પોતાના નામે કરી દીધી. આ મેચમાં શ્રીલંકન ટીમને જીત માટે 391 રનનું વિશાળ લક્ષ્ય મળ્યું હતું, પરંતુ દાસુન શનાકાની ટીમ 22 ઓવરમાં માત્ર 73 રનો પર જ સમેટાઇ ગઇ હતી. શ્રીલંકા માટે ઓપનર નુવાનિદૂ ફર્નાન્ડોએ સૌથી વધુ 19 રન બનાવ્યા. એ સિવાય મોટા ભાગના ખેલાડી ડબલ ડિજિટના આંકડા સુધી પહોંચવામાં પણ નિષ્ફળ રહ્યા.

તો આ હારથી નિરાશ શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકાએ કહ્યું કે, આ પ્રકારની હાર ખૂબ નિરાશાજનક છે. અમે ટીમ તરીકે આ પ્રકારની મેચ નથી ઇચ્છતા, પરંતુ ક્યારેક-ક્યારેક એમ થાય છે. અમારા બોલરો સિવાય બેટ્સમેનોએ પણ શીખવું પડશે. અમારા ખેલાડીઓએ શીખવું પડશે કે આ પ્રકારની વિકેટ પર કઇ રીતે આઉટ કરી શકાય અને કયા પ્રકારે રન બનાવી શકાય છે. એ સિવાય બંડારા અને વેન્ડરસેની ઇજા પર દાસુન શનાકાએ કહ્યું કે, તેને હાલમાં કોઇ આઇડિયા નથી.

દાસુન શનાકાએ કહ્યું કે, પોઝિટિવ ક્રિકેટ રમવી ખૂબ મહત્ત્વની છે. જો કે, દાસુન શનાકાએ સારી ક્રિકેટ માટે ભારતીય ટીમના વખાણ કર્યા. તેણે કહ્યું કે, ભારતીય ટીમે જે પ્રકારની ક્રિકેટ રમી, અમે તેને શુભેચ્છા પાઠવીએ છીએ. ઐતિહાસિક જીત બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, આ એક એવી સીરિઝ હતી, જેમાં ભારતીય બેટ્સમેનોએ રન બનાવ્યા અને બોલરોએ સારી બોલિંગ કરી. આખી સીરિઝ દરમિયાન બેટ્સમેનોએ રન બનાવ્યાં, એ જોવું સારું રહ્યું. છેલ્લા કેટલાક વર્ષોમાં અમે મોહમ્મદ સિરાજને આગળ વધતા અને સારું કરતા જોયો છે.

અમે સિરાજને 5 વિકેટ લેવામાં મદદ કરવા માટે દરેક પ્રકારનો પ્રયત્ન કર્યો, પરંતુ તે ન લઇ શક્યો. તે શાનદાર બોલિંગ કરી રહ્યો છે. સિરાજ શાનદાર બોલર છે.  મેચની વાત કરીએ તો ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા વિરાટ કોહલીના નોટઆઉટ 166 રન અને શુભમન ગિલ 116 રનની મદદથી સીમિત 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 390 રન બનાવ્યા હતા, 391 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમ 22 ઓવરમાં 73 રન પર જ સમેટાઇ ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp