શ્રીલંકા સીરિઝ માટે T20મા પંડ્યા અને વનડેમાં રોહિત કેપ્ટન, પંતની છૂટ્ટી, જુઓ ટીમ

PC: hindi.thequint.com

શ્રીલંકા સામે થનારી T20 અને વન-ડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. BCCI દ્વારા મંગળવારે મોડી રાત્રે આની જાહેરાત કરવામાં આવી છે. હાર્દિક પંડ્યાને T20 સીરિઝ માટે ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે વન-ડે સીરિઝ માટે રોહિત શર્મા ટીમની કમાન સંભાળશે. T20 સીરિઝમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલને આરામ આપવામાં આવ્યો છે.

T-20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયા

હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સૈમસન, વાશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમાર

તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશ પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓને T20 સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે. કેપ્ટન રોહિત શર્મા હજુ અંગૂઠાની ઈજામાંથી સાજો થયો નથી, આથી તે સીધો જ વન-ડે સીરિઝમાં વાપસી કરશે. આ સિવાય વિરાટ કોહલીને બ્રેક મળ્યો છે, જ્યારે કેએલ રાહુલે પણ લગ્ન માટે બ્રેક લીધો છે.

T20 ટીમમાં કેટલાક આશ્ચર્યજનક નિર્ણયો પણ જોવા મળી રહ્યા છે, જેમાં સૂર્યકુમાર યાદવને તેના પ્રદર્શનનું ઈનામ મળ્યું છે અને તેને ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. જ્યારે શિવમ માવી, મુકેશ કુમારને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે.

વન-ડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયાઃ

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઈશાન કિશન, વાશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ

વન-ડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો તમામ સિનિયર ખેલાડીઓ આ ટીમનો ભાગ છે, કારણ કે ટીમ ઈન્ડિયા વન-ડે વર્લ્ડ કપની તૈયારીમાં વ્યસ્ત છે. પરંતુ અહીં સૌથી મોટા સમાચાર એ છે કે ટીમ ઈન્ડિયાએ ઋષભ પંતને ફરી એકવાર તક આપી નથી. વન-ડે ટીમ માંથી તેને બહાર કરી દેવામાં આવ્યો છે અને હવે ફરી એકવાર કુલચા એટલે કે કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલની જોડી પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

શ્રીલંકાનો ભારત પ્રવાસઃ

• પ્રથમ T20: 3 જાન્યુઆરી, મુંબઈ
• બીજી T20: 5 જાન્યુઆરી, પુણે
• ત્રીજી T20: 7 જાન્યુઆરી, રાજકોટ

• પહેલી વન-ડે: 10 જાન્યુઆરી, ગુવાહાટી
• બીજી વન-ડે: 12 જાન્યુઆરી, કોલકાતા
• ત્રીજી વન-ડે: 15 જાન્યુઆરી, તિરુવનંતપુરમ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp