ભારતીય ટીમ બની સિક્સર કિંગ, કોઈ ટીમ એવું કરી શકી નથી, બન્યા 10 અનોખા રેકોર્ડ

PC: bcci.tv

ભારતીય ટીમે 3 મેચોની વન-ડે સીરિઝની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 99 રને હરાવી દીધું. આ મેચ ઈન્દોરમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે જીત હાંસલ કરવા સાથે જ સીરિઝ પર પણ 2-0 થી કબજો કરી લીધો. આ મેચમાં જીત સાથે ભારતીય ટીમે કેટલાક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યા. આ મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 5 વિકેટ ગુમાવીને 399 રનનો મોટો સ્કોર બનાવ્યો. પરંતુ વરસાદના કારણે ઓસ્ટ્રેલિયાને 33 ઓવરમાં 317 રનોનો ટારગેટ મળ્યો હતો. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ 217 રન પર જ સમેટાઇ ગઈ અને મેચ સાથે જ સીરિઝ ગુમાવી દીધી. ચાલો તો આ મેચમાં બનેલા 10 ઐતિહાસિક અને ગજબના રેકોર્ડ્સ બાબતે જાણીએ.

પહેલો રેકોર્ડ તો એ છે કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડે ક્રિકેટમાં ભારતીય ટીમનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. ટીમે 5 વિકેટ ગુમાવીને 399 રન બનાવ્યા. આ અગાઉ ભારતીય ટીમે નવેમ્બર 2013માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 6 વિકેટ પર 383 રન બનાવ્યા હતા. ત્યારે એ મેચ બેંગ્લોરમાં રમાઈ હતી. એ સિવાય ભારતીય ટીમે વન-ડે ઇન્ટરનેશનલમાં 3000 સિક્સ લગાવનરી પહેલી ટીમ બની ગઈ છે.

વન-ડે ઇન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સ લગાવનરી ટીમ:

ભારત: 3007 સિક્સ

વેસ્ટ ઈન્ડીઝ: 2953 સિક્સ

પાકિસ્તાન 2566 સિક્સ

ઓસ્ટ્રેલિયા: 2485 સિક્સ

ન્યૂઝીલેન્ડ: 2387

ભારત વિરુદ્ધ વન-ડેમાં સૌથી મોંઘા બોલર:

0/106- નુવાન પ્રદીપ (શ્રીલંકા), મોહાલી, 2017

0/105- ટિમ સાઉદી (ન્યૂઝીલેન્ડ, ક્રાઇસ્ટચર્ચ. 2009

2/103- કેમરન ગ્રીન (ઓસ્ટ્રેલિયા), ઈન્દોર, 2023

3/100- જેકબ ડફી (ન્યૂઝીલેન્ડ), ઈન્દોર, 2023

કોઈ મેચમાં વન-ડે મેચમાં સૌથી મોંઘા ઓસ્ટ્રેલિયન બોલર:

0/113- મિક લુઇક વર્સિસ દક્ષિણ આફ્રિકા, 2006

0/113- એડમ જમ્પા વર્સિસ દક્ષિણ આફ્રિકા 2023

2/103- કેમરન ગ્રીન વર્સિસ ભારત, 2023

0/100- એન્ડ્ર્યુ ટ્રાય વર્સિસ ઈંગ્લેન્ડ, 2018

3/92- ઝાય રિચર્ડસન, 2018

કોઈ એક વેન્યૂ પર હાર્યા વિના સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ:

9- ન્યૂઝીલેન્ડ, યુનિવર્સિટી ઓવલ, ડુનેડિન

8- પાકિસ્તાન: ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ, બોલાવાયો (1 NR)

7- પાકિસ્તાન: નિયાજ સ્ટેડિયમ, હૈદરાબાદ (પાકિસ્તાન)

7- ભારત- હોલ્કર સ્ટેડિયમ, ઈન્દોર

કોઈ એક ટીમ વિરુદ્ધ ભારતીય ખેલાડીઓની સૌથી વધુ વિકેટ:

144- અશ્વિન વર્સિસ ઓસ્ટ્રેલિયા

142- અનિલ કુંબલે વર્સિસ ઓસ્ટ્રેલિયા

141 કપિલ દેવ વર્સિસ પાકિસ્તાન

135- અનિલ કુંબલે વર્સિસ પાકિસ્તાન

132-કપિલ દેવ વર્સિસ વેસ્ટ ઈન્ડીઝ

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડેમાં સૌથી મોટો સ્કોર

481/6- ઈંગ્લેન્ડ, નોટિંઘમ, 2018

438/9 દક્ષિણ આફ્રિકા, જોહાનિસબર્ગ, 2006

416/5 દક્ષિણ આફ્રિકા, સેન્ચુરિયન, 2023

399/5 ભારત, ઈન્દોર, 2023

383/6 ભારત, બેંગ્લોર, 2013

એક વન-ડેમાં ભારતીય ટીમના સૌથી વધુ સિક્સ

19 વર્સિસ ઓસ્ટ્રેલિયા, બેંગ્લોર, 2013

19 વર્સિસ ન્યૂઝીલેન્ડ, ઈન્દોર, 2023

18 વર્સિસ બરમૂડા, પોર્ટ ઓફ સ્પેન, 2007

18 વર્સિસ ન્યૂઝીલેન્ડ, ક્રાઇસ્ટચર્ચ 2009

18 વર્સિસ ઓસ્ટ્રેલિયા, ઈન્દોર, 2023

એક વર્ષમાં 5 સદી લગાવનારા ભારતીય ખેલાડી:

વિરાટ કોહલી (વર્ષ 2012, 2017, 2018, 2019)

રોહિત શર્મા (વર્ષ 2017, 2018, 2019)

સચિન તેંદુલકર (વર્ષ 1996, 1998)

રાહુલ દ્રવિડ (વર્ષ 1999)

સૌરવ ગાંગુલી (વર્ષ 2000)

શિખર ધવન (વર્ષ 2013)

શુભમન ગિલ (વર્ષ 2023)

25 વર્ષથી ઓછી ઉંમરમાં એક વર્ષમાં 5 સદી લગાવનાર ખેલાડી:

સચિન તેંદુલકર, 1996

ગ્રીમ સ્મિથ, 2005

ઉપુલ થરંગા, 2006 (સૌથી યુવા)

વિરાટ કોહલી, 2012

શુભમન ગિલ, 2023.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp