કોહલીએ કર્યો ડાન્સ, રોહિત-સૂર્યાએ ઉડાવ્યો ગુલાલ, જુઓ ટીમનો હોળી રમતો Video

PC: amarujala.com

ટીમ ઈન્ડિયા પણ હોળીના રંગમાં રંગાયેલી છે. ભારતીય ખેલાડીઓએ મંગળવારે પ્રેક્ટિસ સેશન બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી હોટેલ પાછા આવતી વખતે હોળી રમી. સેલિબ્રેશનનો દોર ટીમ બસમાં ચાલુ રહ્યો. ઓપનર શુભમન ગિલે તેનો વીડિયો પોસ્ટ કર્યો છે. શુભમન ગિલે જે વીડિયો શેર કર્યો છે, તેમા ગિલની પાછળ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ડાન્સ કરતો દેખાઈ રહ્યો છે. તેની પાછળ કેપ્ટન રોહિત શર્મા પણ દેખાઈ રહ્યો છે, જેણે ગિલને વીડિયો બનાવતા જોઈ તેના પર ગુલાલ ઉડાડ્યો. ટીમના બાકી ખેલાડી પણ બસમાં જ એકબીજા પર ગુલાલ ઉડાડતા દેખાઈ રહ્યા છે. ટીમ બસમાં હોળી રમ્યા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ હોટેલમાં પણ હોળી રમી. તમામ ખેલાડી ડ્રાય કલર્સથી હોળી રમતા દેખાયા. ડ્રેસિંગ રૂમમાં હોળી રમ્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશનનો ફોટો પણ સામે આવ્યો છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ટેસ્ટ સીરિઝની ચોથી ટેસ્ટ મેચ ગુરુવારે રમવામાં આવશે. બંને જ ટીમો સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહી છે. સીરિઝની શરૂઆતી 2 મેચ જીતીને ભારત સીરિઝમાં 2-1થી આગળ છે. ઓસ્ટ્રેલિયાએ ઈન્દોરમાં છેલ્લી ટેસ્ટ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Ishan Kishan (@ishankishan23)

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પણ બંને દેશોની વચ્ચે ટેસ્ટ મેચ જોવા માટે હાજરી આપશે. ઓસ્ટ્રેલિયાના PM એન્થની એલ્બનીઝ ટૂંક સમયમાં જ ભારત પહોંચશે, તેમજ ભારતના PM નરેન્દ્ર મોદી મેચના દિવસે જ અમદાવાદ જશે. અમદાવાદનું ક્રિકેટ સ્ટેડિયમ દુનિયામાં સૌથી મોટું સ્ટેડિયમ છે. તે દુનિયામાં સૌથી વધુ દર્શક ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ છે. અહીં એક લાખ 32 હજાર દર્શક એકસાથે બેસીને મેચનો આનંદ લઈ શકે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Team India (@indiancricketteam)

ભારતમાં છેલ્લાં કેટલાક વર્ષોમાં જેટલી પણ ટેસ્ટ મેચ રમાઈ છે, તેમા મોટાભાગની મેચ આવી જ પિચો પર રમાઈ છે. સવાલ ઉઠે છે કે, ભારત પોતાના ઘરમાં આ પ્રકારની પિચો શા માટે બનાવી રહ્યું છે. શું સામાન્ય પિચ પર ટીમને જીત નથી મળી શકતી?

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે. ગુરુવારે શરૂ થનારી આ ટેસ્ટ મેચ પહેલા પિચની તસવીરો સામે આવી છે. પિચ પર ઘાસ દેખાઈ રહ્યું છે અને 2 દિવસ પહેલા જ સતત પાણી પણ નાંખવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp