ભારતીય ટીમની આ ODI સીરિઝ થશે પોસ્ટપોન, BCCI શેડ્યૂલમાં કરશે મોટો બદલાવ

ભારતીય ક્રિકેટ ટીમ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) બાદ હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઇનલની તૈયારીમાં લાગી છે. કેટલાક ખેલાડી અત્યારે પણ IPL ફાઇનલ માટે વ્યસ્ત છે અને ત્યારબાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમવા જશે અને ત્યારબાદ વર્લ્ડ કપ સુધી ભારતીય ટીમનું શેડ્યૂલ ખૂબ વ્યસ્ત પણ છે. વર્લ્ડ કપની તૈયારીના હિસાબે ટીમે ઘણી વન-ડે સીરિઝ રમવાની છે. આ દરમિયાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ બાદ થનારી એક સીરિઝના શેડ્યૂલમાં બદલાવ કરતા તેને કેન્સલ કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.
એટલે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ બાદ સુધી ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડીઝનો જ પ્રવાસ કરશે. ત્યાં એક મહિના સુધી ટીમ વન-ડે, ટેસ્ટ અને T20 ત્રણેય સીરિઝ રમવાની છે. PTIના ઈનપુટ મુજબ, શનિવારે 27 મેના રોજ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ની સ્પેશિયલ જનરલ મીટિંગ (SGM)નું આયોજન થયું હતું. આ મીટિંગ બાદ જે સમાચાર સામે આવી રહ્યા છે તે એ છે કે જુલાઈમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે થનારી વન-ડે સીરિઝ હવે પોસ્ટપોન કરી દેવામાં આવી છે.
તો એવી પણ જાણકારી મળી છે કે, હવે આ સીરિઝ જુલાઈની જગ્યાએ સપ્ટેમ્બરમાં વર્લ્ડ કપથી બરાબર પહેલા થશે. હવે સવાલ એ છે કે પહેલાંની જાણકારી મુજબ ઓસ્ટ્રેલિયન ટીમને વર્લ્ડ કપ અગાઉ ભારતનો પ્રવાસ કરવાનો હતો. હવે જો સપ્ટેમ્બરમાં આ બંને સીરિઝ થશે તો શું એશિયા કપ રદ્દ થઈ ગયો છે? હાલમાં અત્યારે બધી અટકળો જ છે. 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ શરૂ થવાની સંભવિત તારીખ પહેલા સામે આવી હતી.
શું છે ભારતીય ટીમનું શેડ્યૂલ?
7 જૂનથી 11 જૂન સુધી લંડનમાં થનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ બાદ ભારતીય ટીમને અફઘાનિસ્તાન સાથે સીરિઝ રમવાની હતી, પરંતુ હાલમાં જ એવી જાણકારીઓ સામે આવી હતી કે તેના પર સંકટના વાદળ છે. હવે BCCIની સ્પેશિયલ જનરલ મીટિંગ બાદ જે સમાચાર સામે આવ્યા છે એ મુજબ આ સીરિઝ હવે સપ્ટેમ્બરમાં થશે. હાલમાં ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ બાદ સંભવતઃ 12 જુલાઈથી 13 ઑગસ્ટ સુધી વેસ્ટ ઈન્ડીઝમાં 2 ટેસ્ટ, 3 વન-ડે અને 5 T20 મેચોની સીરિઝ રમવાની છે.
ત્યારબાદ ટીમે આયરલેન્ડનો પ્રવાસ કરવાનો છે. જ્યાં એક નાની સીરિઝ રમાશે. ત્યારબાદ એશિયા કપ 2023 (વન-ડે) પછી ઓસ્ટ્રેલિયા સીરિઝ અને ત્યારબાદ અફઘાનિસ્તાન સીરિઝ પણ થઈ શકે છે. એવું શેડ્યૂલ ગત જાણકારીઓ બાદ સામે આવ્યું હતું. હવે જોવાનું એ રહેશે કે BCCI તરફથી તેના પર પૂરતી અને સ્પષ્ટ જાણકારી શું આવે છે.
ભારતીય ટીમનું વર્ષ 2023નું પ્રસ્તાવિત શેડ્યૂલ (ગત જાણકારીઓ મુજબ)
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વર્સિસ ઓસ્ટ્રેલિયા: 7-11 જૂન (12 જૂન રિઝર્વ ડે)
3 વન-ડે મેચ વર્સિસ અફઘાનિસ્તાન: જૂન (અત્યારની જાણકારી મુજબ સપ્ટેમ્બરમાં થવાના સમાચાર છે)
3 વન-ડે, 2 ટેસ્ટ અને પાંચ T20 ઇન્ટરનેશનલ મેચોની સીરિઝ વર્સિસ વેસ્ટ ઈન્ડીઝ: જુલાઇ-ઑગસ્ટ (12 જુલાઈથી 13 ઑગસ્ટ સુધી).
3 T20 ઇન્ટરનેશનલ મેચ વર્સિસ આયરલેન્ડ: ઑગસ્ટ.
વન-ડે એશિયા કપ 2023: સપ્ટેમ્બર.
3 વન-ડે વર્સિસ ઓસ્ટ્રેલિયા: સપ્ટેમ્બર.
વન-ડે વર્લ્ડ કપ 2023: ઓક્ટોબરથી નવેમ્બર સુધી.
5 T20 ઇન્ટરનેશનલ વર્સિસ ઓસ્ટ્રેલિયા: નવેમ્બરથી ડિસેમ્બર.
2 ટેસ્ટ વર્સિસ દક્ષિણ આફ્રિકા: ડિસેમ્બર.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp