ભારતની જીત છતા આ ખેલાડી પર ગુસ્સે થયા વેંકટેશ પ્રસાદ, બોલ્યા-તેનાથી તો ગિલ..

PC: timesnownews.com

ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદે કે.એલ. રાહુલના ખરાબ ફોર્મ અને ટેસ્ટ ક્રિકેટમાં આપવામાં આવી રહેલા ચાંસ પર સવાલ ઉઠાવ્યા. તેમણે ટ્વીટ કરતા લખ્યું કે, કે.એલ. રાહુલની પ્રતિભા અને ક્ષમતા માટે મારા મનમાં ખૂબ સન્માન છે પરંતુ દુઃખની વાત છે કે તેમાં પ્રદર્શન ખૂબ નિરાશાજનક રહ્યું છે. 46 ટેસ્ટ અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 8 વર્ષથી વધારે રહ્યા બાદ 34ની ટેસ્ટ એવરેજ સાધારણ છે. ભારતીય ટીમે નાગપુરમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એકતરફી જીત હાંસલ કરી લીધી.

ભારતે એક ઇનિંગ અને 132 રનોથી મેચ જીતી. આ જીત છતા દેશના પૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદ નારાજ છે. વેંકટેશ પ્રસાદે કે.એલ. રાહુલના પ્રદર્શન અને તેને આપવામાં આવતા ચાન્સ પર સવાલ ઉઠાવ્યા. વેંકટેશ પ્રસાદે એક બાદ એક કેટલીક ટ્વીટ કરીને ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન કે.એલ. રાહુલના ટીમમાં રહેવા પર સવાલ ઊભા કરી દીધા. કે.એલ. રાહુલે પહેલી ટેસ્ટ મેચમાં નિરાશાજનક પ્રદર્શન કરતા પહેલી ઇનિંગમાં માત્ર 20 રન બનાવાયા હતા. વેંકટેશ પ્રસાદે ટ્વીટ કરતા કહ્યું કે, ઘણા લોકો એવા ચાંસ આપવામાં આવ્યા છે.

ખાસ ત્યારે જ્યારે ટોપ ફોર્મમાં ઘણા બધા ખેલાડી ચાંસ મેળવવ માટે રાહ જોઈ રહ્યા છે. શુભમન ગિલ શાનદાર ફોર્મમાં છે, સરફરાઝ ઘરેલુ ક્રિકેટં શાનદાર રન બનાવી રહ્યો છે અને કેટલાક એવા ખેલાડી છે જે કે.એલ. રાહુલ પહેલા ચાન્સના હકદાર છે. કે.એલ. રાહુલથી અનેક ગણા સારા મયંક અગ્રવાલ અને હનુમા વિહારી છે. વેંકટેશ પ્રસાદે લખ્યું કે, તેનાથી પણ ખરાબ છે કે રાહુલને ઉપકેપ્ટન બનાવી દીધો. જો અશ્વિન પણ નહીં તો પૂજારા અને જાડેજાને આ ભૂમિકા આપવી જોઈતી હતી.

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ 4 મેચોની ટેસ્ટ સીરિઝમાં 1-0થી આગળ છે. સીરિઝની બીજી મેચ દિલ્હીમાં રમવાની છે.  જો મેચની વાત કરીએ તો ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયા ટીમ માત્ર 177 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી, જવાબમાં ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં 400 રનનો સ્કોર બનાવી લીધો જેના કારણે ભારતને 223 રનની લીડ મળી, પરંતુ બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમ રવિચંદ્રન અશ્વિન અને જાડેજા સામે વિવશ દેખાઈ, તે માત્ર 91 રન બનાવીને જ ઓલઆઉટ થઈ ગઈ. અને ભારતીય ટીમે 3 જ દિવસમાં ટેસ્ટ મેચ પોતાના નામે કરી લીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp