ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચમાં બન્યો આ અનોખો રેકોર્ડ, 146 વર્ષમાં પહેલી વખત..

ઓસ્ટ્રેલિયન ટીમ હાલમાં ભારતમાં છે અને ટેસ્ટ સીરિઝ રમી રહી છે. આજથી બંને ટીમો બીજી ટેસ્ટ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમી રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટેસ્ટ ક્રિકેટની શરૂઆત વર્ષ 1877માં થઈ હતી, પરંતુ આ મેચમાં એવું કંઈક જોવા મળ્યું છે જે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આ પહેલા પહેલા ક્યારેય પણ જોવા મળ્યું નથી. ઓસ્ટ્રેલિયન ટીમ પહેલી ટેસ્ટ મેચમાં એક ઇનિંગ અને 132 રનથી હારી ગઈ હતી.

આ મેચમાં ભારતીય સ્પિનર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. એવામાં ઓસ્ટ્રેલિયન ટીમ બીજી ટેસ્ટ મેચમાં માત્ર એક ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતરી છે. આ ફાસ્ટ બોલર કોઈ બીજું નહીં, પરંતુ કેપ્ટન પેટ કમિન્સ છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 146 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં એ પહેલો વખત છે, જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 1 ફાસ્ટ બોલર સાથે મેચ રમી રહી છે. બંને ટીમ વચ્ચે રમાઈ રહેલી આ મેચમાં કેપ્ટન પેટ કમિન્સે 4 સ્પિનર્સને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યા છે. નાથન લાયન, ટોડ મર્ફી અને મેથ્યૂ કુહ્નેમેન સ્પિનર તરીકે ટીમનો હિસ્સો બન્યા છે. તો ટ્રેવિસ હેડ પણ સ્પિન કરી શકે છે.

મેથ્યુ કુહ્નેમેનની આ પહેલી ટેસ્ટ મેચ છે. તેણે મિચેલ સ્વેપ્સનની જગ્યાએ ઓસ્ટ્રેલિયન ટીમના સ્ક્વોડમાં જગ્યા મળી છે. ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં સ્પિનર તરીકે રવિચન્દ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને સામેલ કર્યા છે. તો ફાસ્ટ બોલર તરીકે મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ ટીમનો હિસ્સો છે. જો મેચ વાત કરીએ તો ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 59 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 199 રન બનાવી ચૂકી છે. ભારત તરફથી બોલિંગ કરતા અત્યાર સુધીમાં રવિચંદ્રન અશ્વિનને સૌથી વધુ 2 જ્યારે મોહમ્મદ શમીને 2 જ્યારે રવીન્દ્ર જાડેજાને 1 વિકેટ મળી છે.

બીજી ટેસ્ટ મેચમાં ભારતની પ્લેઇંગ ઇલેવન:

રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ. રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, રવીન્દ્ર જાડેજા, શ્રીકર ભરત, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.

બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન પ્લેઇંગ ઇલેવન:

ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુસેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, પીટર હેન્ડ્સકોમ્બ, એલેક્સ કેરી, પેટ કમિન્સ (કેપ્ટન), ટોડ મર્ફી, નાથન લાયન, મેથ્યુ કુહ્નેમેન.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.