ભારત-પાકિસ્તાન વચ્ચે ગુજરાતમાં થઈ શકે છે વર્લ્ડ કપ મેચ

PC: cricketaddictor.com

ICC વન-ડે વર્લ્ડ કપ 2023નું આયોજન ભારતમાં થવાનું છે. તે આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાઈ થઈ શકે છે. વર્લ્ડ કપને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ અમદાવાદના નરેન્દ્ર મો સ્ટેડિયમમાં રમાઈ શકે છે. રિપોર્ટ્સ મુજબ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અમદાવાદના વેન્યૂ પર મહોર લગાવવાનું છે. જો કે, તેને લઈને અત્યાર સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી વન-ડે મેચ વર્લ્ડ કપ 2019માં રમાઈ હતી. ત્યારબાદ વન-ડે ફોર્મેટમાં બંને ટીમો સામસામે રમી નથી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી મેચોની આખા વિશ્વના ફેન્સ રાહ જોતા હોય છે. હવે આ બંને જ ટીમો વર્લ્ડ કપમાં સામસામે થશે. એક અંગ્રેજી અખબારમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયામાં રમાઈ શકે છે. આ સ્ટેડિયમમાં 1 લાખ દર્શકો બેસી શકે છે. BCCI ભારતીય ટીમના મેનેજમેન્ટ સાથે તેને લઈને વાતચીત કરશે. રિપોર્ટ્સ મુજબ, વન-ડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થઈ શકે છે અને ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ નવેમ્બરમાં રમાશે.

નાગપુર, બેંગ્લોર, ત્રિવેન્દ્રમ, મુંબઈ, દિલ્હી, લખનૌ, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, રાજકોટ, ઈન્દોર, બેંગ્લોર અને ધર્મશાળાને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે. પાકિસ્તાનની બધી મેચ સુરક્ષાના કારણોથી ચેન્નાઈ, બેંગ્લોર અને કોલકાતામાં રમાઈ શકે છે. BCCIએ અત્યાર સુધી વર્લ્ડ કપ શેડ્યૂલની જાહેરાત કરી નથી. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સમાપ્ત થયા બાદ બોર્ડ શેડ્યૂલની જાહેરાત કરશે, પરંતુ તેના પર ઝડપથી કામ થઈ રહ્યું છે. દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગમાંથી એક IPLની ફાઇનલ મેચ અમદાવાદમાં જ રમાશે.

રિપોર્ટ્સ મુજબ, જો બધુ શેડ્યૂલ મુજબ થાય છે તો ટૂર્નામેન્ટની શરૂઆત 5 ઓક્ટોબરના રોજ થઈ જશે. જો કે, આ વર્લ્ડ કપ માટે પાકિસ્તાની ટીમના ભરત આવવાની સ્થિતિ પર અત્યાર સુધી કશું જ સ્પષ્ટ થઈ શક્યું નથી. ઉલ્લેખનીય છે કે BCCI સચિવ જાય શાહ સ્પષ્ટ કરી દીધું હતું કે, ભારતીય ટેએમ એશિયા કપ માટે પાકિસ્તાન નહીં જાય, ત્યારબાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધિકારી પણ વર્લ્ડ કપમાંથી હટવાની ધમકી આપવા લાગ્યા હતા.

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી વન-ડે મેચ વર્લ્ડ કપ 2019માં રમાઈ હતી. ભારતે મેચમાં ડેકવર્થ લુઈસના નિયમથી 89 રનોથી જીત હાંસલ કરી હતી. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 336 રન બનાવ્યા હતા. તેના જવાબમાં પાકિસ્તાની ટીમ 40 ઓવરોમાં 212 રન જ બનાવી શકી હતી. તેમને વરસાદના કારણે 302 રનોનું લક્ષ્ય આપવામાં આવ્યું હતું. ભારત માટે રોહિત શર્માએ 140 રનોની યાદગાર ઇનિંગ રમી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp