ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં વરસાદ પડે તો નો ટેન્શન, ફેન્સ માટે ગુડ ન્યૂઝ
એશિયા કપ 2023ની સુપર-4માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અગાઉ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોલંબોમાં ભારે વરસાદના વાતાવરણને જોતા એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ 10 ડિસેમ્બરના રોજ થનારી મેચ માટે રિઝર્વ ડે રાખવાનો નિર્ણય લીધો છે. ક્રિકેટ પાકિસ્તાનના રિપોર્ટ મુજબ, જો 10 તારીખે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પૂરી થતી નથી તો મેચ 11 સપ્ટેમ્બરના રોજ પૂરી કરાવવામાં આવશે. જો એમ થાય તો ભારતીય ટીમે બેક ટૂ બેક મેચ રમવી પડશે.
નક્કી શેડ્યૂલ મુજબ, ભારતની 12 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ થવાની છે. સુપર-4માં એકમાત્ર ભારત વર્સિસ પાકિસ્તાન મેચ જ હશે, જેના માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે, એ સિવાય અન્ય કોઈ મેચ વરસાદના કારણે ભેટ ચડે છે તો તેને રદ્દ કરી દેવામાં આવશે. ભારત વર્સિસ પાકિસ્તાન મેચ સિવાય માત્ર એશિયા કપ 2023ની ફાઇનલ માટે રિઝર્વ ડે હશે. એશિયા કપ 2023ના ગ્રુપ સ્ટેજમાં જ્યારે ભારત અને પાકિસ્તાનની પહેલી મેચ થઈ હતી તો એ મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી.
Do you think it's the right decision to give the India vs Pakistan match a reserve day and not for other Super 4 games? pic.twitter.com/IV4pfRPKnG
— Johns. (@CricCrazyJohns) September 8, 2023
પલ્લેકેલમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 266 રન પર સમેટાઇ ગઈ હતી. ત્યારબાદ વરસાદના કારણે પાકિસ્તાનને 1 ઓવર પણ બેટિંગ કરવાનો અવસર મળ્યો નહોતો. 10 સપ્ટેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાનની મેચ ફરી એક વખત એશિયા કપમાં થવાની છે. આ વખત આ હાઇવોલ્ટેજ મેચ કોલંબોના આર. પ્રમદાસા સ્ટેડિયામાં રમાશે. આગામી બે અઠવાડિયા સુધી કોલંબોમાં વરસાદનું પૂર્વાનુમાન છે. તેને જોતા ACCએ આ નિર્ણય લેવાનો પ્લાન બનાવ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચના દિવસે વરસાદ પડવાના 90 ટકા ચાંસ છે.
એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ પહેલી મેચ રમ્યા બાદ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પોતાના પહેલા સંતાન માટે સ્વદેશ આવતો રહ્યો હતો. જેના કારણે તેણે નેપાળ સામેની મેચ મિસ કરવી પડી હતી. પરંતુ હવે ખુશીના સમાચાર એ છે કે જસપ્રીત બુમરાહ સુપર-4 માટે પાછો શ્રીલંકા ફરી ગયો છે અને તે પાકિસ્તાન સહિત બધી મેચો માટે ઉપલબ્ધ રહેશે. એ સિવાય ભારતીય વિકેટકીપર બેટ્સમેન કે.એલ. રાહુલ પણ ફિટનેસ ટેસ્ટ પાસ કરીને સ્ક્વોડ સાથે જોડાઈ ગઈ છે. તે પણ પાકિસ્તાન વિરુદ્ધ મેચ માટે ઉપલબ્ધ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp