રાજકોટમાં રમાશે અંતિમ T20, જાણો કેવો છે અહીં ભારતીય ટીમનો રેકોર્ડ

PC: cricbuzz.com

ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સીરિઝ રમાઈ રહી છે. 3 મેચોની T20 સીરિઝમાં બંને ટીમો 1-1 થી બરાબરી પર છે. હવે સીરિઝની ત્રીજી અને નિર્ણાયક મેચ શનિવારે રાજકોટમાં રમાશે. જો અહીંના અત્યાર સુધીના રેકોર્ડ પર નજર નાખીએ તો તે ભારત માટે સારો રહ્યો છે. ભારતીય ટીમ અહીં 4માંથી 3 T20 મેચ જીતી છે. ભારતીય ટીમે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધી 4 ઇન્ટરનેશનલ T20 મેચ રમી છે. આ દરમિયાન 3 મેચોમાં જીત હાંસલ કરી છે, જ્યારે એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો.

ભારતીય ટીમે અહીં પહેલી T20 મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઓક્ટોબર 2013માં રમી હતી. આ મેચમાં ભારતીય ટીમે 6 વિકેટે જીત હાંસલ કરી હતી. ત્યારબાદ બીજી મેચ નવેમ્બર 2017માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમી હતી. આ મેચમાં ભારતીય ટીમને 40 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે વર્ષ 2019 અને વર્ષ 2022માં મેચ જીતી. તેણે બાંગ્લાદેશ 8 વિકેટે જ્યારે દક્ષિણ આફ્રિકન ટીમને 82 રને હરાવી હતી. હવે ભારતીય ટીમ રાજકોટમાં શ્રીલંકા વિરુદ્ધ આગામી મેચ રમશે.

શ્રીલંકન ટીમ આ મેદાનમાં પહેલી વખત કોઈ મેચ રમશે. આ મેચ 3 મેચોમાંથી T20 સીરિઝ માટે નિર્ણાયક સાબિત થશે. રાજકોટમાં ભારત માટે રોહિત શર્માએ સૌથી વધુ T20 રન બનાવ્યા છે. તેણે અહીં 3 ઇન્ટરનેશનલ મેચોમાં 98 રન બનાવ્યા છે. આ મામલે વિરાટ કોહલી બીજા નંબર પર છે. વિરાટ કોહલીએ 2 મેચોમાં 94 રન બનાવ્યા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ અહીં 1-1 અડધી સદી બનાવી છે. યુવરાજ સિંહ 77 રનો સાથે ત્રીજા નંબર પર છે, જ્યારે મહેન્દ્ર સિંહ ધોની પાંચમા નંબર પર છે. મહેન્દ્ર સિંહ ધોનીએ 73 રન બનાવ્યા છે.

જો બીજી T20 મેચની વાત કરીએ તો ભારતે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા શ્રીલંકન ટીમે કુસાલ મેન્ડિસ (52) અને કેપ્ટન દાસૂન સનાકા (56)ની મદદથી સીમિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 206 રનનો સ્કોર બનાવ્યો હતો, ભારત તરફથી સૌથી વધુ વિકેટ ઉમરાન મલિક (3 વિકેટ) લીધી, જ્યારે અક્ષર પટેલને 2 અને યુઝવેન્દ્ર ચહલને 1 વિકેટ મળી. 207 રનના વિશાળ ટારગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ સીમિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને રન માત્ર 190 રન જ બનાવી શકી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp