26th January selfie contest

શ્રીલંકા સામેની સીરિઝમાં ટીમ ઇન્ડિયાના આ 3 ખેલાડીઓ પર રહેશે વધારે પ્રેશર

PC: aajtak.in

શ્રીલંકા સામેની વનડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માની કેપ્ટનશીપવાળી આ ટીમમાં હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે સૂર્યકુમાર યાદવ અને ઉમરાન મલિકની પણ પસંદગી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં આ ત્રણેયને આવતા વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ માટે આ શ્રેણીમાં પોતાને સાબિત કરવા પડશે.

આગામી વર્ષ એટલે કે 2023 ભારતીય ટીમ માટે મહત્ત્વનું રહેવાનું છે. આ વર્ષના અંતમાં ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપ પણ ઘરઆંગણે રમવાની છે. નવા વર્ષમાં ભારતીય ટીમ શ્રીલંકા સામે T-20 અને વનડે સીરિઝ દ્વારા પોતાની સફર કરશે. આ માટે ટીમ ઈન્ડિયાની પણ જાહેરાત કરવામાં આવી છે.

શ્રીલંકા સામેની સીરિઝમાં 3 ભારતીય ખેલાડીઓ પર ઘણું દબાણ રહેશે. તેમના પર પોતાને સાબિત કરવાનું દબાણ રહેશે. આ એકમાત્ર તક હશે જેમાં તે શાનદાર પ્રદર્શન કરીને પસંદગી સમિતિ, BCCI અને ચાહકોને પ્રભાવિત કરી શકશે.

ટીમ ઇન્ડિયાના આ 3 સ્ટાર ખેલાડીઓમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, મિડલ ઓર્ડર બેસ્ટમેન સૂર્યકુમાર યાદવ અને ફાસ્ટ બોલર ઉમરાન મલિકનો સમાવેશ થાય છે. હાર્દિકને વન-ડે સીરિઝનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે રોહિત શર્મા પછી ટીમ ઇન્ડિયાનો કેપ્ટન હાર્દિક પંડ્યા હશે. જ્યારે T-20 સીરિઝમાં કેપ્ટન તરીકેની જવાબદારી હાર્દિક પંડ્યાને સોંપી છે અને વાઇસ કેપ્ટનની જવાબદારી સૂર્યકુમાર યાદવને આપવામાં આવી છે.

હાર્દિકના ખભા પર પોતાને લીડર તરીકે સાબિત કરવાની પણ મોટી જવાબદારી હશે. BCCIએ ODI શ્રેણીમાં તેના પર વાઇસ કેપ્ટનશિપનો બોજ નાખ્યો છે. આવી સ્થિતિમાં તેણે સાબિત કરવું પડશે કે તે આગામી કેપ્ટન બનવા માટે તૈયાર છે અને લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયાને શાનદાર રીતે આગળ લઈ જઈ શકે છે.

હાર્દિક છેલ્લા ત્રણ વર્ષથી ઈજાઓ સામે ઝઝૂમી રહ્યો છે. આ દરમિયાન તે ફિટનેસના કારણે અંદર અને બહાર રહ્યો છે. તે 2020 થી માત્ર 12 વનડે રમ્યો છે. એવામાં તેણે એ સાબિત કરવું પડશે કે 50 ઓવરની મેચમાં  ઓલરાઉન્ડર તરીકે લાંબા સમય માટે રમી શકે છે. તેણે બોલર તરીકે પણ તેણે 10 ઓવર નાંખવાની તૈયારી રાખવી પડશે.

IPLમાં પોતાની ઝડપથી બોલિંગથી દિગ્ગજો સહિત ચાહકોને પ્રભાવિત કરનાર ઉમરાન મલિક માટે આ પડકાર બિલકુલ સરળ નહીં હોય. ODI વર્લ્ડ કપની યજમાની માત્ર ભારત જ થવાની છે. આવી સ્થિતિમાં ઉમરાને સાબિત કરવું પડશે કે તે ભારતીય પીચો પર પણ તે વિકેટ ટેકર સાબિત થઇ શકે છે.

150થી વધારે સ્પીડથી બોલિંગ કરવાની ક્ષમતા રાખનારા ઉમરાન મલિક કોઇ પણ બેસ્ટમેનનમાં ડર ઉભો કરવાની કાબેલિયત ધરાવે છે. ઉમરાને અત્યાર સુધીમાં 5 વન-ડે મેચ રમ્યો છે, જેમાં 6ની ઇકોનોમીથી રન આપીને 7 વિકેટ ઝડપી છે. પોતાની ઝડપ સાથે ઉમરાન મલિક વન-ડે વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયા માટે એક શ્રેષ્ઠ શસ્ત્ર તરીકે સાબિત થઇ શકે છે.

સૂર્યકુમાર યાદવે T-20 ફોર્મેટમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. તેણે એટલી શાનદાર રમત બતાવી છે કે BCCIએ તેને વાઇસ કેપ્ટનશિપ સોંપી દીધી છે. પરંતુ હવે જો તેને ODI વર્લ્ડ કપમાં સ્થાન બનાવવું હશે તો આ ફોર્મેટમાં પણ તેણે સંયમ સાથે ઇનિંગ્સને સંભાળવી પડશે અને ટીમને મોટા સ્કોર સુધી લઈ જતી રમતમાં સુધારો કરવો પડશે. એટલે કે T-20ની જેમ સૂર્યકુમાર વનડેમાં પણ પોતાના બેટનો પાવર બતાવવો પડશે.

સૂર્યકુમાર યાદવે અત્યાર સુધીમાં 16 વનૃડે મેચ રમી છે, જેમાં 32 રનની એવરેજથી તેણે 384 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 હાફ સેન્ચુરી ફટકારી છે. સૂર્યાનો સ્ટ્રાઇક રેટ 100.52 છે. આ આંકડાઓ T-20ની સરખામણીએ સાવ ફીકા છે. સૂર્યકમારે આ આંકડાને સુધારવાની જરૂર પડશે. જો સૂર્યકુમાર ધમાકેરદાર પ્રદર્શન કરે છે તો વર્લ્ડકપમાં તે ટીમને કામ આવી શકે. સૂર્યકુમાર યાદવ સ્પિનની સામે શાનદાર પ્રદર્શન અને લાજવાબ શોટ ભારતીય ટીમ માટે વિનિંગ સાબિત થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp