પૂર્વ ઓપનરની ભવિષ્યવાણી-ઓસ્ટ્રેલિયન ટીમ એક કરતા વધુ મેચ નહીં જીતી શકે

PC: BCCI

બોર્ડર ગાવસ્કર ટ્રોફીને લઇને પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે, ઓસ્ટ્રેલિયન ટીમ આ સીરિઝમાં એક કરતા વધુ મેચ નહીં જીતી શકે. એ સિવાય તેમણે એમ પણ કહ્યું કે, ભારત આ સીરિઝ પોતાના નામ કરશે અને રવિચંદ્રન અશ્વિન ઘણી બધી વિકેટ્સ આ સીરિઝમાં લેશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની ટેસ્ટ સીરિઝની શરૂઆત આજથી થઇ ગઇ છે. પહેલી ટેસ્ટ મેચ નાગપુરમાં રમાઇ રહી છે અને બંને જ ટીમો તેના માટે પૂરી રીતે તૈયાર છે.

બંને જ ટીમો કોઇ પણ પરિસ્થિતિમાં આ સીરિઝ જીતવા માગશે. પેટ કમિન્સની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયન ટીમ પહેલા જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)માં પહોંચી ચૂકી છે, એ છતા આ સીરિઝ જીતવા માગશે. તો બીજી તરફ ભારતીય ટીમ માટે આ સીરિઝમાં જીત ખૂબ મહત્ત્વની છે. આકાશ ચોપરાના જણાવ્યા મુજબ, ભારતીય ટીમ આ સીરિઝ પોતાના નામે કરશે. જિયો સિનેમા પર વાતચીત કરવા દરમિયાન તેમણે કહ્યું કે, મારા હિસાબે આ સીરિઝમાં સૌથી વધુ વિકેટ રવિચંદ્રન અશ્વિન લેશે.

તેમણે કહ્યું કે, તે ઘણી બધી વિકેટ લેશે. તે 4 મેચોમાં 23 કરતા વધુ વિકેટ લઇ શકે છે. તો ભારતીય ટીમે 3-0 કે 3-1થી આ સીરિઝ પોતાના નામે કરી શકે છે. મને પૂરો ભરોસો છે કે ઓસ્ટ્રેલિયન ટીમ એક કરતા વધુ મેચ નહીં જીતી શકે. ઉલ્લેખનીય છે કે આ પહેલા અભિનવ મુકુન્દે પણ ભારતીય ટીમ 3-0થી સીરિઝ જીતવાની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, તેમને લાગે છે કે ઓસ્ટ્રેલિયન ટીમ આ 4 મેચોની ટેસ્ટ સીરિઝ દરમિયાન એક પણ મેચ જીતી નહીં શકે. અભિનવ મુકુંદના જણાવ્યા મુજબ ભારતીય ટીમ આ સીરિઝ 3-0થી પોતાના નામે કરશે અને એક મેચ ડ્રો પર સમાપ્ત થશે. અભિનવ મુકુન્દ મુજબ, ભારતીય ટીમનું પલડું ભારે છે.

પહેલી ટેસ્ટ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ. રાહુલ (ઉપકેપ્ટન), ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, કે.એસ. ભરત, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

પહેલી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ:

ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ (ઉપકેપ્ટન), મેટ રેનશો, પીટર હેન્ડ્સકોમ્બ, એલેક્સ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, નાથન લાયન, ટોડ મર્ફી,.

ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ (ટેસ્ટ સીરિઝનું શેડ્યૂલ):

પહેલી ટેસ્ટ: 9-13 ફેબ્રુઆરી, નાગપુર.

બીજી ટેસ્ટ: 17-21 ફેબ્રુઆરી, દિલ્હી.

ત્રીજી ટેસ્ટ: 1-5 માર્ચ, ધર્મશાળા.

ચોથી ટેસ્ટ: 9-13 માર્ચ, અમદાવાદ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp