ભારત એટલા માટે પાકિસ્તાન નથી આવવા માગતું કારણ કે હારવાથી ડરે છેઃ પૂર્વ ક્રિકેટર

PC: t20worldcup.com

ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ માટે પાકિસ્તાન જશે કે નહીં, તેને લઇને રોજ ચર્ચા થતી રહે છે અને આ ચર્ચા શરૂ થઈ હતી ગત વર્ષે જ્યારે એસીસીના અધ્યક્ષ જય શાહે ICCને પત્ર લખીને એશિયા કપ માટે વેન્યૂ ચેન્જ કરવાનો અનુરોધ કર્યો હતો. કારણ કે, એશિયા કપ 2023 મૂળ રૂપે પાકિસ્તાનમાં આયોજિત થવાનો હતો, PCB એ તેના પર આપત્તિ વ્યક્ત કરી અને પ્રતિશોધને પગલે ધમકી આપી કે જો ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાન નહીં આવશે તો પાકિસ્તાની ટીમ પણ વર્ષ 2023માં ભારતમાં યોજાનારા વર્લ્ડ કપ માટે ભારત નહીં આવશે. ત્યારબાદ થોડાં દિવસ સુધી મામલો શાંત રહ્યો. પરંતુ, હવે પાકિસ્તાને ભાર આપતા કહ્યું છે કે, તે ભારતની મેજબાની કરવા માટે ઇચ્છુક છે. પરંતુ, બીજી તરફ BCCI પણ પોતાના વલણ પર કાયમ છે.

હવે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, થોડાં દિવસ પહેલા બંને દેશોના બોર્ડ અધિકારીઓ વચ્ચે બેઠક થઈ છે અને ટુર્નામેન્ટને પાકિસ્તાનમાં આયોજિત કરાવવા પર સહમતિ આપી દેવામાં આવી છે. સાથે જ, એ પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે ભારત પોતાની મેચ રમવા માટે પાકિસ્તાન નહીં જશે. ભારત પોતાની મેચ ઓમાન, UAE, ઇંગ્લેન્ડ, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં રમી શકે છે. જોકે, આ અંગે નિર્ણય બાદમાં લેવમાં આવશે.

પરંતુ, આ દરમિયાન પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે એક ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું છે કે, ભારતને પાકિસ્તાન સામે હારવાનો ડર છે આથી તે પાકિસ્તાન નથી આવી રહી. નઝીર કહ્યું કે, કોઈ સુરક્ષા કારણ નથી. જરા જુઓ કેટલી ટીમો પાકિસ્તાન ગઈ છે. એ ટીમોને ભૂલી જાઓ, ત્યાં સુધી કે ઓસ્ટ્રેલિયાએ પણ પાકનો પ્રવાસ કર્યો છે. આ બધુ માત્ર કવર અપ છે. સત્ય એ છે કે, ભારત પાકિસ્તાન નહીં આવશે (એશિયા કપ માટે) કારણ કે, તેમને હારવાનો ડર છે. સુરક્ષા તો માત્ર એક બહાનુ છે. હિંમત છે તો આવો અને ક્રિકેટ રમો. નઝીરે આ વાતો નાદિર અલી પોડકાસ્ટ પર કહી.

આ વર્ષે એશિયા કપનું આયોજન પાકિસ્તાનમાં થવાની સંભાવના છે પરંતુ, ભારતીય ટીમ પોતાની તમામ મેચો તટસ્થ સ્થાનો પર રમશે. આ મુદ્દા પર આવેલા થોડાં ગતિરોધ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આ બાબતે ઝડપથી કામ કરી રહ્યું છે અને સુત્રોના જણાવ્યા અનુસાર, બંને ટીમો એકબીજા વિરુદ્ધ રમાનારી મેચ તટસ્થ સ્થાનો પર રમી શકે છે. ભારતીય ટીમ પોતાની મેચો ઇંગ્લેન્ડ, UAE, શ્રીલંકા અથવા ઓમાનમાં રમી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp