'ભારતીય ક્રિકેટમાં તોડફોડ કરવામાં આવી', રમીઝ રાજાનું ભારત પર ભડકાઉ નિવેદન

PC: sportstime247.com

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના પદ પરથી હટાવ્યા બાદ રમીઝ રાજા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે. પહેલા તેણે પોતાની જ સરકાર અને બોર્ડ વિરુદ્ધ નિવેદન આપ્યું. હવે રમીઝ રાજાએ ભારતીય ટીમ અને BCCI વિશે ભડકાઉ નિવેદન આપ્યું છે. તેમનું માનવું છે કે, પાકિસ્તાનની સફળતા ભારતીય ટીમ પચાવી નથી શકી.

PCBના અધ્યક્ષનું પદ છીનવી લીધા બાદ રમીઝ રાજા ખૂબ જ નિરાશ દેખાઈ રહ્યા છે. તેણે પાકિસ્તાની ચેનલ સુનો ટીવી પર કહ્યું કે, પાકિસ્તાનની ટીમે તેમના કાર્યકાળ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું છે. તેઓ એશિયા કપ અને T20 વર્લ્ડ કપની ફાઈનલ રમી ચુક્યા છે. જ્યારે ભારતીય ટીમ આવું કરી શકી નથી.

રમીઝે કહ્યું કે પાકિસ્તાન સતત ભારતીય ટીમથી આગળ નીકળી જઈ રહ્યું છે. BCCI પણ આ જ વાત પચાવી શકતું નથી. આ કારણથી તેણે પોતાના ચીફ સિલેક્ટર, કમિટી અને કેપ્ટન બદલ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે, રમીઝની આ વાતમાં કંઈ દમ લાગતો નથી, કારણ કે જો પાકિસ્તાન ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઇ જાતે તો પણ ભારતીય ટીમમાં બદલાવ થવાના જ હતા., કારણ કે ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન સારું રહ્યું નહોતું.

PCBના પૂર્વ અધ્યક્ષ રમીઝે કહ્યું, 'અમે સફેદ બોલની ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું. અમે એશિયા કપની ફાઈનલ રમી હતી. ભારત રમ્યું ન હતું. અબજો ડોલરના ધંધાવાળી  ભારતીય ક્રિકેટ પીછેહઠ કરી ગઈ. તોડફોડ થઇ ગઈ. તેણે પોતાના મુખ્ય પસંદગીકારને બરતરફ કર્યો. પસંદગી સમિતિને બરતરફ કરી. કેપ્ટન બદલ્યો, કારણ કે તેઓ એ ના પચાવી શકયા કે પાકિસ્તાન તેના કરતા આગળ કેમ નીકળી ગયું.

ફિફા વર્લ્ડ કપ ફાઈનલનું ઉદાહરણ આપતા રમીઝે કહ્યું, 'T-20 વર્લ્ડ કપની ફાઈનલ પણ એવી જ છે કે, જેમ ફ્રાન્સ અને આર્જેન્ટિના તેમાંથી ફ્રાન્સ જ હારી જાય તો તમે તેનું આખું બોર્ડ જ બદલી નાખો. તમે ફાઈનલ પણ રમી છે અને તેમ છતાં તમને સજા મળી રહી છે.'

રમીઝે કહ્યું, 'ઘણા પ્રયત્નો પછી મેં આ ટીમમાં એકતા બનાવી રાખી. અમે બાબર આઝમને કેપ્ટન તરીકે સશક્ત કર્યો છે. ક્રિકેટ અન્ય રમતો કરતા સાવ અલગ છે. તે ફૂટબોલ જેવું નથી. જો કેપ્ટન ક્રિકેટમાં પાવરફુલ હશે તો તમને પરિણામ મળશે. તેણે પરિણામો આપ્યા પણ છે.'

અત્રે ઉલ્લેખનીય છે કે, રમીઝ રાજા જ્યારે PCB અધ્યક્ષ હતા ત્યારે પણ તેઓ BCCIને આંખો બતાવતા હતા. જ્યારે ભારતે એશિયા કપ માટે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યો ત્યારે રમીઝ રાજાએ ધમકી આપી હતી કે, પાકિસ્તાન પણ વર્લ્ડ કપ રમવા ભારત નહીં જાય. જો કે, રમીઝ રાજા તેમના નિવેદનના થોડા દિવસો બાદ બેકફૂટ પર પણ આવી ગયા હતા.

જો કે આ તમામ નિવેદનો વચ્ચે PCBમાં ખળભળાટ મચી ગયો હતો. નજમ સેઠીએ રમીઝ રાજાની જગ્યા લીધી અને તેમના તમામ નિર્ણયો અટકાવી દીધા. ઘણા ખેલાડીઓએ રમીઝ રાજા પર આરોપ લગાવ્યો હતો કે, તે દરેક વાતમાં ફક્ત પોતાની જ ચલાવતો હતો. વહાબ રિયાઝે તો ત્યાં સુધી દાવો કર્યો કે PCBના અધિકારીઓ પણ રમીઝ રાજાના જવાથી ઘણા ખુશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp