લગ્નના તાંતણે બંધાયો ભારતીય સ્ટાર ક્રિકેટર અક્ષર પટેલ, જુઓ ફોટોઝ અને વીડિયોઝ

PC: twitter.com

હાલમાં ટીમ ઈન્ડિયામાં લગ્નની સીઝન ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે 23 જાન્યુઆરીના આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન પછી હવે ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર એવા અક્ષર પટેલ પણ મેહા પટેલ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. અક્ષર પટેલના આ ધૂમધામથી કરવામાં આવેલા લગ્નના ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. સાથે જ સૌ ક્રિકેટરો તેને લગ્નની શુભેચ્છા પણ પાઠવી રહ્યા છે.

 

અક્ષર પટેલે 26 જાન્યુઆરીના રોજ વડોદરામાં મેહા પટેલ સાથે સાત ફેરા ફર્યા છે. અક્ષર પટેલ અને મેહા પટેલ ગયા વર્ષે 20 જાન્યુઆરીના રોજ સગાઈના બંધનમાં બંધાયા હતા. અક્ષર પટેલના સંગીત સેરેમનીના ડાન્સના વીડિયોથી લઈને તેની જાનના અને લગ્નના વીડિયોઝ અને ફોટોઝ હાલમાં ઈન્ટરનેટ સેન્સેશન બનેલા જોવા મળ્યા છે.

 

અક્ષર પટેલે તેની સંગીત સેરેમનીમાં મેહા સાથે જબરજસ્ત ડાન્સ પરફોર્મન્સ કર્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અક્ષર પટેલના લગ્નમાં ઘણા બધા ક્રિકેટરોએ પણ હાજરી આપી હતી. મહેંદીની સેરેમની હોય કે સંગીતની કે લગ્નની. અક્ષર અને મેહા મેચિંગ આઉટફીટ્સમાં ઘણા જ સુંદર લાગી રહ્યા છે. બંનેની સંગીત સેરેમનીની એન્ટ્રીનો વીડિયો પણ લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

તેના આ વીડિયોઝ અને ફોટોઝ પર લોકો અને ફેન્સ કોમેન્ટ્સ કરવાની સાથે નવા જીવનની શુભેચ્છા પાઠવી રહ્યા છે. ક્રિકેટર જયદવે ઉનડકટ પણ અક્ષરના લગ્નમાં હાજરી આપવા આવી પહોંચ્યો હતો. તેણે નવ દંપતિ સાથેનો ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં શેર કર્યો છે.

અક્ષર પટેલ બેન્ડ બાજા સાથે પોતાની દુલ્હનિયાને લેવા માટે પહોંચ્યો હતો. જાન દરમિયાન તેણે ફુલ મસ્તીમાં ડાન્સ કરેલો જોવા મળ્યો છે. અક્ષર પટેલની પત્ની મેહાની વાત કરીએ તો તે એક જાણીતી ન્યુટ્રિશિયન છે અને સોશિયલ મીડિયા પર પોતાના પ્રોફેશન સાથે જોડાયેલી વસ્તુઓ શેર કરતીરહે છે. બંનેને ઘણી વખત વિદેશમાં વેકેશન મનાવતા જોવામાં આવ્યા છે.

અક્ષર પટેલ ટીમ ઈન્ડિયાના સૌથી મહત્વના ખેલાડીઓમાંનો એક છે. અક્ષરે ભારતને ઘણી મેચોમાં જીત અપાવડાવી છે. અક્ષરે હાલમાં જ શ્રીલંકા સામેની સીરિઝમાં પોતાના બોલિંગનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પ્લેયર ઓફ ધ સીરિઝ પસંદ થયો હતો. તેણે પોતાના લગ્ન માટે ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાંથી રજા લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp