ઓનલાઇન Rummyને લઈને સવાલ થયો તો ગુસ્સે થયો અશ્વિન, બોલ્યો- બેન છે તો..

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સીઝનમાં રોમાંચક મેચોનો દૌર ચાલી રહ્યો છે. આ સીઝનની 17મી મેચ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને વર્ષ 2008ની ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં લોકલ બોય રવિચંદ્રન અશ્વિને સારું પ્રદર્શન કર્યું હતું. ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન રાજસ્થાન રોયલ્સની ટીમનો હિસ્સો છે. આ મેચ અગાઉ રવિચંદ્રન અશ્વિને એક ઇવેન્ટમાં ભાગ લીધો હતો.

આ ઇવેન્ટ સમર ક્રિકેટ કેમ્પ સાથે જોડાયેલી એપ્સને લઈને હતી. આ ઇવેન્ટ દરમિયાન રવિચંદ્રન અશ્વિનને ઓનલાઇન ગેમ્બલિંગ અને Rummyને લઈને સવાલ પણ કરવામાં આવ્યો હતો, જેના પર તે ગુસ્સે ભરાઈ ગયો હતો. ક્રિકેટ સાથે જોડાયેલી ઓનલાઇન ગેમ્બલિંગ બાબતે સવાલ પૂછાતા અશ્વિને કહ્યું કે, શું તમે હકીકત જાણવા માગો છો કે હેડલાઇન ઈચ્છો છો? ઇવેન્ટ કોઈ બીજી વસ્તુ માટે આયોજિત કરવામાં આવી છે, આ મુદ્દાને અહી કેમ ઉઠાવવામાં આવી રહ્યો છે.

તેમણે કહ્યું કે, ‘ઓનલાઇન બાળકોના મેદાનમાં ન જવાનું કારણ છે. કોણે મોબાઈલ ફોનનો આવિષ્કાર કર્યો? જો આપણે મોબાઈલ ફોન લઈ લઈશું ત્યારે પણ બાળકો મેદાનમાં રમવા નહીં જાય. આપણે માત્ર રસપ્રદ સમાચાર જ કેમ જોઈએ છીએ? આમ તામિલનાડુમાં ગેમ્બલિંગ પર બેન છે. ફેન્ટસી એપ, ઓનલાઇન Rummy જેવી ગેમ રમવા પર 10 લાખ રૂપિયાના દંડ સાથે સાથે 3 વર્ષની સજાનું પ્રવધાન રાખવામાં આવ્યું છે. ઓનલાઇન ક્રિકેટ ગેમ્બલિંગને લઈને અશ્વિને કહ્યું કે, જો તેને પ્રતિબંધિત કરી દેવામાં આવી છે તો નહીં રમો. તમે કોઈ બીજી વસ્તુ માટે લાઇમલાઇટ ઈચ્છો છો.

અશ્વિને એમ પણ કહ્યું કે, એક સારી પહેલ દરમિયાન વિવાદ ઉત્પન્ન કરવું સરાહનીય નથી. હું અહીં કોઈ અન્ય મુદ્દાને લઈને પોતાના વિચાર રાખવા માટે આવ્યો છું, પરંતુ તમે મને વિવાદોમાં નાખવાનો પ્રયાસ કરી રહ્યા છો. એ ઉચિત નથી. આમ IPL મેચ ચાલી રહી છે. 12 એપ્રિલના રોજ ચેન્નાઈ અને રાજસ્થાન વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં રાજસ્થાને 3 રને જીત હાંસલ કરીને પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર સ્થાન મેળવી લીધું છે. મેચની વાત કરીએ તો ચેન્નાઈએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા રાજસ્થાને સીમિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા. તો ચેન્નાઈ સીમિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 172 રન જ બનાવી શકી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp