રિષભ પંત ICUમાં શિફ્ટ, અનુપમ-અનિલ કપૂર હૉસ્પિટલ ગયા મળવા, MRI રિપોર્ટ આવ્યો સામે

PC: aajtak.in

ભારતીય ટીમનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત શુક્રવારે સવારે રોડ દુર્ઘટનામાં ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઇ ગયો. ત્યારબાદ તે દેહરાદૂનની મેક્સ હૉસ્પિટલમાં એડમિટ છે. રિષભ પંતની હાલની હેલ્થ અપડેટ મુજબ, તેને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. મેક્સ હૉસ્પિટલ, દેહરાદૂનના ચિકિત્સા અધિક્ષક ડૉ. આશીષ યાજ્ઞિકે કહ્યું કે હાડકાંના સ્પેશિયાલિસ્ટ અને પ્લાસ્ટિક સર્જનની ટીમ રિષભ પંતને જોઇ રહી છે. દુર્ઘટનામાં પોતાના ચહેરાની ઇજા, નાના-મોટા ઘાને સારા કરવા માટે તેમણે પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી છે.

રિષભ પંત એ સમયે બાલ-બાલ બચી ગયો, જ્યારે તેની લક્ઝરી કારે શુક્રવારે સવારે દિલ્હી-દેહરાદૂન રાજમાર્ગ પર રોડના ડિવાઇડર સાથે ટકરાવ બાદ આગ પકડી લીધી. રિષભ પંત પોતાની માતાને સરપ્રાઇઝ આપવા માટે રુડકી જઇ રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે, રિષભ પંતને માથા, પીઠ અને પગના ભાગે ઇજા થઇ છે, પરંતુ તેની હાલત સ્થિર છે. દુર્ઘટના ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લામાં સવારે લગભગ 5:30 પર થઇ. રિષભ પંત આ સમયે ICUમાં છે, પરંતુ ડૉક્ટર્સનું કહેવું છે કે કોઇ ચિંતાની વાત નથી.તેની હાલત સ્થિર છે.

એક સ્પોર્ટ્સ વેબસાઇટના રિપોર્ટ મુજબ MRI રિપોર્ટમાં મગજ અને કરોડરજ્જુના હાડકાં નોર્મલ છે એટલે કે તેના પર કોઇ આંતરિક ઇજા નથી. રિષભ પંતે ચહેરાની ઇજા, નાના-મોટા ઘા માટે પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી છે. દર્દ અને સોજાના કારણે પગની ઘૂંટી અને ઘૂંટણનું MRI સ્કેન કાલે થઇ શક્યું નહોતું, જે આજે થશે. રુડકી સીમા પાસે દિલ્હી-દેહરાદૂન હાઇવે પર થયેલી કાર દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રિકેટર રિષભ પંતની માતા સાથે વાત કરી અને તેના સ્વાસ્થ્ય બાબતે જાણકારી લીધી.

તો એક્ટર અનિલ કપૂર અને અનુપમ ખેર પણ રિષભ પંતને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. અનિલ કપૂરે કહ્યું હતું કે, અમે પંત અને તેની માતાને મળ્યા. તેની હાલત સ્થિર છે. લોકોને અમે પ્રાર્થના કરીએ છીએ કે તે જલદી સાજો થાય તેના માટે પ્રાર્થના કરે

BCCIએ ટ્વીટ કરીને તેની પુષ્ટિ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જલદી સ્વસ્થ થવાની કામના કરતા ટ્વીટ કરી કે, જાણીતા ક્રિકેટર રિષભ પંત સાથે થયેલા અકસ્માતથી દુઃખી છું. તેમના જલદી સ્વસ્થ થવાની કામના કરું છું. રિષભ પંતના સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી આપતા BCCI સચિવ જય શાહે શુક્રવારે કહ્યું હતું કે, રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત રિષભ પંતને ઘણી જગ્યાએ ઇજા થઇ છે અને તેની હાલત સ્થિર છે.

ઇજાની જાણકારી મેળવવા અને આગળની સારવાર માટે તેનું MRI સ્કેન કરાવવામાં આવશે. પ્રાથમિક સારવાર બાદ તેને હવે દેહરાદૂન સ્થિત હૉસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યો છે, જ્યાં વધુ સારવાર માટે MRI સ્કેન કરવામાં આવશે. BCCI રિષભ પંતના પરિવાર અને સારવાર કરી રહેલા ડૉક્ટરોની ટીમ સાથે સંપર્કમાં છે. તેને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવામાં BCCI દરેક સંભવિત મદદ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp