
અદાણી સ્ટોક ક્રેશ કેસનો વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. હવે તેમાં પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ પણ જોડાયો છે. સેહવાગે ગૌતમ અદાણી ગ્રુપનું નામ લીધા વગર તેને સમર્થન કર્યું હતું. આ અંગે ટીકાકારોએ તેમની ટીકા કરી છે. સેહવાગે પોતાના ટ્વિટમાં પશ્ચિમી દેશો (ઈંગ્લેન્ડ) પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે, ભારતીય બજાર ષડયંત્રનો શિકાર બની ગયું છે. જો કે, હંમેશની જેમ આ વખતે પણ ભારત વધુ મજબૂત બનશે.
સેહવાગે પોતાના ટ્વીટમાં લખ્યું, 'ભારતની પ્રગતિ ગોરાઓ દ્વારા સહન થતી નથી. ભારતીય બજાર પર હિટજોબ એક સુનિયોજિત કાવતરું લાગે છે. તે લોકો કેટલી પણ કોશિશ કરી લે, ભારત હંમેશાની જેમ આ વખતે પણ મજબૂતી સાથે આગળ આવશે.'
Goron se India ki tarakki bardaasht nahi hoti. The hitjob on India’s market looks like a well planned conspiracy. Koshish kitni bhi kar lein but as always, Bharat aur majboot hi nikalkar ubhrega.
— Virender Sehwag (@virendersehwag) February 6, 2023
સેહવાગના આ ટ્વિટ બાદ તેના ફેન્સ કોમેન્ટ બોક્સમાં એકબીજા સાથે ટકરાયા હતા. કેટલાક લોકોએ તેમને અદાણી ગ્રૂપના તમામ શેર ખરીદવા માટે સલાડ આપ્યા, જ્યારે અન્ય કેટલાંક લોકોએ કહ્યું કે, દેશમાં એવા ઘણા લોકો છે જે ગોરાઓને સમર્થન આપે છે.
अगर आप सच्चे भारतीय है तो अपना सारा पैसा लगाकर अड़ानी शेयर्स ख़रीद लीजिए और गोरों को करारा जवाब दीजिये।
— Dr Nimo Yadav (@niiravmodi) February 6, 2023
અત્રે ઉલ્લેખનીય છે કે, અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL)ના બોર્ડે 20,000 કરોડની સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ કરેલી ફોલો પબ્લિક ઑફર (FPO) પાછી ખેંચી લીધી હતી. કંપનીએ તેની સાથે આગળ ન વધવાનો નિર્ણય લીધો હતો. જે લોકોએ અત્યાર સુધી FPO સબસ્ક્રાઇબ કર્યું છે, તેમના પૈસા પરત કરવામાં આવશે. અભૂતપૂર્વ પરિસ્થિતિ અને વર્તમાન બજારની અસ્થિરતાને જોતાં, કંપનીનો ઉદ્દેશ્ય FPOની આવક પરત કરીને અને પૂર્ણ થયેલા વ્યવહારો પાછા લઈને તેના રોકાણ સમુદાયના હિતને સુરક્ષિત રાખવાનો છે.
Goron ko karara jawab dijiye. Apna sara paisa Adani ke share me laga do sir. nahi sahenge - nahi sahenge, angrejo share chhoro, tum mujhe share do - mai tumhe paise dunga, Adani share humara janm siddh adhikaar hai. Bodi ji sangharsh karo - hum tumhare saath hain. ✊😴
— Abhishek (@AbhishekSay) February 6, 2023
सर अब आपसे ही उम्मीद है
— ASAN (@Atulsingh_asan) February 6, 2023
अदानी के शेयर ख़रीद कर गोरो को जवाब दीजिये😄
અહીં તમને જણાવી દઈએ કે, વીરેન્દ્ર સેહવાગ તેના સમયમાં ખૂબ જ નિર્ભય રીતે બેટિંગ કરતો હતો. ટેસ્ટ ક્રિકેટ હોય કે વનડે ક્રિકેટ, તેણે બોલરોને છોડ્યા ન હતા. પહેલા બોલથી જ રન બનાવવાનો પ્રયાસ કરતો હતો. તેની સોશિયલ મીડિયા પર પણ આવી જ સ્ટાઇલ જોવા મળી રહી છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ વીરેન્દ્ર સેહવાગ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. લોકો તેમની ટ્વીટને ખૂબ પસંદ કરે છે. હાલમાં જ તેણે ટ્વીટ કરીને પૂછ્યું હતું કે, સૌથી વધુ કોણ ડરે છે. આ પછી તેની અને ક્રિકેટ ફેન્સ વચ્ચે મજેદાર વાતચીત થઈ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp