ભારતીય ટીમને લાગ્યો મોટો ઝટકો, WI સામેની સીરિઝ અગાઉ ધાકડ ખેલાડી થયો ઇજાગ્રસ્ત

વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ટીમના T20 સ્ક્વોડની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને જગ્યા મળી છે, પરંતુ ભારતીય ટીમની જાહેરાત બાદ એક માઠા સમાચાર પણ સામે આવ્યા છે. વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે 5 મેચોની T20 સીરિઝમાં જગ્યા મેળવનાર ફાસ્ટ બોલર આવેશ ખાન હવે ઇજાગ્રસ્ત થઈ ગયો છે. દુલીપ ટ્રોફી માટે સેન્ટ્રલ ઝોન તરફથી રમનાર આવેશ ખાન મેચના પહેલા દિવસે રિન્કુ સિંહ સાથે ટકરાઇ ગયો હતો. ત્યારબાદ તે બીજા દિવસે ફિલ્ડિંગ માટે મેદાનમાં ન ઉતર્યો.
દુલીપ ટ્રોફીમાં હાલના દિવસોમાં સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોન વચ્ચે મેચ બેંગ્લોરના અલૂરમાં થઈ રહી છે. આ મેચના પહેલા દિવસે (5 જુલાઇના રોજ) ફિલ્ડિંગ દરમિયાન આવેશ ખાન રિન્કુ સિંહ સાથે ટકરાઇ ગયો. તેનાથી આવેશ ખાન પોતાનું જમણું ખભુ ઇજાગ્રસ્ત કરાવી બેઠો. ત્યારબાદ આવેશ ખાન પહેલા દિવસે મેદાનમાં નજરે ન પડ્યો. આવેશ ખાને ઇજાગ્રસ્ત થવા અગાઉ મેચમાં 11 ઓવરમાં 26 રન આપીને એક વિકેટ લીધી હતી. આવેશ ખાનની ઇજા કેટલી ગંભીર છે, તેની બાબતે અત્યારે સુધી BCCI તરફથી કોઈ જાણકારી આપવામાં આવી નથી.
જો ઇજા વધુ ગંભીર હશે તો તે વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ પ્રવાસથી બહાર થઈ શકે છે. આવેશ ખાને ભારતીય ટીમ તરફથી 5 વન-ડે ઇન્ટરનેશનલ મેચ રમી છે. તો 15 T20માં તેણે 13 વિકેટ લીધી છે. 37 ફર્સ્ટ ક્લાસ મેચોમાં આવેશ ખાને 148 વિકેટ પોતાના નામે કરી છે. તો લિસ્ટ-Aની 33 મેચોમાં તેના નામે 32 વિકેટ છે. આવેશ ખાને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં અત્યાર સુધી કુલ 47 મેચ રમી છે, અહીં તેના નામે 55 વિકેટ છે. હાલમાં ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર છે.
ભારત આ પ્રવાસ પર 2 ટેસ્ટ, 3 વન-ડે અને 5 T20 ઇન્ટરનેશનલ મેચોની સીરિઝ રમવાની છે. 10 મેચોનું આયોજન 6 સ્ટેડિયમમાં કરવામાં આવશે. 2 મેચ અમેરિકામાં હશે. પ્રવાસની શરૂઆત 12 જુલાઈથી થશે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ પહેલી ટેસ્ટ 12 જુલાઈથી 16 જુલાઇ સુધી ડોમેનિકના વિન્ડસર પાર્ક, જ્યારે બીજી ટેસ્ટ 20-24 જુલાઇ સુધી ત્રિનિદાદના ક્વીન્સ પાર્ક ઓવલમાં રમાશે. વન-ડે સીરિઝ 27 જુલાઈથી શરૂ થશે. તેની પહેલી અને બીજી મેચ બારબાડોસના કેન્સિગ્ટન ઓવલમાં આયોજિત થશે. બીજી મેચ 29 જુલાઇના રોજ થશે. તો આ સીરિઝની છેલ્લી મેચ 1 ઑગસ્ટના રોજ ક્વીન્સ પાર્કમાં થશે.
T20 સીરિઝની પહેલી મેચ ત્રિનિદાદના બ્રાયન લારા અકાદમીમાં થશે. બીજી મેચ 6 અને ત્રીજી મેચ 8 ઓગસ્ટના રોજ રમશે. આ બંને મેચોનું આયોજન ગુયાનાના નેશનલ સ્ટેડિયમમાં થશે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ અંતિમ 2 મેચ અમરીકના ફ્લોરિડા શહેરમાં રમાશે. ચોથી અને પાંચમી મેચ 12 અને પાંચમી મેચ 14 ઓગસ્ટના રોજ ફ્લોરિડાના બ્રોવર્ડ કાઉન્ટી સ્ટેડિયમમાં હશે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની T20 સીરિઝ માટે ભારતીય ટીમ:
ઇશાન કિશન (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (ઉપકેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, આવેશ ખાન, મુકેશ કુમાર.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp