ટીમ ઇન્ડિયાએ IPLની વચમાંથી જ શરૂ કરી દીધી હતી WTC ફાઇનલની તૈયારી

PC: thehindu.com

ભારતીય ક્રિકેટર્સ હાલમાં જ 29 મે બાદ IPL 2023માંથી ફ્રી થયા હતા. પછી 7 જૂનથી રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે 15 સભ્યોની ટીમના ખેલાડી લંડન રવાના થવા માંડ્યા. આ દરમિયાન હવે ટીમની પાસે માંડ 8 દિવસ ટ્રેનિંગ માટે બચ્યા છે. દરમિયાન, ICC એ આ મેચ માટે કૂકાબુરાની જગ્યાએ ડ્યૂક બોલથી રમવાનો નિર્ણય લીધો છે. તેના પર હવે ટીમ ઇન્ડિયાના એક ખેલાડીએ જણાવ્યું કે, તે IPLની વચ્ચેથી જ ડ્યૂક બોલની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આથી, એ કહેવુ ખોટું નહીં હશે કે ટીમ ઇન્ડિયાના ખેલાડી IPL જરૂર રમી રહ્યા હતા પરંતુ, ક્યાંક ને ક્યાંક પ્રેક્ટિસ WTC ફાઇનલની પહેલાથી જ શરૂ થઈ ચુકી હતી.

સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે તેને લઇને નિવેદન આપ્યું અને કહ્યું કે, T20 ફોર્મેટમાં રમીને સૌથી લાંબા ફોર્મેટને અનુરૂપ તૈયાર થવુ મુશ્કેલ છે. IPL દરમિયાન લાલ બોલથી અભ્યાસ કરવાથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ફાઇનલમાં સંતુલન બેસાડવામાં મદદ મળશે. ભારતીય ટીમના મોટાભાગના ખેલાડી બે મહિના કરતા વધુ સમય સુધી IPLમાં T20 ક્રિકેટ રમ્યા બાદ WTC ફાઇનલમાં ઉતરશે. આ ઉપરાંત, ભારતમાં જ્યાં ટેસ્ટ ક્રિકેટમાં એસજી બોલનો ઉપયોગ થાય છે, તો WTC ફાઇનલમાં ડ્યૂક બોલનો ઉપયોગ કરવામાં આવશે. જોકે, ભારત આ પડકાર માટે પહેલાથી જ તૈયાર છે. ઇંગ્લેન્ડમાં ઉપયોગમાં લેવાનારી ડ્યૂક બોલ સાથે તાલમેળ બેસાડવા પર ભારતીય ટીમે કામ કર્યું છે.

અક્ષરે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના પ્રોગ્રામમાં વાત કરતા કહ્યું કે, અમે તેના વિશે IPL શરૂ થતા પહેલાથી જ જાણતા હતા આથી, IPL દરમિયાન પણ ચર્ચા થતી હતી કે અમે લાલ બોલથી બોલિંગ કરીશું. અમારી પાસે લાલ બોલ હતો આથી, અમે તેનો ઉપયોગ કરી રહ્યા હતા. તમે જાણો છો કે ક્યારે અને કઇ રીતે રમવાનું છે, તમારી પાસે કેટલો સમય છે. વ્હાઇટ બોલથી લાલ બોલ તરફ માનસિકરૂપે બદલાવ કરવો સ્પષ્ટરીતે મુશ્કેલ છે પરંતુ, અમારી પાસે પર્યાપ્ત સમય છે. અમે વ્હાઇટ બોલથી લાલ બોલમાં બદલાવ કરી રહ્યા છીએ. તે એસજીથી ડ્યૂક બોલમાં બદલાવ કરવા જેવુ છે. તમારે તમારી પ્રતિભા અને કૌશલનો ઉપયોગ કરવો પડશે. તમારે તમારી યોજનાને લાગૂ કરવાની હોય છે અને બોલિંગ લય મેળવવાનો હોય છે. બોલ ભલે કોઈપણ હોય, જો તમે યોગ્ય લાઇન અને લેન્થ સાથે બોલિંગ કરો છો તો તે કામ કરે છે. અમે એ જ કરી રહ્યા છીએ. મેચ ઇંગ્લેન્ડમાં છે, જ્યાં પરિસ્થિતિ ભારતથી અલગ છે, તો અમે યોજના બનાવી રહ્યા છીએ કે, અહીં કઈ લાઇન અને લેન્થ કામ કરશે.

ભારતીય ખેલાડીઓનું પહેલું ગ્રુપ ગત અઠવાડિયાની શરૂઆતમાં લંડન પહોંચ્યુ હતું, જેમા વિરાટ અને અક્ષર જેવા ખેલાડી સામેલ હતા. અક્ષરે કહ્યું, જે લોકો (IPL પ્લેઓફ માટે) ક્વોલિફાઇ ના કરી શક્યા તેમને વધુ સમય મળ્યો. આથી, મને નથી લાગતું કે કોઈ સમસ્યા થશે કારણ કે, અમારી પાસે તૈયારી કરવા માટે પર્યાપ્ત સમય છે. અંતર એ છે કે, ડ્યૂક બોલ વધુ સમય સુધી ચમકદાર રહે છે પરંતુ, IPL દરમિયાન અમે બોલ મંગાવ્યો હતો આથી, અમે તેની સાથે અભ્યાસ કરી રહ્યા હતા અને તેના આદી થઈ ગયા હતા.

અમે IPL રમીને આવ્યા હતા જ્યાં ભારતમાં તાપમાન 40-45 ડિગ્રી હતું. ત્યારબાદ અહીં બહુ સારું લાગી રહ્યું છે. અમે અમારા શિયાળાના કપડાં કાઢી લીધા છે અને જંપર્સ પહેરીને ફરી રહ્યા છીએ. થોડી હવા પણ ચાલી રહી છે. અમે જ્યારે પણ બ્રિટન આવીએ છીએ તો અમે હવામાનનો આનંદ લઇએ છીએ. અહીં થોડું ઠંડુ રહે છે, ગરમી નથી હોતી. ઉલ્લેખનીય છે કે, ભારત અને ઇંગ્લેન્ડમાં સ્થિતિઓ અલગ છે. ફાસ્ટ બોલર્સની અહીં વધુ ભૂમિકા છે. ભારતમાં સ્પિનર વધુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. બંને ટીમો માટે પરિસ્થિતિઓ સમાન છે. ઇંગ્લેન્ડમાં હવા સ્વિંગ બોલિંગમાં મદદ કરે છે અને જો તમે યોગ્ય જગ્યા પર બોલિંગ કરો તો સારો બાઉન્સ મળે છે.

બંને ટીમોની સ્ક્વૉડ

ભારત

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત (વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, ઇશાન કિશન (વિકેટ કીપર).

સ્ટેન્ડબાય- યશસ્વી જયસ્વાલ, મુકેશ કુમાર, સૂર્યકુમાર યાદવ.

ઓસ્ટ્રેલિયા

પેટ કમિંસ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી (વિકેટ કીપર), કેમરન ગ્રીન, માર્કસ, હેરિસ, જેશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગલિસ (વિકેટ કીપર), ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, ટૉડ મર્ફી, સ્ટીવ સ્મિથ (વાઇસ કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, ડેવિડ વોર્નર.

સ્ટેન્ડબાય- મિચેલ માર્શ, મેથ્યૂ રેનશૉ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp