3 વર્ષથી સદી ન બનાવવા પર રોહિત શર્માએ તોડ્યું મૌન, બોલ્યો- મને ખબર છે, પણ..
ભારતીય ટીમે રાયપુરમાં રમાયેલી બીજી વન-ડે મેચમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 8 વિકેટે જીત હાંસલ કરી. કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે સીરિઝ પણ જીતી લીધી છે. માત્ર 109 રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે રોહિત શર્માએ અહીં 50 બૉલમાં 51 રનની ઇનિંગ રમી. મેચ બાદ રોહિત શર્માને તેના ફોર્મ અને લાંબા સમયથી સદી ન બનાવવાને લઇને સવાલ કરવામાં આવ્યો હતો. તેના પર રોહિત શર્માએ કહ્યું કે, તે જે પ્રકારે રમી રહ્યો છે એ પ્રદર્શનથી ખુશ છે.
રોહિત શર્માએ છેલ્લા 3 વર્ષથી વન-ડેમાં કોઇ સદી બનાવી નથી. જાન્યુઆરી 2020માં તેણે છેલ્લી વખત કોઇ સદી બનાવી હતી. રોહિત શર્માને જ્યારે સદી ન આવવાને લઇને સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું કે, હું પોતાની રમત બદલવાના પ્રયત્નમાં છું અને શરૂઆતથી જ બોલર્સ પર દબાવ બનાવી રહ્યો છું. વિરોધી ટીમ પર પણ દબાવ બનાવવો ખૂબ જરૂરી છે. મને ખબર છે કે મોટા સ્કોર આવ્યા નથી, પરંતુ તે વધારે ચિંતિત નથી. કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, હું પોતાની બેટિંગથી સંતુષ્ટ છું. મારો અપ્રોચ સારો છે અને હું જે પ્રકારે પ્રદર્શન કરી રહ્યો છું તેનાથી સંતુષ્ટ છું.
તેણે અગાળ કહ્યું કે, મને ખબર છે કે મોટો સ્કોર પણ બસ નજીક જ છે. ઉલ્લેખનીય છે કે રોહિત શર્માએ બીજી વન-ડે મેચમાં 51 રનોની ઇનિંગ રમી હતી, જેમાં 5 ફોર અને 2 સિક્સ સામેલ રહ્યા. આ વર્ષે ભારતીય ટીમે પોતાના ઘર આંગણે વર્લ્ડ કપ રમવાનો છે એવામાં ભારતીય ટીમને આશા છે કે કેપ્ટન રોહિત શર્મા ફોર્મમાં આવે. રોહિત શર્માઅને વન-ડે ક્રિકેટનો લીજેન્ડ માનવામાં આવે છે. તે વન-ડે ક્રિકેટમાં 10 હજાર રનોની ખૂબ જ નજીક છે.
જો ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી બીજી વન-ડે મેચની વાત કરીએ તો ભારતીય ટીમે અહીં 8 વિકેટે જીત હાંસલ કરી છે. રોહિત શર્માએ ટોસ જીતીને ન્યૂઝીલેન્ડને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. રોહિત શર્માનો આ નિર્ણય સાચો ઠર્યો અને ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડની ટીમને ભારતે 108 રનો પર ઢેર કરી દીધી. ભારત તરફથી મોહમ્મદ શમીએ 3 વિકેટ લીધી, હાર્દિક પંડ્યા એન વૉશિંગટન સુંદરે 2-2, જ્યારે મોહમ્મદ સિરાજ, શાર્દૂલ ઠાકુર અને કુલદીપ યાદવે 1-1 વિકેટ લીધી હતી. 109 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 20.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp