હાર્દિક પંડ્યાનો બેકઅપ શોધવો ઘણો જરૂરી: વર્લ્ડ કપ વિજેતા ખેલાડીએ આપ્યું કારણ

PC: englishtribune.com

પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે ભારતીય ટીમ મેનેજમેન્ટને મહત્વની સલાહ આપી છે અને કહ્યું છે કે તેમણે ભારતના સ્ટાર ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાનો બેકઅપ શોધવો જોઈએ. ગંભીરને લાગે છે કે હાર્દિક પંડ્યા ભારતીય ટીમ માટે ઘણો મહત્વપૂર્ણ ખેલાડી છે અને તેવામાં જો તેને કોઈ ઈજા થાય છે તો, તેનું નુકસાન ટીમ ઈન્ડિયાને ઝેલવું પડી શકે છે.

હાર્દિક પંડ્યા સફેદ બોલ ફોર્મેટમાં ભારતીય ટીમ માટે ઘણો ખાસ ખેલાડી છે. તેની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડીંગ ત્રણેય જોરદાર છે. આ સિવાય છેલ્લા કેટલાંક મહિનાઓમાં તે કેપ્ટન તરીકે પણ ઊભરીને બહાર આવ્યો છે. તમને જણાવી દઈએ કે શ્રીલંકા સામેની પહેલી T20 સીરિઝની કેપ્ટન્સી તેને સોંપવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમમાં આ સમયે ઓલ રાઉન્ડરની ચર્ચા જ્યારે પણ થાય છે, તો હાર્દિક પંડ્યાનું નામ પહેલા આવે છે. જોકે ફિટનેસ તેની સૌથી મોટી સમસ્યા છે.

હાર્દિક પોતાના કરિયરમાં ઈજાથી ઘણો પરેશાન થઈ રહ્યો છે. જ્યારે એક વખત બેક ઈન્જરીને ઘણા લાંબા સમય સુધી બોલિંગ કરી શકતો ન હતો અને ઘણા લાંબા સમય સુધી ટીમનો હિસ્સો પણ ન હતો. હાર્દિકની આ સમસ્યા પર ભાર આપીને ગૌતમે સ્ટાર સ્પોર્ટ્સના ખાસ કાર્યક્રમ રોડ ટુ વર્લ્ડ કપ ગ્લોરીમાં કહ્યું હતું- ટીમ મેનેજમેન્ટે ટૂંક સમયમાં હાર્દિકનો એક બેકઅપ શોધવો ઘણો જરૂરી છે, જો તેને કોઈ પણ ઈજા થાય છે તો ભારતીય ટીમે એક ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

તમને જણાવી દઈએ કે શ્રીલંકા વિરુદ્ધ T20માં પણ હાર્દિક પંડ્યા ક્રેમ્પ્સની સમસ્યા થઈ હતી અને કેટલાંક સમય સુધી તે મેદાનથી બહાર રહ્યો હતો. તેવામાં તેની ફિટનેસને લઈને ટીમ મેનેજમેન્ટ ધ્યાન રાખવું પડશે, સાથે જ તેના જેવા એક બેકઅપ ખેલાડીની પણ શોધ કરી રાખવી પડશે. હાલમાં ક્રિકેટ જગતના સૌથી નાના ફોર્મેટ T20માં ભારતીય ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી રહી છે. તે આ નાના ફોર્મેટ માટે એકદમ પરફેક્ટ છે અને ભવિષ્યમાં પણ આ કેપ્ટન તરીકે કાયમી જગ્યા બનાવી શકે છે. ગઈકાલની શ્રીલંકા સામેની મેચમાં ભારતીય ટીમે રસાકસી ભરેલા વાતાવરણમાં માત્ર 2 રનથી તેમને હાર આપી હતી.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp