પાકિસ્તાન હાર્યું તો કદાચ સેમિફાઈનલ બહાર થશે? જાણો સમીકરણ, કંઈ ટીમના કેટલા ચાન્સ

PC: BCCI

ભારત દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023 હવે ખૂબ જ રોમાંચક વળાંક પર પહોંચી ગયો છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે તેની તમામ પ્રથમ 5 મેચ જીતી છે. આ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે ટોપ પર આવી ગઈ છે.

આ સાથે જ ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023માં સેમીફાઈનલના આંગણે પહોંચી ગઈ છે. ટીમે તેની આગામી એટલે કે છઠ્ઠી મેચ 29 ઓક્ટોબરે લખનઉમાં ઈંગ્લેન્ડ સામે રમવાની છે. જો ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવશે તો સેમીફાઈનલમાં જગ્યા લગભગ નિશ્ચિત કરી લેશે.

જો આ પછી ભારતીય ટીમ શ્રીલંકા સામેની તેની 7મી મેચ પણ જીતી લે છે તો સેમીફાઈનલમાં તેનું સ્થાન નિશ્ચિત થઈ જશે. ભારતીય ટીમને 14 પોઈન્ટ સાથે સેમિફાઈનલમાં પહોંચતા કોઈ રોકી શકશે નહીં. ભારતીય ટીમ 2 નવેમ્બરે મુંબઈમાં શ્રીલંકા સામે તેની 7મી મેચ રમવાની છે.

ભારતીય ટીમે તેની 5મી મેચમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું છે. આ મેચ રવિવારે (22 ઓક્ટોબર) ધર્મશાલામાં રમાઈ હતી. આ હાર સાથે કિવી ટીમનો વિજય રથ થંભી ગયો છે. ટીમને 4 મેચ પછી પહેલી હાર મળી છે. ન્યુઝીલેન્ડ હવે બીજા સ્થાને છે. તેણે સેમિફાઇનલમાં જવા માટે તેની બાકીની 4 મેચમાંથી 2-3 જીતવી પડશે.

બીજી તરફ પાકિસ્તાનની ટીમ આજે (23 ઓક્ટોબર) અફઘાનિસ્તાન સામે મહત્વની મેચ રમવાની છે. આ મેચ ચેન્નાઈના મેદાન પર યોજાવાની છે, જ્યાં અફઘાનિસ્તાનના સ્પિનરો પાકિસ્તાની બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. બાબર આઝમની કેપ્ટન્સીમાં પાકિસ્તાને અત્યાર સુધી 4માંથી 2 મેચ જીતી છે અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે. જો તેને સેમિફાઇનલમાં પ્રવેશ કરવો હોય તો તેને બાકીની તમામ 5 મેચ જીતવી પડશે.

જો પાકિસ્તાનની ટીમ એક પણ મેચ હારે છે, તો તેને નેટ રન રેટ અને અન્ય ટીમોની જીત અને હાર પર નિર્ભર રહેવું પડી શકે છે. હાલ આ પાકિસ્તાની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે.

https://khabarchhe.com/uploads/mc_path/169804194603.jpg

બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટીમ ત્રીજા સ્થાને છે. તેણે 4માંથી 3 મેચ જીતી છે. નેધરલેન્ડ સામે એક મેચ હારી. ચોથા નંબર પર 5 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા છે, જેણે તેની 4 મેચમાંથી 2 જીતી છે અને 2 હારી છે. જો કોઈ પણ ટીમ આ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચવા ઈચ્છે છે તો તેને તેની 9 મેચમાંથી ઓછામાં ઓછી 6 કે 7 મેચ જરૂર જીતવી પડશે.

6 મેચ જીતનારી ટીમને નેટ રન રેટ અને બાકીની મેચોના પરિણામો પર આધાર રાખવો પડી શકે છે. પરંતુ 7 મેચ સાથેની ટીમ સીધી સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. પરંતુ ટોપ-4 ટીમો માટે 7 મેચ જીતવી ઘણી મુશ્કેલ છે. ત્રીજા અથવા ચોથા સ્થાન અથવા બંને માટે નેટ રન રેટ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp