ભારતીય ટીમની WC અગાઉ હુંકાર, 4 વર્ષથી અપરાજિત, 22 સીરિઝ પર કર્યો કબજો

PC: twitter.com

ભારતીય ટીમે વર્લ્ડ કપ અગાઉ ઘર પર વધુ એક દ્વિપક્ષીય સીરિઝ જીતી લીધી છે. ભારતીય ટીમે બીજી વન-ડેમાં ન્યૂઝીલેન્ડની ટીમને 8 વિકેટે હરાવી દીધી. તેની સાથે જ રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ભારતીય ટીમે 3 મેચોની સીરિઝમાં 2-0થી અજેય લીડ હાંસલ કરી લીધી છે. મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમ પહેલા બેટિંગ કરતા 108 રન પર જ સમેટાઇ ગઇ હતી. 8 ખેલાડી તો એવા રહ્યા જે ડબલ ડિજિટના આંકડા સુધી પણ ન પહોંચી શક્યા. પ્લેયર ઓફ ધ મેચ રહેલા ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 18 રન આપીને 3 વિકેટ પોતાના નામે કરી હતી.

109 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 20.1 ઓવરમાં જ 2 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. કેપ્ટન રોહિત શર્માએ 51 રન બનાવ્યા તો શુભમન ગિલે નોટઆઉટ 40 રન બનાવ્યા. ભારતીય ટીમ છેલ્લા 4 વર્ષમાં 24માંથી 22 સીરિઝ જીતી છે. જ્યારે 2 બરાબરની રહી એટલે કે ભારતીય ટીમે એક પણ સીરિઝ ગુમાવી નથી. આ વર્ષે વન-ડે વર્લ્ડ કપની મેચો ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં જ થવાની છે. એવામાં આ પરિણામ ટીમ માટે ઉત્સાહજનક કહી શકાય છે.

ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સીરિઝ અગાઉ શ્રીલંકા વિરુદ્ધ T20 સીરિઝ 2-1થી જ્યારે વન-ડે સીરિઝ 3-0થી પોતાના નામે કરી. વર્ષ 2019થી ઘર પર રમાયેલી છેલ્લી 24 દ્વિપક્ષીય સીરિઝની વાત કરીએ તો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 સીરિઝ 1-1થી બરાબરી પર રહી, પછી ટીમે દક્ષિણ આફ્રિકન ટીમને ટેસ્ટ સીરિઝ 3-0થી હરાવી. બાંગ્લાદેશી ટીમને T20 સીરિઝમાં 2-1થી, જ્યારે ટેસ્ટ સીરિઝમાં 2-0થી હરાવી. પછી ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડીઝની ટીમને વન-ડે અને T20 બંનેમાં 2-1થી હરાવી.

ત્યારબાદ ભારતીય ટીમે શ્રીલંકન ટીમને T20 સીરિઝમાં 2-0થી, જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમને વન-ડે સીરિઝમાં 2-1થી હરાવી દીધી. ત્યારબાદ ઇંગ્લિશ ટીમને ટેસ્ટ સીરિઝમાં 3-1થી હરાવી. ભારતીય ટીમ અહીં જ ન રોકાઇ. ઇંગ્લેન્ડની ટીમને T20 અને વન-ડે સીરિઝ બંનેમાં હરાવી. હવે વારો ન્યૂઝીલેન્ડનો આવ્યો. ટીમે તેની વિરુદ્ધ T20 સીરિઝ 3-0થી જ્યારે ટેસ્ટ સીરિઝ 1-0થી જીતી.

ત્યારબાદ ટીમે વેસ્ટ ઇન્ડીઝની ટીમને વન-ડે અને T20 બંનેમાં 3-0થી હરાવી દીધી. ત્યારબાદ ભારતીય ટીમે શ્રીલંકન ટીમ વિરુદ્ધ T20 અને ટેસ્ટ સીરિઝમાં જીત હાંસલ કરી. ત્યારબાદ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 5 મેચોની T20 સીરિઝ 2-2થી બરાબર રહી. પછી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ T20 સીરિઝમાં 2-1થી જીત હાંસલ કરી. પછી ટીમે દક્ષિણ આફ્રિકન ટીમ વિરુદ્ધ T20 અને વન-ડે સીરિઝ જીતી. હવે વર્ષ 2023માં ટીમ સતત 3 દ્વિપક્ષીય સીરિઝ જીતી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, ભારત વર્ષ 2011થી વર્લ્ડ કપ ટ્રોફીની રાહ જોઇ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp