ભારત-પાકિસ્તાન મેચ: કોહલીએ મેદાન પર એવી ભૂલ કરી કે ડ્રેસિંગ રૂમ જવુ પડ્યું

PC: sportstar.thehindu.com

ICC મેન્સ વન-ડે વર્લ્ડ કપ 2023 ની મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ફિલ્ડિંગ માટે મેદાન પર આવેલા વિરાટ કોહલીને તેની એક ભૂલને કારણે ડ્રેસિંગ રૂમની અંદર પરત જવું પડ્યું હતું. જો કે કેટલાંક લોકો કોહલીની આ ભૂલને ‘વિરાટ’ ભૂલ કહી રહ્યા છે. વિરાટ જ્યારે ડ્રેસિંગ રૂમમાં ગયો ત્યારે ઇશાન કિશન મેદાન પર હતો.

ટીમ ઈન્ડિયાએ આ મેચ માટે પોતાના પ્લેઈંગ 11માં ફેરફાર કર્યો છે, જેમાં ઈશાન કિશનની જગ્યાએ શુભમન ગિલનો ટીમ ઇન્ડિયામાં ફરી સમાવેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારતે ફિલ્ડીંગની શરૂઆત કરી ત્યારે ભારતીય ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ મેચની શરૂઆતમાં જ એવી ભૂલ કરી હતી કે તેને સુધારવા માટે તેને તરત જ ડ્રેસિંગ રૂમની અંદર પાછા જવું પડ્યું હતું.

ODI વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની સત્તાવાર જર્સીમાં, ખભા પરની ત્રણ પટ્ટાઓ ત્રિરંગાના રંગોમાં દર્શાવવામાં આવી છે. વિરાટ કોહલી ભૂલથી જૂની જર્સી પહેરીને મેદાનમાં આવ્યો હતો. જેમાં વ્હાઇટ કલરના 3 પટ્ટા હતા.

વિરાટ કોહલીને જ્યારે પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તાત્કાલિક ડ્રેસિંગ રૂમમાં ગયો હતો અને જૂની જર્સી બદલીને ટ્રાઇકલર વાળી જર્સી પહેરીને પાછો મેદાન પર આવી ગયો હતો.

વિરાટ કોહલી જ્યારે જર્સી બદલવા ડ્રેસિંગ રૂમમાં ગયો એ દરમિયાન મેદાન પર ઇશાન કિશન ફિલ્ડીંગ કરવા માટે આવ્યો હતો.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પર રમાઇ રહેલી ભારત-પાકિસ્તાનની મેચમાં ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનું પસંદ કર્યું હતું અને આ લખાઇ રહ્યું છે ત્યારે પાકિસ્તાનની 34ઓવરમા 5 વિકેટ પડી ગઇ છે અને 167 રન સ્કોર બોર્ડ પર મુક્યા છે.

ભારતમાં રમાનાર ODI વર્લ્ડ કપ માટે BCCI દ્વારા ભારતીય ક્રિકેટ ટીમની જર્સી બહાર પાડવામાં આવી છે. 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ODI વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની જર્સી પર ત્રિરંગાની છાપ મૂકવામાં આવી છે.

ખભા પાસે ત્રણ સફેદ પટ્ટાઓને બદલે જર્સીમાં ત્રિરંગાની ત્રણ પટ્ટાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિરાટ કોહલી જે વ્હાઇટ કલરની પટ્ટી વાળી જર્સી હતી તે પહેરીને મેદાન પર આવી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp