વિન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, ટેસ્ટથી પૂજારાની છુટ્ટી, ODIમાં...

PC: twitter.com/BCCI

વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ વન-ડે અને ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ટેસ્ટ અને વન-ડે સીરિઝમાં રોહિત શર્મા જ ટીમની કેપ્ટન્સી કરશે. ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ ટીમમાંથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. અજિંક્ય રહાણેનું પ્રમોશન થયું છે અને તેને ટેસ્ટ સીરિઝ માટે ઉપકેપ્ટન બનાવવામાં આવ્યો છે. યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડને પહેલી વખત ટેસ્ટ ટીમમાં જગ્યા મળી છે. યશસ્વી જયસ્વાલને આ જ મહિને થયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ફાઇનલ માટે સ્ટેન્ડબાય ખેલાડી તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

તો ફાસ્ટ બોલર મુકેશ કુમાર અને નવદીપ સૈનીને પણ ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મોહમ્મદ શમીને વન-ડે અને ટેસ્ટ સીરિઝ માટે આરામ આપવામાં આવ્યો છે. વન-ડે ટીમમાં ઉમરાન મલિક અને સંજુ સેમસનની વાપસી થઈ છે. ઋતુરાજ ગાયકવાડને વન-ડે ટીમમાં પણ સિલેક્ટ કરવામાં આવ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર ભારતીય ટીમ પહેલા 2 ટેસ્ટ મેચ રમશે. પહેલી ટેસ્ટ મેચ 12 જુલાઈથી ડોમિનિકામાં રમાશે. ત્યારબાદ બીજી ટેસ્ટ મેચ 20 જુલાઈથી પોર્ટ ઓફ સ્પેનમાં આયોજિત થશે. ત્રણ મેચોની વન-ડે સીરિઝની વાત કરવામાં આવે તો તે 27 જુલાઈથી શરૂ થશે, તો 5 મેચોની T20 સીરિઝ 3 ઑગસ્ટથી આયોજિત કરવામાં આવશે.

વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (ઉપકેપ્ટન), કે.એસ. ભરત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની.

વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડે સીરિઝ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (ઉપકેપ્ટન), શાર્દૂલ ઠાકુર, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, મુકેશ કુમાર.

વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર ભારતીય ટીમનું શેડ્યૂલ:

પહેલી ટેસ્ટ મેચ: 12-16 જુલાઇ, ડોમિનિકા.

બીજી ટેસ્ટ મેચ: 20-24 જુલાઇ, પોર્ટ ઓફ સ્પેન.

પહેલી વન-ડે મેચ: 27 જુલાઇ, બ્રિજટાઉન

બીજી વન-ડે મેચ: 29 જુલાઇ, બ્રિજટાઉન

ત્રીજી વન-ડે મેચ: 1 ઑગસ્ટ, પોર્ટ ઓફ સ્પેન.

પહેલી T20 મેચ: 3 ઑગસ્ટ, પોર્ટ ઓફ સ્પેન.

બીજી T20 મેચ: 6 ઑગસ્ટ, ગુયાના.

ત્રીજી T20 મેચ: 8 ઑગસ્ટ, ગુયાના.

ચોથી T20 મેચ: 12 ઑગસ્ટ, ફ્લોરિડા.

પાંચમી T20 મેચ: 13 ઑગસ્ટ, ફ્લોરિડા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp