રિષભ પંત પર સંક્રમણનો ડર, ક્રિકેટ બોર્ડે આ મોટી સુવિધા આપવાની કહી વાત

PC: ndtv.com

ભારતીય ક્રિકેટ ટીમના યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનું 30 ડિસેમ્બરના રોજ એક ભયાનક એક્સિડન્ટ થઇ ગયું હતું. ત્યારબાદ તેને એક હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા બાદ દેહરાદૂન સ્થિત મેક્સ હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેની ઇજા પર પણ અપડેટ આપ્યું હતું, જેમાં તેની ઘણી જગ્યાએ ઇજા થઇ છે અને તેની હાલત ગંભીર બતાવી હતી. હાલમાં જ તેની તબિયતને લઇને મોટું અપડેટ આવ્યું હતું, જેમાં તે સારો હોવાનું કહેવામાં આવ્યું હતું અને તેને જલ્દી જ ICUમાંથી પ્રાઇવેટ સુઇટમાં શિફ્ટ કરી દેવામાં આવશે.

દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)એ તેની પાછળનું કારણ બતાવતા કહ્યું કે, ઇન્ફેક્શનના ડરથી તેને પ્રાઇવેટ સુઇટમાં શિફ્ટ કરવા કહેવામાં આવ્યું છે. DDCAના ડિરેક્ટર શ્યામ શર્માએ એક ન્યૂઝ એજન્સીને આ સંદર્ભમાં જણાવ્યું હતું કે, સંક્રમણના ડરથી અમે તેના પરિવાર અને હૉસ્પિટલ પ્રશાસનને તેને પ્રાઇવેટ સુઇટમાં શિફ્ટ કરવા કહ્યું છે. તે સારો થઇ રહ્યો છે અને જલ્દી જ સારો થઇ જશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રવિવારે જાહેરાત કરી હતી કે, 30 ડિસેમ્બરના રોજ રુડકી પાસે દુર્ઘટનામાં ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયેલા 25 વર્ષીય ભારતીય ખેલાડી રિષભ પંતની સારવાર માટે રાજ્ય સરકાર દરેક સંભવિત મદદ ઉપલબ્ધ કરાવશે.

રિષભ પંતને આ અકસ્માતમાં ઘણી જગ્યાએ ઇજા થઇ છે. જેને લઇને BCCIએ અપડેટ આપ્યું હતું અને કહ્યું હતું કે, રિષભ પંતના માથા પર બે કટ લાગ્યા છે, તેને જમણા ઘૂંટણમાં લીગામેન્ટ ફાટી ગયું છે અને તેની જમણી કલાઇ, ઘૂંટી, પગના અંગૂઠામાં પણ ઇજા થઇ છે. સાથે જ તેની પીઠ પર ઘર્ષણની ઇજા પણ લાગી છે. રિષભ પંતની હાલત સ્થિર છે અને હવે મેક્સ હૉસ્પિટલ, દેહરાદૂનમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે, જ્યાં તેની ઇજા કેટલી ગંભીર છે તેની જાણકારી મેળવવા માટે MRI સ્કેન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત 30 ડિસેમ્બરની સવારે એક ભયાનક કાર દુર્ઘટનાનો શિકાર થઇ ગયો. જ્યારે તે ઉત્તરાખંડમાં પોતાના ગૃહનગર રુડકી જઇ રહ્યો હતો. તેની કાર અચાનક ડિવાઇડર સાથે ટકરાઇ ગઇ અને તેમાં આગ લાગી ગઇ. રિષભ પંતે બહાર નીકળવા માટે વિન્ડ સ્ક્રીન તોડી દીધી, ત્યારબાદ દુર્ઘટનાસ્થળે પહોંચેલા હરિયાણા રોડવેઝના બસ ચાલક અને કંડક્ટરે તેની મદદ કરી હતી. ત્યારબાદ ડેપો દ્વારા એ ડ્રાઇવર અને કંડકટરનું સન્માન કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp