IPLમાં ઇજાગ્રસ્ત હોવાનું કહી જલ્સા કર્યા, પોતાના દેશ માટે રમવાનું આવ્યું તો ફીટ

PC: indiatv.in

IPL 2023 બે મહિનાના રોમાંચ પછી હવે સમાપ્ત થઈ ગઇ છે. વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ પૂરી થતાં જ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યાં ટીમ ઈન્ડિયા 7 જૂનથી ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમશે. બીજી તરફ ઈંગ્લેન્ડની ટીમને એશિઝ પહેલા આયર્લેન્ડનો સામનો કરવાનો છે.

આ દરમિયાન ઈંગ્લેન્ડના એક મોટા ખેલાડીની ફિટનેસ અંગે અપડેટ સામે આવ્યું છે. IPLની લગભગ આખી સિઝનમાં ડગ આઉટની બેંચ પર પર બેઠેલા જોવા મળેલો આ મોંઘો ખેલાડી પોતાની ટીમ માટે રમવા એકદમ ફીટ હોવાનું જાણવા મળ્યું છે. ઇંગ્લેન્ડની ટીમ આયર્લેન્ડ સામે 1 જૂનથી 4 જૂન સુધી લોર્ડ્સમાં એકમાત્ર ટેસ્ટ રમશે.

અમે વાત કરી રહ્યા છીએ ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સની. ઈંગ્લેન્ડનો આ ખેલાડી IPL2023ની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતો. ફ્રેન્ચાઇઝીએ તેને 16.25 કરોડમાં ખરીદ્યો હતો. પરંતુ તે માત્ર બે મેચ રમ્યા બાદ ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ તેની આખી સિઝન બેન્ચ પર જ પસાર થઈ હતી. CSK પ્લેઓફમાં પહોંચ્યા બાદ તે પોતાના દેશ પરત ફર્યો હતો. પરંતુ હવે જે અપડેટ આવ્યું છે તે જાણીને CSKના ચાહકો ચોક્કસપણે ગુસ્સે થઈ શકે છે.

IPL પૂરી થયાને માત્ર 3 દિવસ થયા છે અને આ ખેલાડી તેની ટીમ ઈંગ્લેન્ડ માટે રમવા માટે સંપૂર્ણ રીતે ફિટ છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ફ્રેન્ચાઈઝીને પણ 16.25 કરોડનો મોટો ચૂનો લાગ્યો છે. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ ઘૂંટણની ઈજામાંથી સાજા થયા બાદ આગામી એશિઝ શ્રેણીમાં ઓલરાઉન્ડર તરીકે રમવા માટે તૈયાર છે, એટલે કે તે બોલિંગ કરવા માટે પણ ફિટ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો આ ખેલાડી ઈજાના કારણે માત્ર બે મેચ જ રમી શક્યો હતો. આ દરમિયાન તેણે માત્ર એક ઓવર ફેંકી હતી. આ પછી, બુધવારે તેણે કહ્યું કે તે આગામી સિઝનમાં દરેક ટેસ્ટ મેચ રમવાનો પ્રયત્ન કરશે.

આયર્લેન્ડ સામેની ટેસ્ટ પહેલા તેણે કહ્યું કે, જ્યાં સુધી હું ચાલી શકીશ ત્યાં સુધી હું મેદાન પર રહીશ. હું મારી જાતને એવી સ્થિતિમાં મૂકવા માંગતો નથી કે જ્યાં હું પાછળ જોઉં અને બોલ સાથે મારો ભાગ ભજવવાનો પ્રયાસ ન કરવાનો અફસોસ કરું. તમને જણાવી દઈએ કે સ્ટોક્સને આ વર્ષે ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસ દરમિયાન આ ઈજા થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp