તેણે મારા નિતંબ પર હાથ મુક્યો... રેફરીએ કહ્યું- મેં જોયુ હતું બૃજભૂષણે...

કુશ્તી મહાસંઘના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ પર વધુ એક મહિલા પહેલવાને પોતાની FIRમાં ગંભીર આરોપો લગાવ્યા છે. ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, પહેલવાને આરોપ લગાવ્યો છે કે, ગત વર્ષે માર્ચ મહિનામાં એશિયન ચેમ્પિયનશિપ પહેલા ટ્રાયલ દરમિયાન એક ફોટો સેશન ચાલી રહ્યું હતું, આ દરમિયાન બૃજભૂષણે નિતંબ પર હાથ મુક્યો. મહિલા પહેલવાનના આ આરોપોને ઇન્ટરનેશનલ રેફરી જગબીર સિંહે પણ સાચા ગણાવ્યા છે. જગબીર સિંહે પોલીસની સામે નિવેદન આપ્યું છે. ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા જગબીર સિંહે ઘટના દરમિયાનનો ફોટો પણ બતાવ્યો. તેમણે જણાવ્યું કે, ફોટો સેશન દરમિયાન તે આરોપ લગાવનારી મહિલા પહેલવાન અને બૃજભૂષણની પાસે જ ઊભા હતા. તેણે કહ્યું-
મેં બૃજભૂષણને મહિલા પહેલવાનની બાજુમાં ઊભેલો જોયો. તેણે પોતાને છોડાવી, ધક્કો માર્યો, કંઈક બોલી અને ત્યાંથી દૂર જતી રહી. તે અધ્યક્ષની બાજુમાં ઊભી હતી પરંતુ, પછી સામે આવી ગઈ. મેં જોયુ કે, મહિલા પહેલવાન અસહજ થઈ ગઈ હતી. તેની સાથે કંઈક તો ખોટું થયુ હતું. જગબીર સિંહ આ કેસમાં 125 મહત્ત્વના સાક્ષીઓ પૈકી એક છે.
ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા બૃજભૂષણ કહે છે કે- હું જોઈ નહોતો શક્યો કે અસલમાં શું બન્યું હતું પરંતુ, તેના (બૃજભૂષણના) હાથ-પગ તો ખૂબ જ ચાલતા હતા. અહીં આવી જા, અહીં ઊભી રહી જા. તેના (મહિલા પહેલવાન)ના વર્તન પરથી સમજાઈ રહ્યું હતું કે, તે દિવસે કંઈક ખોટું બન્યુ હતું.
મહિલા પહેલવાને FIRમાં આખી સ્ટોરી જણાવી છે. ફોટો સેશન દરમિયાન શું થયુ હતું, આ અંગે પહેલવાને જણાવ્યું કે, હું સૌથી લાંબા પહેલવાનો પૈકી એક હતી આથી, મારે છેલ્લી લાઇનમાં ઊભા રહેવાનું હતું. જ્યારે હું છેલ્લાં લાઇનમાં ઊભી હતી અને બીજા પહેલવાનોના આવવાની રાહ જોઈ રહી હતી, ત્યારે બૃજભૂષણ મારી પાસે આવીને ઊભો રહી ગયો. મેં અચાનક મારા નિતંબ પર એક હાથનો સ્પર્શ અનુભવ્યો. મેં પાછળ ફરીને જોયુ અને હું દંગ રહી ગઈ. બૃજભૂષણે પોતાના હાથ મારા નિતંબ પર મુકી દીધા હતા. ખોટી રીતે સ્પર્શ કરવા માટે. બચવા માટે મેં તરત જ તે જગ્યાએથી દૂર હટવાનો પ્રયત્ન કર્યો. જોકે, જ્યારે મેં ત્યાંથી જવાનો પ્રયત્ન કર્યો, તો તેણે જબરદસ્તી મારો ખભો પકડી લીધા. હું ટીમ ફોટો પડાવવાથી બચી શકું તેમ ન હતું, આથી મેં આરોપીથી દૂર જઈને પહેલી લાઇનમાં બેસવાનો નિર્ણય કર્યો.
એક સગીર સહિત સાત મહિલા પહેલવાનોની ફરિયાદના આધાર પર દિલ્હી પોલીસે બે FIR દાખલ કરી છે. ફરિયાદમાં WFI અધ્યક્ષ બૃજભૂષણ પર સેક્સુઅલ ફેવરની માંગ કરવાના ઓછાંમાં ઓછાં બે મામલા છે, યૌન ઉત્પીડનની આશરે 15 ઘટનાઓ છે જેમા ખોટી રીતે સ્પર્શ કરવાના 10 મામલા સામેલ છે. આ ઉપરાંત, યૌન ઉત્પીડનના પણ આરોપ છે જેમ કે, સ્તનો પર હાથ મુકવો, પેટને સ્પર્શ કરવો.
મહિલા પહેલવાનોના આ આરોપો પર 2010 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી અનીતાએ પણ સાક્ષી પુરાવી છે. અનીતાએ કહ્યું કે, મહિલા પહેલવાને તેને વિદેશમાં ટુર્નામેન્ટ દરમિયાન એક ઘટના અંગે જણાવ્યું. તેણે જણાવ્યું કે, બૃજભૂષણે કથિતરીતે તેને પોતાના રૂમમાં બોલાવી હતી અને તેને જબરદસ્તી ભેટી પડ્યો હતો.
કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરની સાથે પહેલવાનોની વાતચીત બાદ હાલ પ્રદર્શન નથી થઈ રહ્યું. પહેલવાનોએ 15 જૂન સુધી પોતાનું પ્રદર્શન સ્થગિત કર્યું છે. એ જ દિવસે બૃજભૂષણ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp