દિલ્હી કેપિટલ્સે રિષભ પંતની જર્સી ટીંગાડી, જાણો BCCI કેમ ભડકી ગયું

PC: twitter.com

IPL 2023ની એક મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમે કઇંક એવું કર્યું કે જેને કારણે BCCI ગુસ્સે ભરાયું. જો કે બોર્ડે કોઇ પગલાં લીધા નથી, પરંતુ ચેતવણી આપી છે.

ભારતમાં અત્યારે IPL 2023 સિઝનનો રોમાંચ પોતાની ચરમસીમા પર છે. આ વચ્ચે ભારતીય કિક્રેટ કંટ્રોલ બોર્ડ (BCCI) IPL ફ્રેન્ચાઇઝીની દિલ્હી કેપિટલની એક હરકત પર ભડકી ગયું છે. દિલ્હી કેપિટલની ટીમે 1 એપ્રિલે લખનૌ સુપર જાયન્ટસની સામે રમાયેલી પોતાની પહેલી મેચમાં રિષભ પંતને સન્માન આપવા માટે પંતની 17 નંબરની જર્સીને ડગ આઉટ પર લટકાવી હતી. દિલ્હી કેપિટલની આ હરકત BCCIને પસંદ ન આવી.

ગયા વર્ષે 30 ડિસેમ્બર 2022ના દિવસે રિષભ પંત એક કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. જો કે રિષભ પંત અત્યારે સ્ટીકની મદદથી ચાલી રહ્યો છે અને પોતાને થયેલી ઇજામાંથી બહાર આવવાના સમયગાળામાંથી પસાર થઇ રહ્યો છે. રિષભ પંતને હજુ સ્વસ્થ થવામાં  અંદાજે દોઢ વર્ષ જેટલો સમય લાગી શકે છે. એવામાં ભારતની ધરતી પર આ વર્ષમાં ઓકટોબર-નવેમ્બરમાં રમાનારા 2023 વર્લ્ડકપમાં રિષભ પંત ટીમ ઇન્ડિયા માટે રમી શકે તેવી સ્થિતિમાં નથી.

દિલ્હી કેપિટલ્સની ટીમે ઋષભ પંતની જર્સીને ડગઆઉટ પર લટકાવી દીધી એ વાતથી BCCI  ભારે નારાજ થયું હતું.  ન્યૂઝ એજન્સી PTIના કહેવા અનુસાર, BCCI ના એક અધિકારીએ કહ્યું, આ પ્રકારનું સન્માન ત્યારે કરવામાં આવે છે જ્યારે કોઈ મોટી ઘટના કે મોટી દુર્ઘટના બની હોય અથવા કોઈ ખેલાડી નિવૃત્ત થઈ ગયો હોય.

રિષભ પંત તો પુરી રીતે સલામત છે અને ધારણાથી વધારે ઝડપથી રિકવરી કરી રહ્યો છે.BCCIના અધિકારીએ કહ્યુ કે, આ એક પ્રમાણિક ઇરાદાથી કરવામાં આવ્યું હતું એટલે BCCIએ વિનમ્રતાથી દિલ્હી કેપિટલને સમજાવી દીધું છે કે બીજી વખત આવું ગેસ્ચર ન થવું જોઇએ.

રિષભ પંત માટે આવનારો સમય વધુ મુશ્કેલી ભરેલો લાગી રહ્યો છે. વર્ષ 2023માં તો રિષભ પંતની કિક્રેટમાં વાપસી થાય તેવા કોઇ એંધાણ દેખાતા નથી. એવામાં ટીમ ઇન્ડિયામાં રિષભ પંતના સ્થાનને જોખમ લાગી રહ્યું છે. ભારત પાસે 3 સક્ષમ વિકેટ કીપર છે જે વર્ષ 2023ના વર્લ્ડકપમાં રિષભ પંતનું સ્થાન મેળવી શકે છે. કે એલ રાહુલ, ઇશાન કિશાન અને સંજૂ સેમસન રિષભ માટે જોખમ સાબિત થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp