IPL 2023ની બેસ્ટ પ્લેઇંગ XI આવી સામે, રોહિત-કોહલી બહાર, જાણો કોણ બન્યું કેપ્ટન

PC: mid-day.com

IPL 2023 પૂર્ણ થયા બાદ હવે સમગ્ર સિઝનની બેસ્ટ પ્લેઇંગ ઇલેવન સામે આવી છે. એટલે કે તમામ દસ ટીમોના પ્લેયર્સને લઇને 11ની ટીમ. આ વર્ષે IPL દસ ટીમો વચ્ચે રમાઈ, તેમા એમએસ ધોનીની કેપ્ટનશિપવાળી ચેન્નઈ સુપર કિંગ્સ અને હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપવાળી ગુજરાત ટાઇટન્સ ફાઇનલમાં પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, તેને જગ્યા ના મળી. સાથે જ પ્લેઇંગ ઇલેવનમાં ધ્યાન એ વાતનું પણ રાખવુ પડે છે કે, કયા નંબર પર કયા પ્લેયરને જગ્યા આપવામાં આવી. દરમિયાન દુનિયાભરમાં જાણીતા ક્રિકેટ કમેન્ટેટર હર્ષા ભોગલે, ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી રહેલા મેથ્યૂ હેડન અને ઇંગ્લેન્ડના સ્ટાર પ્લેયર કેવિન પીટરસને પોતાની બેસ્ટ પ્લેઇંગ ઇલેવન બનાવી છે. તમે પણ જાણી લો કે ટીમના કયા ખેલાડીને જગ્યા મળી છે.

હર્ષા ભોગલેની પ્લેઇંગ ઇલેવનમાં ઓપનિંગ માટે શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલનું સિલેક્શન કરવામાં આવ્યું છે. તેમજ, નંબર ત્રણ પર કેમરન ગ્રીન અને નંબર ચાર પર સૂર્યકુમાર યાદવને રાખવામાં આવ્યો છે. નંબર પાંચ પર હેનરિક ક્લાસેન અને ત્યારબાદ રિંકૂ સિંહને ફિનિશર તરીકે જગ્યા આપવામાં આવી છે. ત્યારબાદ, ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને રાશિદ ખાનનો નંબર આવે છે. મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને ફાસ્ટ બોલરના રૂપમાં પસંદ કરવામાં આવ્યો છે. તેમજ, મથીસા પથિરાનાને પણ આ ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. એટલે કે, હર્ષા ભોગલેની ટીમમાં ના તો રોહિત શર્માને જગ્યા આપવામાં આવી છે અને ના વિરાટ કોહલીને. તેમજ, આ ટીમમાં વિદેશી ખેલાડી કેમરન ગ્રીન, રાશિદ ખાન, મથીસા પથિરાના અને હેનરિક ક્લાસેનને રાખવામાં આવ્યા છે.

હવે વાત કરીએ મેથ્યૂ હેડનની, જેને સ્ટાર સ્પોર્ટ્સમાં પોતાની ટીમ વિશે વાત કરી છે. હેડનનું કહેવુ છે કે, તેના માટે ઓપનિંગ બેટ્સમેન તરીકે ઋતુરાજ ગાયકવાડ અને શુભમન ગિલ રાખવામાં આવ્યા છે. ત્યારબાદ નંબર ત્રણ પર ફાફ ડુપ્લેસી અને ચાર પર સૂર્યકુમાર યાદવને એન્ટ્રી મળી છે. નંબર પાંચ પર કેમરન ગ્રીન અને છ પર રવીન્દ્ર જાડેજા છે. વિકેટ કીપર તરીકે બેટ્સમેન એમએસ ધોની છે અને તેમજ આ ટીમનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ રાશિદ ખાન, નૂર અહમદ, મોહમ્મદ શમી અને રોહિત શર્માને જગ્યા આપવામાં આવી છે. એટલે કે, હર્ષા ભોગલેની જેમ આ ટીમમાં પણ વિરાટ કોહલી અને રોહિત શર્માની જગ્યા નથી બની શકી.

કેવિન પીટરસનની IPL ટીમમાં ઓપનિંગ જોડી તરીકે ફાફ ડુપ્લેસી અને શુભમન ગિલને જગ્યા મળી છે, તેમજ કેવિન પીટરસને વિરાટ કોહલીને ત્રીજા નંબર પર જગ્યા આપવામાં આવી છે અને ચાર પર સૂર્યકુમાર યાદવ છે. ત્યારબાદ હેનરિક ક્લાસેન અને છ પર રિંકુ સિંહ છે. રાશિદ ખાન નંબર સાત અને આઠ પર અક્ષર પટેલ છે. મોહમ્મદ શમી અને મથીશા પથિરાના ફાસ્ટ બોલર છે. આ ટીમમાં વિરાટ કોહલી તો છે પરંતુ, રોહિત શર્માને આ ટીમમાં જગ્યા નથી મળી શકી. જોકે, આવનારા સમયમાં વધુ દિગ્ગજ પ્લેયર્સની પ્લેઇંગ ઇલેવન પણ આવશે, તેમા જોવુ પડશે કે કયા પ્લેયર્સને જગ્યા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp