જો વરસાદમાં ધોવાઈ ગઈ IPL ફાઇનલ, તો કોણ બનશે ચેમ્પિયન? જાણો નિયમો

IPL 2023ની ફાઇનલ મેચ આજે (28 મે) ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટક્કર થશે. બંને ટીમોની વચ્ચે આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગુજરાત ટાઇટન્સે ક્વોલિફાયર-2 મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને 62 રનથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. જ્યારે, ચેન્નઈ સુપર કિંગ્સે ક્વોલિફાયર-1માં ગુજરાત ટાઇટન્સને 15 રનોથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ ફાઇનલ મેચની શરૂઆત પહેલા અમદાવાદમાં ઘણો વરસાદ પડ્યો છે. આ વરસાદને પગલે ટોસમાં વિલંબ થયો છે, જે ફેન્સ માટે ચિંતાનો વિષય છે. Accuweather ના રિપોર્ટ અનુસાર પણ અમદાવાદમાં રવિવારે સાંજે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, અમદાવાદ શહેરમાં આશરે 2 કલાક વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ સાથે જ સાંજે સૂર્યાસ્ત બાદ વરસાદ પડવા પર 50 કિમી પ્રતિ કલાકની સ્પીડથી હવા ચાલવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
IPL 2022માં ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે હતો, આ વખતે પણ ફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. ફાઇનલ મેચની શરૂઆત સાંજે 7.30 વાગ્યે થઈ. એવામાં જો વરસાદ આવે તો 9.35 સુધી ગેમ શરૂ થવાની સ્થિતિમાં ઓવર્સમાં કાપ નહીં કરવામાં આવશે. ત્યારબાદ પણ જો હવામાન ખરાબ રહે, તો 5-5 ઓવરની મેચ માટે કટ-ઓફ ટાઇમ 11.56 સુધી હશે.
Wholesome and full of Feels 🫶
— IndianPremierLeague (@IPL) May 27, 2023
Not just a Leader - an Emotion 🤗
Everyone is an 𝗠𝗦 𝗗𝗵𝗼𝗻𝗶 fan 😃#TATAIPL | #Final | #CSKvGT | @ChennaiIPL | @msdhoni pic.twitter.com/bUtdnEQX1s
જો 28 મેના દિવસે મિનિમમ પાંચ-પાંચ ઓવર્સની ગેમ નહીં થઈ શકે તો મેચ રિઝર્વ ડે (29 મે) ના રોજ રમાશે. જો રિઝર્વ ડેમાં પણ નિર્ણય ના થઈ શક્યો તો ગુજરાત ટાઇટન્સની ટીમ ટાઇટલ જીતી જશે. જણાવી દઈએ કે, ગુજરાત ટાઇટન્સ પોઇન્ટ ટેબલમાં ટોપ પર રહી હતી, તેમજ ચેન્નઈ સુપર કિંગ્સે બીજું સ્થાન મેળવ્યું હતું. ગુજરાતે 14માંથી 10 મેચ જીતીને 20 પોઇન્ટ્સ મેળવ્યા હતા અને તેનો નેટ-રન રેટ 0.809 હતો. બીજી તરફ CSKએ 14માંથી 8 મેચ જીતી હતી અને તેના 17 પોઇન્ટ્સ હતા.
પ્લેઓફ મેચ માટે આ છે નિયમ
IPL પ્લેઇંગ કંડિશન્સ અનુસાર, ફાઇનલ, એલિમિનેટર, ક્વોલિફાયર-1, ક્વોલિફાયર-2 મેચ જો ટાઇ રહે. અથવા કોઈ પરિણામ ના આવે, તો આ નિયમ લાગૂ થશે...
16.11.1- તેમા ટીમો સુપર ઓવરમાં એકબીજા સામે રમશે, જ્યારે ફાઇનલમાં વિજેતા નક્કી કરવાનો હોય અને 16.11.2- જો મેચમાં સુપર ઓવર ના થઈ શકે તો વિનરનો નિર્ણય IPLની પ્લેઇંગ કંડિશન અપેન્ડિક્સ એફ અંતર્ગત થશે. અપેન્ડિક્સ એફ અનુસાર, લીગ સ્ટેજમાં જે પણ ટીમ પોઇન્ટ ટેબલમાં ઉપર હશે તેને વિનર જાહેર કરી દેવામાં આવશે.
ગુજરાત ટાઇટન્સ સ્ક્વોડ
ઋદ્ધિમાન સાહા (વિકેટ કીપર), શુભમન ગિલ, સાઈ સુદર્શન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર એહમદ, મોહમ્મદ શમી, જોશુઆ લિટલ, શ્રીકર ભરત, શિવમ માવી, ઓડિયન સ્મિથ, આર. સાઈ કિશોર, પ્રદીપ સાંગવાન, મેથ્યૂ વેડ, જયંત યાદવ, દાસુન શનાકા, અભિનવ મનોહર, અલ્જારી જોસેફ, દર્શન નાલકંડે, ઉર્વિલ પટેલ, યશ દયાલ.
ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ
ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોન્વે, શિવમ દુબે, અજિંક્ય રહાણે,મોઈન અલી, અંબાતી રાયડુ, એમએસ ધોની (કેપ્ટન/ વિકેટ કીપર), રવિન્દ્ર જાડેજા, દીપક ચાહર, તુષાર દેશપાંડે, મહેશ તીક્ષ્ણા, મથીશા પથિરાના,મિચેલ સેંટનર, સુભ્રાંશુ સેનાપતિ, શેખ રાશિદ, આકાશ સિંહ, બેન સ્ટોક્સ, ડ્વેન પ્રિટોરિયસ, સિસાંડા મગાલા અજય યાદવ મંડલ, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, રાજવર્ધન સિંહ હૈંગરગેકર, ભગત વર્મા, નિશાંત સિંધુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp