5 છગ્ગા ખાનારો યશ શા માટે નથી રમી રહ્યો મેચ, હાર્દિકે કહ્યું એનું 8 કિલો વજન....

PC: crictracker.com

IPL 2023ની 35મી મેચમાં ગુજરાતની ટીમે મુંબઈને 55 રનોથી હરાવી. આ મેચમાં ગુજરાત તરફથી યશ દયાલ ના રમ્યો. જ્યારે ગુજરાતે જીત મેળવી તો સવાલ ઉઠ્યો કે આખરે યશ દયાલ ક્યાં છે અને મેચ શા માટે નથી રમી રહ્યો? તેને લઇને કેપ્ટન હાર્દિક પંડ્યાએ મોટો ખુલાસો કર્યો છે. પંડ્યાએ જણાવ્યું કે, તબિયત ખરાબ હોવાના કારણે તે મેચ નથી રમી રહ્યો.

મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ જીત મેળવ્યા બાદ ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ યશ દયાલની હેલ્થ વિશે અપડેટ આપ્યું હતું. હાર્દિક પંડ્યાએ કહ્યું કે, KKR વિરુદ્ધ મેચ રમ્યા બાદ યશ દયાલ બીમાર પડી ગયો હતો અને આ જ કારણે તેનું વજન 7-8 કિલો જેટલું ઓછું થઈ ગયુ છે. તે સમયે વાયરલ પણ ફેલાયેલો હતો. જે પ્રકારના પ્રેશરનો સામનો તેણે કરવો પડ્યો હતો, તે હાલ સારી કંડિશનમાં નથી કે મેદાનમાં આવી શકે. તેને મેદાનમાં આવતા હજુ થોડો સમય લાગશે.

જણાવી દઈએ કે, IPL 2023 ની 13મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમો સામસામે હતી. આ મેચમાં KKRને છેલ્લી ઓવરમાં 29 રનોની જરૂર હતી. રિંકૂ સિંહ ક્રીઝ પર હતો અને ગુજરાત માટે યશ દયાલ છેલ્લી ઓવર નાંખવા આવ્યો હતો. બધાને લાગ્યું હતું કે, આટલા રન તો નહીં જ બનશે અને ગુજરાત ટાઇટન્સ સરળતાથી આ મેચ જીતી જશે પરંતુ, રિંકૂ સિંહે 5 છગ્ગા ફટકારીને મેચનું પાસું પલ્ટી નાંખ્યું હતું.

રિંકૂ સિંહે 20મી ઓવરની બીજી બોલથી સતત 5 છગ્ગા ફટકારીને 31 રન બનાવ્યા અને ટીમને જીત અપાવી દીધી હતી. આ ઓવરમાં 5 છગ્ગા ખાનારો યશ દયાલ ખૂબ જ હતાશ અને નિરાશ દેખાઈ રહ્યો હતો અને ગુજરાતના પ્લેયર્સે તેને સાંત્વના આપી હતી. તે મેચ બાદથી જ યશ દયાલ પ્લેઇંગ 11નો હિસ્સો નથી.

યશ જમણા હાથનો ફાસ્ટ બોલર છે. તેમજ, IPLમાં બીજી સિઝન રમી રહ્યો છે. IPL 2022ના મેગા ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સે 3.2 કરોડ રૂપિયામાં તેને ખરીદ્યો હતો. યશે પોતાની ડેબ્યૂ સિઝનમાં 9 મેચમાં 11 વિકેટ લીધી હતી. જોકે, તેની બીજી સિઝન સારી નથી રહી. યશે આ સિઝનમાં કુલ ત્રણ મેચ રમી છે અને તેને એક પણ વિકેટ નથી મળી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp