MI પોતાની અંતિમ મેચ હારીને પણ પહોંચશે પ્લેઓફમાં, રોહિતે કરવી પડશે આ પ્રાર્થના

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 પ્લેઓફ મેચોનું સમીકરણ રોજ રોમાંચક થતું જઈ રહ્યું છે. IPLમાં લીગ લેવલની માત્ર 6 જ મેચ બચી છે. તો માત્ર એક જ ટીમ પ્લેઓફમાં સત્તાવાર રૂપ પહોંચી શકી છે. અત્યારે પણ ઘણી ટીમો પાસે પ્લેઓફમાં પહોંચવાનો અવસર છે. મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમ પ્લેઓફ માટે અત્યારે પણ ક્વાલિફાઈ કરી શકે છે. ગુજરાત ટાઈટન્સ IPLની પ્લેઓફમાં પોતાની જગ્યા પાક્કી કરી ચૂકી છે, તો દિલ્હી કેપિટલ્સ (DC) અને સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ચૂકી છે.

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ધર્મશાળામાં થયેલી મેચ બાદ IPL પ્લેઓફ મેચોમાં ફરીથી નવા સમીકરણ ઉભર્યા છે. એવામાં રોહિત શર્માની કેપ્ટન્સીવાળી મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઓફમાં કેવી રીતે પહોંચશે એ જાણી લઇએ. પંજાબ કિંગ્સની આગામી મેચ કાલે એટલે કે (19 મેના રોજ) રાજસ્થાન રોયલ્સ (RR) સામે છે. એવામાં તે 14 પોઇન્ટ્સ લઈ શકશે. તો મુંબઈ ઇન્ડિયન્સ પાસે હાલમાં 14 પોઇન્ટ્સ છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના અત્યારે 12 પોઇન્ટ્સ છે અને તેની 2 મેચ બચી છે. એવામાં તે બંને મેચ જીતી ગઈ તો તેના 16 પોઇન્ટ્સ થઈ જશે.

એવામાં મુંબઈ ઇન્ડિયન્સ એવી આશા રહેશે કે તે પોતાની મેચ તો જીતે જ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) પોતાની મેચ હારે. મુંબઈ ઇન્ડિયન્સ પોતાની અંતિમ મેચ હારીને પણ પ્લેઓફમાં પહોંચી શકે છે. બસ તેના માટે એ શરત કે અન્ય ટીમો પણ પોતાની મેચ હારી જાય. તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હરતા જ મુંબઈ ઇન્ડિયન્સની બલ્લેબલ્લે થઈ શકે છે. 16 મેના રોજ લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈ ઇન્ડિયન્સને હરાવી હતી.

તેનાથી મુંબઈ ઇન્ડિયન્સની હાલત ખરાબ થઈ. મુંબઈ ઇન્ડિયન્સની ટીમે રવિવારે હૈદરાબાદ સામે જીતવું પડશે. ગુજરાત ટાઈટન્સ સિવાય માત્ર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઇન્ડિયન્સ જ 16 પોઇન્ટ્સ હાંસલ કરી શકે છે. તો બેંગ્લોર આજે (18 મેના રોજ) જો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારે છે તો ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ 15-15 પોઇન્ટ્સ સાથે ક્વાલિફાઈ કરી જશે. જો એમ થાય છે તો મુંબઇની ટીમ પણ ક્વાલિફિકેશથી બસ એક જીત દૂર રહી જશે.

બેંગ્લોર આજે હૈદરાબાદ સામે હારે તો પણ તેની પાસે પ્લેઓફમાં પહોંચવાનો અવસર હશે. તેના માટે મુંબઇએ પોતાની મેચ હારવી પડશે. તેનાથી 2 અન્ય ટીમો (રાજસ્થાન અને કોલકાતા) 14 પોઇન્ટ્સ સુધી પહોંચી શકે છે. તેમણે પોતાની અંતિમ મેચ જીતવાની જરૂરિયાત હશે બેંગ્લોર નેટ રન રેટ વર્તમાનમાં સારી સ્થિતિમાં છે તેના કારણે તેની પાસે પ્લેઓફમાં પહોંચવાનો સારો અવસર છે. પંજાબ 13 મેચ રમીને 12 પોઇન્ટ્સ પર છે. તેની રન રેટ માઇનસ 0.308 છે.

દિલ્હી કેપિટલ્સ સામે હારીને પંજાબની પ્લેઓફમાં પહોંચવાની સંભાવનાઓ ઓછી થઈ ગઈ છે. તો તે 14 પોઇન્ટસથી આગળ નહીં જઈ શકે. તો નેટ રનરેટ બાબતે તેની સ્થિતિ હજુ વધારે ખરાબ થઈ શકે છે. તે રનરેટ માઇનસ 0.308 છે. તો કોલકાતા આ બાબતે થોડી જ પાછળ છે. આમ ત્રણેય ટીમ પાસે (CSK, MI, LSG) પાસે પહેલાથી જ 14 કે તેનાથી વધુ પોઇન્ટ્સ છે. તેમાંથી મુંબઈ 14 પોઇન્ટ્સ પર છે. પંજાબ આશા રાખશે કે કોઈ બીજી ટીમ 14 પોઇન્ટ્સના છેલ્લા સ્થાન માટે 14 પોઇન્ટ્સ સાથે લડાઈ થશે. પંજાબ પોતાની અંતિમ મેચમાં 180નો સ્કોર કરે છે અને 20 રનથી જીતી જાય છે તો મુંબઇએ પોતાની અંતિમ મેચ 26 રનોથી હારવી પડશે, ત્યારે જ પંજાબની રનરેટ મુંબઈથી સારી થઈ શકશે.

જો એમ ન થયું તો પંજાબના પરિણામનું માર્જિન ઓછામાં ઓછું 46 રન હોવું જોઈએ. એટલે કે પંજાબ ક્વાલિફાઈ કરવા માટે જરૂરી જીતનું માર્જિન હાંસલ કરવું અસંભવ નથી. સૌથી જરૂરી વાત એ છે કે પંજાબની ટીમ અંતિમ મેચમાં અન્ય ટીમોથી પહેલા રમશે તો તેને વધારેમાં વધારે માર્જિનથી જીત હાંસલ કરવી પડશે. જેથી તેની સંભાવનાઓ હજુ સારી થઈ શકે. પંજાબની હાર એ બધી ટીમો માટે સારા સમાચાર છે, જે અત્યારે પણ મેદાનમાં છે. લખનૌ અને ચેન્નાઇના 15-15 પોઇન્ટ્સ છે. જે હાલમાં પોતાને સૌથી વધુ સુરક્ષિત અનુભવી રહી હશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.