IPLમા ટોસથી લઈને પ્લેઇંગ XI સુધીના બદલાઈ ગયા બધા નિયમ, જાણો ડિટેલ

PC: wionews.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ને દર્શકોની પસંદ મુજબ અને વધુ રોમાન્ચક બનાવવા માટે આ સીઝનમાં કેટલાક મોટા બદલાવ કરવામાં આવી રહ્યા છે. ટોસ અને પેનલ્ટીના નિયમો અને પ્લેઇંગ ઇલેવનને લઈને કેટલાક નિયમો લાગૂ કરવામાં આવશે. T20 ક્રિકેટમાં ટોસની મોટી ભૂમિકા હોય છે અને તે ઘણી વખત પરિણામોને મોટા પ્રમાણ પર પ્રભાવિત કરે છે. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ કે આ વખત IPL 2023માં નવા નિયમો હેઠળ શું શું બદલાઈ જશે?

IPL 2023માં કેટલાક નવા નિયમ લાગૂ કરવામાં આવી રહ્યા છે. એક ક્રિકેટ વેબસાઇટ મુજબ હવે ટીમો ટોસ પહેલા પ્લેઇંગ ઇલેવનની જાહેરાત નહીં કરી શકે. T20 ક્રિકેટમાં ટોસની ભૂમિકા મહત્ત્વની હોય છે અને અત્યાર સુધી નિયમ મુજબ ટોસ પહેલા જ મેચ રેફરીને ટીમો પોતાની પ્લેઇંગ ઇલેવનની લિસ્ટ આપી દેતી હતી. હવે તેમાં બદલાવ કરવામાં આવી રહ્યો છે અને કેપ્ટન ટોસ બાદ પ્લેઇંગ ઇલેવન લિસ્ટ શેર કરશે. એવામાં કેપ્ટન પોતાની સાથે બે લિસ્ટ લઈને આવી શકે છે અને ટોસ પરિણામો મુજબ પ્લેઇંગ ઇલેવન નક્કી કરી શકશે.

IPL 2023માં એક મોટો બદલાવ પેનલ્ટી રનને લઈને પણ કરવામાં આવ્યો છે.

મેચમાં જો કોઈ ટીમના વિકેટકીપર અને ફિલ્ડર ગેર જરૂરી મૂવમેન્ટ કરશે તો એવી સ્થિતિમાં ટીમ પર 5 રનોની પેનલ્ટી લગાવી શકાય છે.

એ સિવાય નક્કી સમય પર પોતાની ઓવર પૂરી ન કરનારી ટીમ ઉપર પણ પેનલ્ટી લાગશે. એ પેનલ્ટી ઓવરની હશે અને એ ઓવરમાં 30 યાર્ડ સર્કલની અંદર 4 ખેલાડી રાખવાની મંજૂરી હશે. દક્ષિણ આફ્રિકા T20 (SA20) લીગ બાદ આ IPL બીજી લીગ હશે, જેમાં ટીમો પાસે ટોસ બાદ પ્લેઇંગ ઇલેવન બતાવવાની મંજૂરી હશે. દક્ષિણ આફ્રિકા T20 લીગમાં પહેલી સીઝનમાં જ આ નિયમ છે.

આ લીગમાં કેપ્ટન 13 ખેલાડીઓ સાથે ટોસ માટે જાય છે અને ટોસ બાદ પ્લેઇંગ ઇલેવન ખેલાડીઓના નામની જાહેરાત કરે છે, જે મેચ રમી રહ્યા છે. દક્ષિણ આફ્રિકા T20 લીગના ડિરેક્ટર ગ્રીમ સ્મિથે કહ્યું હતું કે, ટોસના પ્રભાવને ઓછો કરવા માટે આ નિયમ લાગૂ કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકા T20 લીગની 33 મેચોમાં ટોસ જીતનારી ટીમોએ 15 મેચ જીતી અને 16 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. 2 મેચના પરિણામ ન નીકળી શક્યું. આ જ કારણે IPLમાં પણ આ નિયમ લાવવામાં આવ્યો છે. તેનાથી ભારતમાં ઝાકળની અસર પણ ઓછી થશે. ભારતમાં મોટાભાગના મેદનોમાં ટોસજી ભૂમિકા ખૂબ વધારે હોય છે અને લક્ષ્યનો પીછો કરનારી ટીમો માટે મેચ જીતવી સરળ થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp