26th January selfie contest

IPL હરાજીમાં જેના પર 13 કરોડની બોલી લાગેલી તે ખેલાડીના પ્રદર્શન પર ભડક્યા દિગ્ગજ

PC: twitter.com

સનરાઈઝર્સ હૈદરાબાદે નીલામીમાં જે ઇંગ્લિશ ખેલાડીને તેના તત્કાલીન ફોર્મને જોતા પોતાની ટીમમાં સામેલ કરવા માટે 13.25 કરોડ રૂપિયા ખર્ચ કરી દીધા હતા. તેનું પ્રદર્શન ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં નિરાશાજનક રહ્યું છે. ટીમ મેનેજમેન્ટ સતત તેને પ્લેઇંગ ઇલેવનમાં રમવાની તક આપી રહ્યું છે. જેથી આ ખેલાડી ફોર્મમાં પાછો આવી શકે. પરંતુ, તેનું પ્રદર્શન દરેક મેચમાં સતત નીચે જઈ રહ્યું છે. જેની સીધી અસર સનરાઈઝર્સ હૈદરાબાદના પ્રદર્શન પર પણ જોવા મળી રહી છે. આ IPLમાં હૈદરાબાદ 9 મેચોમાંથી માત્ર 3 મેચ જ જીતી શક્યું છે અને પોઇન્ટ ટેબલમાં માત્ર 6 અંકો સાથે 9માં નંબર પર છે.

અમે વાત કરી રહ્યા છીએ, ઇંગ્લેન્ડના યુવા બેટ્સમેન હૈરી બ્રૂકની. જમણા હાથનો આ ઇંગ્લિશ બેટ્સમેન હાલની IPLમાં પોતાના ફોર્મથી પ્રભાવિત કરવામાં સંપૂર્ણરીતે નિષ્ફળ રહ્યો છે. બ્રૂકે 9 મેચોમાં એક સદી સહિત કુલ 163 રન બનાવ્યા. બ્રૂકે ઈડન ગાર્ડન્સમાં સદી ફટકારી હતી. આ પહેલા બ્રૂકે 9, 18, 7, 0 અને 0 સ્કોર બનાવ્યો હતો.

તેના હાલના પ્રદર્શન પર બ્રેટ લીએ જિયો સિનેમા પર વાતચીત કરતા કહ્યું, હૈરી બ્રૂક એક ક્લાસ પ્લેયર છે. તેની ક્ષમતા પર કોઈને કોઈ શંકા નથી. તેણે ટેસ્ટ ફોર્મેટમાં પણ સદી ફટકારી છે. IPL માં પણ તે સદી મારી ચુક્યો છે. પરંતુ, મને લાગે છે કે ટીમે હવે તેને વધુ તક ના આપવી જોઈએ. હવે તેની જગ્યા ટીમમાં નથી. બ્રેટ લીએ આગળ કહ્યું- મને લાગે છે હાલ બ્રૂક યોગ્ય ફ્રેમ ઓફ માઇન્ડમાં નથી. તેણે ક્રિકેટમાંથી થોડાં દિવસનો બ્રેક લેવો જોઈએ.

ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન રોબિન ઉથપ્પાએ કહ્યું કે, સનરાઈઝર્સ હૈદરાબાદે બ્રૂકને ફોર્મમાં આવવા માટે પર્યાપ્ત તક આપી. હવે વધુ તક તેને ના આપવી જોઈએ. ઉથપ્પાએ કહ્યું- હૈદરાબાદે હવે ગ્લેન ફિલિપ્સને મિડલ ઓર્ડરમાં અજમાવવો જોઈએ અને હેનરિચ ર્લાસેનને ઉપરના ક્રમમાં મોકલવો જોઈએ. તેણે કહ્યું- સંભવતઃ હૈરી બ્રૂકની જગ્યાએ કોઈ અન્ય પ્લેયરે નંબર-6 પર રમવું જોઈએ.

તેમની પાસે ગ્લેન ફિલિપ્સ જેવો બેટ્સમેન છે, જે મિડલ ઓર્ડરમાં તોફાની ઇનિંગ રમી શકે છે. જણાવી દઈએ કે, સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ હાલ પોઈન્ટ ટેબલમાં 9માં નંબર પર છે. એડેન માર્કરમના નેતૃત્વવાળી સનરાઇઝર્સ હૈદરાબાદે અત્યારસુધી 9 મેચ રમી છે, જેમા ટીમે 6 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે.

નીલામી પહેલા બ્રૂક ટેસ્ટમાં શાનદાર રમી રહ્યો હતો. આ ફોર્મેટમાં બ્રૂક લગભગ 110ની સ્ટ્રાઇક રેટથી રમી રહ્યો હતો. એ જ સમયે એવા કયાસ લગાવવાના શરૂ થઈ ગયા હતા કે બ્રૂકને નીલામીમાં સારી રકમ મળશે. નીલામી દરમિયાન થયુ પણ કંઈક એવુ જ. ઘણી ટીમોએ બ્રૂક માટે બોલી લગાવી. આ કારણે તેના ભાવ વધતા ગયા અને અંતમાં 13.25 કરોડમાં હૈદરાબાદે તેને ખરીદ્યો. પરંતુ, તેનું પ્રદર્શન તેને અનુરૂપ ના રહ્યું, જેવુ હૈદરાબાદના મેનેજમેન્ટે તેની પાસેથી આશા રાખી હતી. બ્રૂકના આ પ્રદર્શનને જોઇને એવુ જ કહી શકાય કે દામ 13.25 કરોડ અને કામ આઠ આનાનું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp