યશસ્વીને ટીમ ઈન્ડિયામાં લો, સેહવાગ-માઇકલ-બ્રેટ લીની માગ

PC: tv9hindi.com

13 બોલ પર ફિફ્ટી, માત્ર 47 બોલ પર નોટઆઉટ 98 રન. આ ઇનિંગ રમી રાજસ્થાનના ધુરંધર ઓપનર યશસ્વી જયસ્વાલે. કોલકાતા વિરુદ્ધ મેચમાં તેણે ધમાકેદાર બેટિંગ કરી. IPL ઇતિહાસની સૌથી ફાસ્ટ હાફ સેન્ચ્યુરી ફટકારી મોટો રેકોર્ડ બનાવ્યો તે અલગ. યશસ્વીની તાબડતોડ ઇનિંગના વખાણ કરતા દિગ્ગજ ખેલાડી પણ થાકી નથી રહ્યા. તેઓ તેને ઇન્ડિયન નેશનલ ટીમમાં પણ સામેલ કરવાની વાત કરી રહ્યા છે.

ટીમ ઇન્ડિયાના પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સહવાગે ટ્વિટ કરીને લખ્યું,

આ છોકરો ખૂબ જ સ્પેશિયલ છે. મેં તેની ક્લીન સ્ટ્રાઇકિંગનો ખૂબ જ આનંદ ઉઠાવ્યો.

ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને ટ્વિટ કરીને લખ્યું-

હું કેએલ રાહુલના રિપ્લેસમેન્ટ તરીકે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે યશસ્વીને પસંદ કરતે. તે ખૂબ જ સારો ખેલાડી છે. તે એક સુપરસ્ટાર બનવા જઈ રહ્યો છે.

તેમજ, ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર બ્રેટ લીએ યશસ્વી જયસ્વાલના વખાણ કરતા ટ્વિટ કરીને લખ્યું,

શાનદાર, યશસ્વી જયસ્વાલને હવે ભારતીય ટીમમાં સામેલ કરવો જોઈએ.

તેમજ મિસ્ટર IPLના નામથી જાણીતા સુરેશ રૈનાએ પણ જયસ્વાલના વખાણ કરતા ટ્વિટ કર્યું,

યશસ્વી સૌથી ફાસ્ટ IPL ફિફ્ટી લગાવવા પર તને ખૂબ ખૂબ અભિનંદન. તારી અથાગ મહેનત રંગ લાવી અને અસાધારણ કૌશલ સ્કિલ તને ખૂબ જ આગળ લઈ જશે. તું તેને જાળવ રાખજે.

તેમજ, દિગ્ગજ ફાસ્ટ બોલર અને રાજસ્થાન રોયલ્સના બોલિંગ કોચ લસિથ મલિંગાએ ટ્વિટ કરીને લખ્યું,

યશસ્વી જયસ્વાલ તું મારો ફેવરિંટ ભારતીય યુવા બેટ્સમેન છે. ટૂંક સમયમાં જ તને ઇન્ડિયન ટીમમાં રમતો જોવાની રાહ જોઈશ.

તેમજ, કેએલ રાહુલે પણ યશસ્વીના વખાણ કર્યા અને સોશિયલ મીડિયા પર એક GIF પોસ્ટ કરી. જેમા કેરેક્ટર હેટ્સ ઓફ કરતું દેખાઈ રહ્યું છે.

યશસ્વીની વાત કરીએ તો IPL 2023 માં તે કંઈક અલગ ફોર્મમાં દેખાઈ રહ્યો છે. તેણે 12 મેચોમાં 167.15 ની શાનદાર સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા કુલ 575 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને ચાર અડધી સદી ફટકારી છે. તેનો બેસ્ટ સ્કોર 124 રનનો રહ્યો છે. સમગ્ર સિઝન દરમિયાન તેણે 74 ચોગ્ગા અને 26 છગ્ગા લગાવ્યા છે. તેમજ, સૌથી વધુ રન બનાવવાના મામલામાં યશસ્વી બીજા નંબર પર પહોંચી ગયો છે. આ લિસ્ટમાં કરન્ટ ઓરેન્જ કેપ હોલ્ડર ફાફ ડુપ્લેસી હવે તેનાથી માત્ર 1 રન જ આગળ છે. જેના નામે 11 મેચમાં કુલ 576 રન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp