IPLની મજા હવે ગુજરાતી ભાષામાં પણ લઇ શકાશે

PC: hindi.cricketaddictor.comĪ

IPL 2023ની શરૂઆત 1લી એપ્રિલથી થઇ રહી છે. થોડા સમય પહેલા IPL ઓક્શન 2023નું આયોજન થયું હતું. IPL 2023 માટે લગભગ દરેક ટીમોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક IPLનું ઓફિશિયલ બ્રોડકાસ્ટર છે. જ્યારે, લાઇવ સ્ટ્રીમીંગ પાર્ટનર વાયાકોમ18 છે. આ વખતે વાયાકોમ18એ થોડું અલગ કરવાનો નિર્ણય કર્યો છે. વાયાકોમ18 પર IPL 2023 ફેન્સ 11 ભાષાઓમાં જોઇ શકશે. આ ભાષાઓમાં ભોજપુરી, પંજાબી અને ગુજરાતી જેવી ભાષાઓ પણ શામેલ છે. ઇન્ડિયન પ્રિમિયર લીગના પ્રસારણ ઇતિહાસમાં આ પહેલી વખત હશે કે જ્યારે IPLની મેચોનું લાઇવ સ્ટ્રીમીંગ ભોજપુરી ભાષામાં ફેન્સને જોવા મળશે.

IPLની મેચોને અત્યાર સુધી હિંદી અને અંગ્રેજી સહિત 6 ભાષાઓમાં બ્રોડકાસ્ટ કરવામાં આવતી હતી. પણ, હવે લાઇવ સ્ટ્રીમીંગ પાર્ટનર વાયાકોમ18એ 11 ભાષાઓમાં IPL મેચોનું સ્ટ્રીમીંગનું એલાન કરી ખૂબ મોટો નિર્ણય કર્યો છે. આંકડા કહે છે કે, હિંદી બાદ ભોજપુરી ભારતમાં બોલાનારી બીજી સૌથી મોટી ભાષા છે, ભોજપુરી સિવાય પંજાબી અને ગુજરાતી જેવી ભાષાઓ પણ વધારે બોલાય છે. સ્પોર્ટ્સ18એ આ વર્ષે પહેલા જ જિયો સિનેમા પર ફ્રી લાઇવ સ્ટ્રીમીંગ કરવાની ઘોષણા કરી છે.

IPLમાં પહેલી વખત એવું થશે કે, જ્યારે બે અલગ અલગ મીડિયા પાર્ટનર હશે. IPLની લાઇવ મેચોનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક કરશે. જ્યારે, મેચોનું લાઇવ સ્ટ્રીમીંગ વાયાકો18 કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્ટ્રીમીંગ પાર્ટનર આ વર્ષે એડવર્ટાઇઝમેન્ટને લુભાવવા માટે અલગ અલગ રણનીતિ અપનાવી રહ્યા છે. એડ ઇમ્પ્રેશન આધારિત ઇન્વેન્ટ્રીને વેચવાની જગ્યા પર વાયાકોમ18 પોતાની ઇન્વેન્ટ્રીને એ રીતે વેચવાની યોજના બનાવી રહ્યા છે કે જે રીતે ટીવી પર વેચવામાં આવે છે. IPL 2023ની મેચ 1લી એપ્રિલથી શરૂ થશે.

ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન રિષભ પંત 30મી ડિસેમ્બર, 2022ના રોજ એક કાર એક્સિડન્ટનો શિકાર બન્યો હતો. આ દુર્ઘટનામાં તેને ગંભીર ઇજાઓ આવી છે. આ IPLમાં રિષભ પંત રમી ન શકશે. પણ, તેના માટે દિલ્હી તરફથી તેને પૂરી સેલેરી આપવામાં આવશે. BCCI રિષભ પંતને દિલ્હી કેપિટલ્સથી તેના 16 કરોડ રૂપિયાનું IPLનું વેતન પુરેપુરું મળશે. IPL સેલેરી સિવાય બોર્ડ પંતને તેના 5 કરોડ રૂપિયા સેન્ટ્લ કોન્ટ્રાક્ટની પણ પૂરેપુરી ચૂકવણી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp